ભાસ્કર LIVE અપડેટ્સ:જમ્મુ કાશ્મીરમાં CRPFના વાહન પર હુમલો, 2 જવાન ઘાયલ, સિક્યોરિટી ફોર્સે વિસ્તારમાં કરી ઘેરાબંધી

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સોમવારે આતંકી હુમલામાં CRPFના બે જવાન ઘાયલ થયા. પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે પોલીસ અને CRPFની ટીમ અવંતીપોરામાં 2 બંકર વાહનોમાં એરિયા ડોમિનેશન કરી રહ્યાં હતા ત્યારે લારમૂ વિસ્તારમાં IED બ્લાસ્ટ થયો. જેમાં CRPFના બે જવાન ઘાયલ થઈ ગયા. જે બાદ ફાયરિંગ પણ શરૂ થયું. ફાયરિંગની ઘટના ચારસો વિસ્તારમાં થઈ. સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી છે.

હાઈકોર્ટે મેવાણીના જામીન મામલે બારપેટ કોર્ટના કોમેન્ટ્સ પર સ્ટે આપ્યો, કહ્યું- નીચલી કોર્ટે હદ પાર કરી દીધી

ગુવાહાટી હાઈકોર્ટે સોમવારે કહ્યું કે બારપેટા કોર્ટે ગુજરાતના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને જામીન આપવાના પોતાના આદેશમાં કરેલી ટિપ્પણીમાં હદ પાર કરી દીધી છે. મામલો એક મહિલા પોલીસ અધિકારીની સાથે કથિત રીતે મારામારી કરવાનો હતો. હાઈકોર્ટે કહ્યું કે નીચલી કોર્ટના આદેશે પોલીસ દળ તથા આસામ સરકારનું મનોબળ ઘટાડ્યું છે.

જસ્ટિસ દેવાશીષ બરુઆએ બારપેટા જિલ્લા અને સત્ર ન્યાયાધીશ અપરેશ ચક્રવર્તી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓને પડકારતી આસામ સરકારની અરજી પર સુનાવણી કરતા કોર્ટના કોમેન્ટ્સ પર સ્ટે આપ્યો છે. જો કે મેવાણીને જામીન આપવા અંગે કંઈ કહ્યું ન હતું.

બારપેટા કોર્ટે મેવાણી વિરૂદ્ધ ખોટી FIR દાખલ કરવાને લઈને રાજ્ય પોલીસને આડેહાથ લીધી હતી. હાઈકોર્ટે કહ્યું ટિપ્પણી નીચલી અદાલતના અધિકાર ક્ષેત્રથી બહાર છે. મામલામાં 27 મેનાં રોજ ફરી સુનાવણી થશે.

ત્રણ રાજ્યોની વિધાનસભા સીટ પર 31 મેનાં રોજ ચૂંટણી, ચંપાવત સીટ પરથી CM ધામી બની શકે છે ભાજપના ઉમેદવાર

ચૂંટણી પંચે ત્રણ રાજ્યોની 3 વિધાનસભા સીટ પર પેટાચૂંટણીની જાહેરાત કરી છે. જેમાં ઉત્તરાખંડની ચંપાવત, ઓરિસ્સાની બ્રજરાજનગર અને કેરળની થ્રિક્કાકાર સીટ સામેલ છે. આ સીટ પર 31 મેનાં રોજ પેટા ચૂંટણી થશે. 3 જૂને મતગણતરી થશે. ચૂંટણી પંચ મુજબ 4 મેનાં રોજ નોટિફિકેશન જાહેર થશે, 11 મેનાં રોજ ઉમેદવાર પત્રક ભરાશે. ઉત્તરાખંડની ચંપાવત સીટ પરથી પુષ્કરસિંહ ધામી ભાજપના ઉમેદવાર હોય શકે છે. ઉત્તરાખંડના CM પદે યથાવત રહેવા માટે ધામીને છ મહિનાની અંદર વિધાનસભા સભ્ય બનવું જરૂરી છે.

માઈનિંગ કેસમાં ઘેરાયા ઝારખંડના CMને ECની નોટિસ, પૂછ્યું- તમારા વિરૂદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે

માઈનિંગ કેસમાં ઘેરાલેયાલ ઝારખંડના CM હેમંત સોરેનને ઈલેક્શન કમીશને નોટિસ આપી છે. ECએ પૂછ્યું કે તમારા વિરૂદ્ધ કેમ જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9A અંતર્ગત કાર્યવાહી ન કરવામાં આવે? મામલો ત્યારનો છે જ્યારે સોરેનની પાસે માઈનિંગ વિભાગ હતો અને તેમને પથ્થરોના માઈનિંગની લીઝ આપી હતી.

વ્હોટ્સએપે માર્ચમાં 18 લાખ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા, નિયમોનો હવાલો આપ્યો​​​​​​​​​​​​​​

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વ્હોટ્સએપે માર્ચમાં 18.05 લાખ ભારતીય એકાઉન્ટ બંધ કર્યા છે. આ એકાઉન્ટ્સને યૂઝર્સ પાસેથી ફરિયાદ અને કંપની દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ બેન કરાયા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મના મંથલી રિપોર્ટમાં આ જાણકારી અપાઈ છે. કંપનીએ હાલ તમામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવાનું કારણમાં જણાવ્યું કે કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હતું.

