• Gujarati News
  • National
  • Ravindra Jadeja Of Chennai Super Kings Out Of IPL, Injured In Match Against Bengaluru

ભાસ્કર LIVE અપડેટ્સ:UPના DGP મુકુલ ગોયલને પદ પરથી હટાવવામાં આવ્યા, કાર્યો પ્રત્યે બેદરકારીનો આરોપ

7 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઉત્તર પ્રદેશના DGP મુકુલ ગોયલને યોગી સરકારે હટાવી દીધા છે. તેમની ઉપર શાસનને લગતા કાર્યોમાં બેદરકારી દાખવવાનો આરોપ લાગ્યો છે. તેમને નાગરિક સુરક્ષા બાબતના DG બનાવવામાં આવ્યા છે. મુકુલ ગોયલ 1લી જુલાઈ 2021ને UPના રોજ DGP બનાવવામાં આવ્યા હતા. તેઓ વર્ષ 1987 બેંચના IPS અધિકારી છે. મુકુલ ગોયલ મૂળ મુઝફ્ફરનગરના શામલીના રહેવાસી છે.

ઝારખંડની માઈનિંગ સેક્રેટરી IAS પૂજા સિંઘલની ધરપકડ

ઝારખંડ ખનન વિભાગના સચિવ પૂજા સિંઘલની EDએ ધરપકડ કરી છે. ભ્રષ્ટાચારના મામલામાં પૂજા પર આરોપ છે. છેલ્લા બે દિવસમાં તેમના રાંચી સ્થિત કાર્યાલયમાં પૂછપરછ કરવામાં આવતી હતી. આજે પણ તેમની 9 કલાક પૂછપરછ કરવામાં આવી.

આ પહેલા ગત સપ્તાહે મનરેગા કૌભાંડને લઈને EDએ પૂજા સિંઘના નિવાસસ્થાને, તેમના પતિની પલ્સ હોસ્પિટલ, CA સુમન કુમાર સિંહ સહિત અન્ય ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા હતા અને મોટા પ્રમાણમાં કેશની સાથે ઘણાં મહત્વપૂર્ણ દસ્તાવેજ જપ્ત કર્યા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે પૂજા સિંઘલના ઘરેથી એક ડાયરી મળી છે. જેમાં બ્યૂરોક્રેટ્સ, નેતાઓના નામ છે તેમજ ટ્રાંઝેક્શનનો પણ ઉલ્લેખ છે.

જમ્મુ કાશ્મીરમાં બે જગ્યાએ આતંકીઓ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર

જમ્મુ કાશ્મીરના બાંદીપોરામાં આતંકીઓ અને સિક્યોરિટી ફોર્સ વચ્ચે બુધવારે પણ અથડામણ થઈ. આ એન્કાઉન્ટર સાલિંદર ફોરેસ્ટ એરિયામાં શરૂ થયું. કાશ્મીરના IG વિજય કુમારે જણાવ્યું કે અથડામણમાં એક આતંકી ઠાર થયો છે. તેની પાસેથી એક રાયફલ અને ત્રણ કારતૂસ મળી આવ્યા છે. ઠાર થયેલો આતંકી હાલમાં જ દેશમાં ઘુસેલા આતંકીઓના ગ્રુપનો સભ્ય હતો. તેના બે સાથીઓની શોધખોળ કરવામાં આવી રહી છે. જમ્મુ કાશ્મીરના જ અનંતનાગના બિજબેહડામાં વધુ એક એન્કાઉન્ટર ચાલી રહ્યું છે.

MVAમાં તણાવ NCP પર વરસ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ, કહ્યં- પીઠમાં છરો મારશો તો સવાલ પૂછીશું

મહારાષ્ટ્રમાં સત્તા સ્થાને બેઠેલા મહારાષ્ટ્ર વિકાસ અઘાડી (MVA)માં તણાવ વધી રહ્યો છે. ગોંદિયા જિલ્લા પરિષદ ચૂંટણીમાં ભાજપ અને NCPના ગઠબંધનને લઈને નિવેદનબાજીએ જોર પકડ્યું છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે બે-અઢી વર્ષમાં NCPએ અમારી પાર્ટીના કેટલાંક સભ્યોને ઝુંટવી લીધા. પટોલેએ કટાક્ષ કર્યો કે અમને એવા દુશ્મન જોઈએ છે જેઓ ખુલ્લી રીતે દુશ્મની કરે. જો તેઓ અમારી બાજુમાં રહીને પીઠમાં છરો મારશે તો તેમને સવાલ પૂછીશું. પાર્ટી હાઈકમાન સાથે આ મુદ્દે ચર્ચા કરીશું. જે બાદ જે નિર્ણય લેવામાં આવશે તેનો અમલ કરીશું.

