• Gujarati News
  • National
  • Prime Minister Narendra Modi's Announcement; January 16 Will Be Celebrated As National Startup Day

સ્ટાર્ટઅપ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત; 16 જાન્યુઆરી રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવામાં આવશે

9 દિવસ પહેલા
  • કૉપી લિંક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 16 જાન્યુઆરીને રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરતા જણાવ્યું છે કે વર્ષ 2022 ભારતીય સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ માટે નવી સંભાવનાઓને લઈ આવ્યું છે. વડાપ્રધાને વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સ્ટાર્ટઅપ સાથે વાતચીત કરતા કહ્યું કે દેશ એવા તમામ સ્ટાર્ટ-અપ્સને, તમામ ઈનોવેટિવ યુવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જેમણે વિશ્વમાં ભારતના ઝંડાને બુલંદ કર્યો છે. સ્ટાર્ટ-અપનું આ કલ્ચર દેશના અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચે તે માટે 16 જાન્યુઆરીના રોજ હવે નેશનલ સ્ટાર્ટ અપ ડે તરીકે ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

PM મોદીએ કહ્યું કે હું તમને વિશ્વાસ અપાવવા માગુ છું કે તમારા તમામ સૂચનો, વિચારોને સરકાર સંપૂર્ણ સમર્થન આપશે. તેમણે કહ્યું કે સ્ટાર્ટઅપ નવા ભારતનો આધાર-સ્તંભ બનશે. વર્ષ 2013-14માં જ્યા ચાર હજાર પેટન્ટને સ્વીકૃતિ મળી હતી ત્યારે ગયા વર્ષે તેની સંખ્યા 28 હજાર થઈ ગઈ છે. આજે દેશમાં 60,0000થી વધારે સ્ટાર્ટઅપ યુનિટ છે. તે પૈકી 42 યુનિકોર્ન (એક અબજ ડોલર કરતાં વધારે મૂલ્યાંકન) છે.