CBIએ ભાગેડુ વેપારી મેહુલ ચોકસી વિરૂદ્ધ નવો કેસ દાખલ, 25 કરોડની છેતરપિંડીનો કેસ

CBIએ ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોકસી અને તેમની કંપની ગીતાંજલિ જેમ્સ પર ગાળિયો વધુ મજૂબત કર્યો છે. એક રિપોર્ટ મુજબ CBIએ ચોકસી વિરૂદ્ધ કથિત રીતે 25 કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં એક નવો કેસ દાખલ કર્યો છે. ઈન્ડસ્ટ્રીયલ ફાયનાન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (IFCI)ની સાથે ચોકસી દ્વારા કરવામાં આવેલી છેતરપિંડીના મામલે 2014-18 વચ્ચેનો છે. IFCIએ આસિસ્ટન્ટ જનરલ મેનેજરે ચોકસી વિરૂદ્ધ આ કેસ દાખલ કર્યો છે.

રિટાયર્ડ IAS અધિકારી તરુણ કપૂર બન્યા PMOમાં એડવાઈઝર

હિમાચલ પ્રદેશ કેડરના 1987 બેચના રિટાયર્ડ IAS અધિકારી તરુણ કપૂરને કેન્દ્ર સરકારે PMO કાર્યાલયમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કર્યાં છે. તેો બે વર્ષ સુધી પદ પર રહેશે. કેન્દ્રીય કાર્મિક વિભાગે આ સંબંધે નોટિફિકેશન જાહેર કર્યું છે. તરુણ કપૂર 30 નવેમ્બર 2021નાં રોજ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયમાં સચિવ પદ પરથી રિટાયર થયા છે. 5 મહિના પછી કેન્દ્ર સરકારે તેમને વડાપ્રધાનના સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છ.ે

સામાનમાંથી મળ્યો ગ્રેનેડ, સેનાના જવાનની ધરપકડ

સોમવારે શ્રીનગર એરપોર્ટ પરથી સેનાના એક જવાનના સામાનમાંથી જીવતે ગ્રેનેડ મળી આવ્યો છે. જે બાદ તેની અટકાયત કરવામાં આવી છે. જવાનની ઓળખ તમિલનાડુના બાલાજી સંપત તરીકે થઈ છે. તેમને ઈન્ડિગોની ફ્લાઈટથી શ્રીનગરથી ચેન્નઈ થઈને દિલ્હી જવાનું હતું. અધિકારીઓએ કહ્યું "સેનાના જવાનની બેગમાંથી સ્ક્રીનિંગ દરમિયાન એક જીવતો ગ્રેનેડ મળી આવ્યો છે. જે અંગેની વધુ તપાસ માટે પોલીસે હમહમા પોસ્ટને સોંપી દેવાયો છે."

કુમાર વિશ્વાસની ધરપકડ પર હાઈકોર્ટની રોક

જાણીતા કવિ કુમાર વિશ્વાસને પંજાબ તેમજ હરિયાણા હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. હાઈકોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવી દીધી છે. હાલ કુમારને વચગાળાની રાહત આપવામાં આવી છે. હવે તેમનો કેસ રદ કરવાની અરજી પર સુનાવણી થશે. આ મામલે સંપૂર્ણ આદેશ આવવાનનો બાકી છે. કુમાર વિરૂદ્ધ રોપડમાં કેસ નોંધાયો હતો. કુમાર પર આરોપ છે કે તેમને કેજરીવાલ પર ખાલિસ્તાન સાથેના સંબંધ હોવાનો ખોટો આરોપ લગાવ્યો હતો. HCના આ નિર્ણયથી આમ આદમી પાર્ટી અને પંજાબમાં CM ભગવંત માનની આગેવાનીવાળી AAP સરકારને મોટો ઝાટકો લાગ્યો છે.

બોડો સાહિત્ય સભાના 61માં સત્રમાં સામેલ થશે રામનાથ કોવિંદ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સોમવારે આસામના તામુલપુર જિલ્લામાં બોડો સાહિત્ય સભાના 61માં સત્રમાં સામેલ થશે. આયોજકોને આ કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો એકઠાં થશે તેવી આશા છે. આ સત્ર 4 મે સુધી ચાલશે.

આ પહેલી વખત છે જ્યારે બોડો સાહિત્ય સભામાં ભારતના રાષ્ટ્રપતિ ભાગ લેશે. આસામના હથકરઘા અને કપડા, કલ્યાણ બોડોલેન્ડના મૃદા સંરક્ષમ મંત્રી ઉરખાઓ ગવરા બ્રહ્માએ કહ્યું- આ વર્ષના સત્રનો વિષય 'ખાદ્ય અપશિષ્ટ બંધ કરો' છે.

કાશ્મીરના નૌશેરામાં એક ખેતરમાં સેનાને મળ્યો જૂનો અને જીવતો મોર્ટાર

જમ્મુ કાશ્મીરના નૌશેરાના નોનિયાલ લોઅર ગામના એક ખેતરમાંથી બોમ્બ મળી આવ્યો હતો. સ્થાનિક લોકોએ તેની સુચના નૌશેરા પોલીસને આપી છે. પોલીસની તપાસમાં આ મોર્ટાર જીવતો હોવાની પુષ્ટિ થઈ છે અને સેનાને બોલાવવામાં આવી છે. સેનાએ બાદમાં મોર્ટારને ડિફ્યૂઝ કર્યો. આ મોર્ટાર ઘણો જ જૂનો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ ખેતરમાં કઈ રીતે આવ્યો તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...