ચેન્નાઈ સુપર કિંગ્સના રવિન્દ્ર જાડેજા IPLમાંથી બહાર, બેંગલુરુ સામેની મેચમાં ઈજા થઈ હતી

IPLમાં પ્લેઓફમાં પહોંચવા સંઘર્ષ કરી રહેલી ચેન્નાઈ સુપર કિંગ્સના વિંગમાંથી એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા ઈજાને કારણે IPLમાંથી બહાર થઈ ગયા છે. રિપોર્ટ મુજબ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની સાથે મેચ દરમિયાન ફીલ્ડિંગ સમયે તેમને ઈજા થઈ હતી. જેના કારણે દિલ્હી કેપિટલ્સ વિરૂદ્ધ પણ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ થયા ન હતા. ચેન્નાઈના હાલ 8 પોઈન્ટ છે અને તેમની 3 મેચ બાકી છે. ચેન્નાઈ એવી સ્થિતિમાં છે કે તેમને હવેની તમામ મેચ જીતીને 14 પોઈન્ટ પર મેળવવાના છે અને અન્ય ટીમની જીત પર નિર્ભર રહેવાનું છે. જો કે 4 ટીમના 14 પોઈન્ટ છે, તેવામાં રનરેટ પણ મહત્વની રહેશે.

પાકિસ્તાનના PM શાહબાઝ લંડન પહોંચ્યા, નવાઝ શરીફ સાથે કરશે મુલાકાત, ડેલિગેશન પણ સાથે

પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ પોતાના ભાઈ અને પૂર્વ PM નવાઝ શરીફને મળવા બુધવારે લંડન પહોંચ્યા. નવાઝ પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનના સુપ્રીમો પણ છે. શાહબાઝની સાથે મંત્રીઓ અને તેમની પાર્ટીના નેતાઓનું એક ડેલિગેશન પણ લંડન પહોંચ્યું છે. કેટલાંક મુદ્દે ચર્ચા માટે ઓનલાઈન મીટિંગ કરવાની બદલે નવાઝે પાર્ટીના નેતાઓને લંડન આવવાનું કહ્યું હતું.

હિમાચલ વિધાનસભાની બહાર ખાલિસ્તાની ઝંડો લગાડનાર આરોપી પકડાયો

હિમાચલ પ્રદેશના ધર્મશાળા જિલ્લામાં વિધાનસભાની બહાર ખાલિસ્તાનના ઝંડા લગાડનાર અને વોલ રાઈટિંગ કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પ્રદેશ પોલીસની SITએ હસબીર સિંહની ધરપકડ કરી છે. જે પંજાબના રુપનગરનો રહેવાસી છે. આ ધરપકડ બાદ સરહદ સીલ કરી દેવાઈ છે.

ત્રીજા દિવસે દિલ્હીના દ્વારકા સેક્ટર 3માં ચાલ્યું બુલડોઝર, જે બાદ સીલમપુરમાં થશે કાર્યવાહી

શાહીન બાગમાં બુલડોઝર ચલાવવામાં આવ્યા બાદ આજે ત્રીજા દિવસે દિલ્હીના દ્વારકા સેક્ટર 3માં ગેરકાયદે દબાણ હટાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે બાદ આ અભિયાન સીલમપુરમાં શરૂ થશે. પૂર્વી દિલ્હીના મેયર શ્યામસુંદર અગ્રવાલે ANIને જણાવ્યું કે જહાંગીરપુરીમાં અભિયાન શરૂ થયા બાદ ફરિયાદ વધવા લાગી કેમકે લોકો ચોખ્કા રસ્તા ઈચ્છે છે. કાલે અમે નંદ નગરી અને સુંદર નગરીમાં બુલડોઝર ચલાવ્યું. આજે અમે ન્યૂ સીલમપુરમાં અભિયાન ચલાવીશું.

