• Gujarati News
  • National
  • Narendra Modi To Inspect Affected Areas Of Bengal Odisha, Will Also Meet West Bengal CM Mamata Banerjee

ચક્રવાત પછી PMની રિવ્યૂ મીટિંગ:નરેન્દ્ર મોદી બંગાળ-ઓડિશાના અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે, પ.બંગાળનાં CM મમતા બેનર્જીને પણ મળશે

5 મહિનો પહેલા
ફાઇલ ફોટો.

આજે શુક્રવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પશ્ચિમ બંગાળ અને ઓડિશાનો પ્રવાસ કરશે. સૌથી પહેલા તેઓ ઓડિશાના ભુવનેશ્વરની રિવ્યૂ મીટિંગ કરશે, ત્યાર પછી બાલાસોર, ભદ્રક અને પૂર્વી મેદિનીપુરનું હવાઇ નિરીક્ષણ કરશે. આ જિલ્લાઓમાં જ ચક્રવાતથી ભારે નુકસાન પહોંચ્યું હતું. ત્યાર પછી તેઓ બંગાળમાં રિવ્યૂ મીટિંગ કરશે. અહીં રાજ્યપાલ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી મોદીની કલાઇકુંડા એરફોર્સ સ્ટેશન પર આગેવાની કરશે.

આના સિવાય પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી કલાઈકુંડા એરફોર્સ સ્ટેશન પર PM મોદીની મુલાકાત લેશે. આ મમતાની ત્રીજીવાર મુખ્યમંત્રી બન્યા પછી મોદી સાથે પ્રથમ મુલાકાત હશે. અહીં બંને વચ્ચે ચક્રવાતને કારણે થયેલા વિનાશ અંગે ચર્ચાઓ થશે. બીજી બાજુ, ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે સવારે 5 વાગ્યાની આસપાસ બિહાર અને ઝારખંડના પ્રદેશમાં ચક્રવાતનો અસર જોવા મળ્યો હતો.

આ તસવીર દક્ષિણ 24 પરગણાંની છે. અહીં વાવાઝોડા પછી ભારે વરસાદને કારણે બધે પાણી ભરાયાં હતાં. આ દરમિયાન એક વ્યક્તિ પોતાનો સામાન ભરીને સલામત સ્થળે જઈ રહી હતી.
આ તસવીર દક્ષિણ 24 પરગણાંની છે. અહીં વાવાઝોડા પછી ભારે વરસાદને કારણે બધે પાણી ભરાયાં હતાં. આ દરમિયાન એક વ્યક્તિ પોતાનો સામાન ભરીને સલામત સ્થળે જઈ રહી હતી.

સામાન્ય જીવન ઝડપથી લાગુ કરવા આદેશ
આની પહેલાં ચક્રવાતના પ્રભાવ અંગે પ્રધાનમંત્રીએ એક રિવ્યૂ મીટિંગ કરી હતી. તેમણે ઓફિશિયલ પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતું કે આ મીટિંગમાં વિવિધ પાસાં અંગે ચર્ચાઓ હાથ ધરાઇ હતી. આમાં તેમણે કહ્યું હતું કે NDRFની કુલ 106 ટીમને બંગાળ અને 46 ટીમને ઓડિશામાં તહેનાત કરાઇ છે. આ દરમિયાન 1 હજારથી વધુ લોકોને બચાવી લીધા છે અને 2500થી વધુ થાંભલાઓ અને વૃક્ષને હટાવી દેવાયાં હતાં, જેના કારણે રસ્તાઓ જામ થઇ ગયા હતા.

મોટા ભાગના વિસ્તારોમાં વીજળી અને અન્ય સેવાઓ રદ કરી દેવામાં આવી છે. બેઠકમાં PMએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યોમાં એજન્સીઓએ ચક્રવાતના પડકારનો સામનો કરવા માટે મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. એની સાથે તેમણે એજન્સીઓને સામાન્ય જીવન ઝડપથી યથાવત્ કરવા આદેશ આપ્યો હતો.

આ તસવીર સુંદરવનના ગોસાબા ગામની છે. અહીં તોફાનને કારણે વધુ નુકસાન થયું હતું. આ દરમિયાન ગામના લોકોને બચાવી સલામત સ્થળે લઈ જવાયા હતા.
આ તસવીર સુંદરવનના ગોસાબા ગામની છે. અહીં તોફાનને કારણે વધુ નુકસાન થયું હતું. આ દરમિયાન ગામના લોકોને બચાવી સલામત સ્થળે લઈ જવાયા હતા.

બંને રાજ્યોમાં 24 લાખથી વધુ લોકો પ્રભાવિત
બંગાળ અને ઓડિશામાં તોફાનથી 21 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. મકાન તૂટી જવાને કારણે 4 લોકોનાં મોત નીપજ્યાં હતાં, તેમાંથી 3 ઓડિશા અને એક બંગાળના છે. પૂર્વ મેદનીપુર જિલ્લાના દિઘા, શંકરપુર, મંદારામણિ દક્ષિણ 24 પરગણાં જિલ્લા, બકખાલી, સંદેશખાલી, સાગર, ફ્રેઝરગંજ, સુંદરવન વગેરે સ્થળોએ આ વાવાઝોડામાં 3 લાખ લોકોનાં મકાનો ધરાશાયી થયાં હતાં. 134 ડેમ તૂટી ગયા છે, જેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે.

અપડેટ્સ

  • ગુરુવારે બપોરે બંગાળના મુર્શિદાબાદમાં હરિહરપરામાં વીજળી પડવાને કારણે તાહાસેન શેખ અને સઈદુલ ઇસ્લામનું મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં 5 લોકો ઘાયલ થયા છે.
  • બંગાળમાં, દક્ષિણ 24 પરગણાં જિલ્લાના સાગર, સુંદરવન, ફ્રેઝરગંજ, સંદેશ ખલી, બકખાલી વગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.
  • દિઘા બીચ પર, દરિયાનાં મોજાં જોરશોરથી ઉપર ઊઠી રહ્યા છે, દરિયાનાં આક્રમક મોજાંઓ, ભારે વરસાદ અને જોરદાર પવન વચ્ચે સમુદ્રનું પાણી સતત વીઆઇપી વિસ્તારમાં પ્રવેશી રહ્યું છે.
  • ઓડિશાના રાઉરકેલા એરપોર્ટ સિવાય, અન્ય તમામ એરપોર્ટ્સ પર ફ્લાઇટ્સની ઉડાન શરૂ થઈ ગઈ છે.
  • એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કહ્યું હતું કે વાવાઝોડાથી રાંચી એરપોર્ટને વધારે અસર થશે નહીં. જોકે દરભંગા અને પટના એરપોર્ટને અલર્ટ પર રાખવામાં આવ્યાં છે.
અન્ય સમાચારો પણ છે...