ઉત્તરાખંડના પિથૌરાગઢમાં ભૂકંપના આંચકા, 4.6ની તીવ્રતા નોંધાઈ

ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બુધવારે સવારે 10 વાગ્યેને 3 મિનિટે ભૂકંપના આંચકા અનુભવ્યા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 નોંધાઈ છે. નેશનલ સેન્ટ્રલ ફોર સીસ્મોલોજી મુજબ ભૂકંપનું કેન્દ્ર પિથૌરાગઢથી 20 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં 5 કિલોમીટરની ઊંડાઈએ હતું. જ્યાં ભૂકંપના આંચકા અનુભવાયા છે તે વિસ્તાર નેપાળથી નજીક છે. હાલ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.

પટનાના વિશ્વેશ્વરૈયા ભવનના ત્રીજા માળે આગ લાગી, ફસાયેલા લોકોને બચાવવામાં આવ્યા​​​​​​​

બિહારની રાજધાની પટનાના વિશ્વેશ્વરૈયા ભવનમાં સવારે આગ લાગી હતી. આગ ભવનની ત્રીજા માળે લાગી હતી. આગને કાબૂ લેવા ફાયર બ્રિગેડની મદદ લેવાી હતી. મળતી માહિતી મુજબ આ દરમિયાન કેટલાંક લોકો અંદર પણ ફસાયેલા હતા, જેમને પોલીસે બચાવી લીધા છે. આ બિલ્ડિંગમાં અનેક મહત્વપૂર્ણ સરકારી વિભાગની ઓફિસ છે. આગ લાગવાના કારણનો હજુ સુધી કોઈ ખુલાસો થયો નથી.

પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી પંડિત સુખરામનું 95 વર્ષની વયે નિધન

પૂર્વ કેન્દ્રીય સંચાર મંત્રી અને કોંગ્રેસ નેતા પંડિત સુખરામનું નિધન થયું છે. 95 વર્ષની ઉંમરે તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. ત્રણ દિવસ પહેલા તેમને બ્રેન સ્ટ્રોકની સારવાર માટે હિમાચલથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. સુખરામના પુત્ર અનિલ શર્માએ તેની જાણકારી આપી છે.

કર્ણાટક સરકારના નિર્દેશ લાઉડસ્પીકર વગાડવા માટે 15 દિવસની અંદર લેવી પડશે મંજૂરી

કર્ણાટર સરકારે 10 મેનાં રોજ લાઉડસ્પીકર/પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને અવાજ કરનાર તમામ ઉપકરણોને લઈને દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે લોકો અવાજવાળા ઉપકરણનો ઉપયોગ કરે છે તેમને 15 દિવસની અંદર સંબંધિત અધિકારીઓને લેખિત અનુમતિ લેવી પડશે. જેમની પાસે મંજૂરી નહીં હોય તેઓ 15 દિવસની અંદર જાતે જ લાઉડસ્પીકર હટાવી દે, નહીંતર તેમના વિરૂદ્ધ કાર્યવાહી થઈ શકશે.

મુંબઈ એરપોર્ટે મોનસૂન પહેલા રનવે મેઈનટન્સનું કામ પુરું થયું

અદાણી ગ્રુપના સ્વામિત્વવાળા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટના રનવેનું સમારકામ અને જાળવણીનું કામ મોનસૂન પહેલ પુરું કરી લેવાયું છે. પ્રાઈવેટ એરપોર્ટ મેનેજમેન્ટે જણાવ્યું કે તેમને સમારકામ સારી રીતે પૂરા કરવા માટે અને સુવિધાજનક બનાવવા માટે મંગળવાર સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે રનવેને અસ્થાયી રીતે બંધ કરી દીધું હતું. છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા (CSMIA)માં બે ઈન્ટરસેક્ટિંગ રનવે છે.

અન્ય સમાચારો પણ છે...