• Gujarati News
  • National
  • Narendra Modi Security Vs Punjab Police Update; Central Investigation Team Reaches Firozpur Today

PMની સુરક્ષામાં ચૂક અંગે તપાસ:ફિરોઝપુરમાં, જ્યાં નરેન્દ્ર મોદીનો કાફલો ફસાયો હતો ત્યાં પંજાબના ADGP સહિત ટોચના અધિકારીઓને બોલાવીને પૂછપરછ કરાઈ

15 દિવસ પહેલા
3 સભ્યની કેન્દ્રીય ટીમ પંજાબ પહોંચી,
  • PMનો કાફલો રોકવાના કેસમાં 150 લોકો સામે FIR

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં જે મોટી ચૂક જોવા મળી હતી એની તપાસ શરૂ થઈ ચૂકી છે. આ માટે 3 સભ્યની કેન્દ્રીય કમિટી પંજાબ પહોંચી ગઈ છે. સૌથી પહેલા તો ટીમે ઘટનાસ્થળે પહોંચી, જ્યાં PM મોદીનો કાફલો ફસાયો હતો. ત્યાર પછી BSFના ફિરોઝપુર કેમ્પમાં ગઈ હતી. આ દરમિયાન ફિરોઝપુર રેન્જના DIG ઈન્દ્રબીર સિંહ અને SSP હરમનદીપ સિંહને અહીં બોલાવી તપાસ કરી હતી.

  • આના સિવાય કાફલો જ્યાં ફસાયો હતો એ સ્થળે ચક્કાજામ સમયે જે પોલીસકર્મચારી હાજર હતા તેમની સાથે ટીમે પૂછપરછ કરી હતી.
  • પંજાબ સરકાર તરફથી PM સિક્યોરિટીની જવાબદારી સંભાળી રહેલા એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (ADGP) જી.નાગેશ્વર રાવ અને પંજાબના કાર્યકારી ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) સિદ્ધાર્થ ચટ્ટોપાધ્યાયને પૂછપરછ માટે બોલાવાયા હતા.

કેન્દ્રીય ટીમની તપાસમાં આ પાસાં પણ સામેલ

  • જ્યાં PM મોદીનો કાફલો ફસાયો ત્યાં ફ્લાય ઓવરની ચારેબાજુ કેવી સ્થિતિ હતી?
  • પ્રદર્શનકારીઓ PMની ગાડીથી કેટલા દૂર હતા?
  • આ દરમિયાન ત્યાં કેટલા પોલીસ હાજર હતા? આસપાસ કેટલાં ગામ હતાં અને અહીંથી બોર્ડર કેટલી દૂર છે?
  • ત્યાર પછી ટીમ ફિરોઝપુરના SSPની ઓફિસે જવાની હતી, પરંતુ તાત્કાલિક BSFના કેમ્પ પહોંચી ગઈ હતી. જ્યાં પોલીસ સહિત અન્ય ઓફિસર્સની પૂછપરછ કરી હતી.

PMનો કાફલો રોકવાના કેસમાં 150 લોકો સામે FIR
પંજાબ સરકારે PMના કાફલાને રોકવાના કેસમાં 150 લોકો સામે કેસ દાખલ કરાયો છે. જોકે આમાં કોઈનાં નામ નથી લખાયાં, પરંતુ કુલગઢી પોલીસ સ્ટેશનમાં દાખલ ફિરોઝપુર રોડ પર ચક્કાજામમાં સંકડાયેલા તમામ લોકોને આરોપી જાહેર કરાયા છે. PMની સુરક્ષાનો મોટો મુદ્દો બન્યા બાદ પંજાબ સરકાર ટૂંક સમયમાં તેમની ધરપકડ કરી શકે છે. આ અંગે ખેડૂત સંગઠનો તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

દિલ્હીથી આવેલી ટીમમાં IB અને SPGના ટોચના અધિકારીઓ સામેલ
દિલ્હીની કેન્દ્રીય ટીમમાં ઈન્ટેલિજન્સ બ્યૂરો (IB)ના જોઈન્ટ ડાયરેક્ટર બલબીર સિંહ, સુરક્ષા સચિવ સુધીર કુમાર સક્સેના અને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (SPG)ના આઈજી એસ. સુરેશનો સમાવેશ થાય છે. તાજેતરમાં પંજાબમાં BSFની રેન્જ 15થી વધારીને 50 કિમી કરવામાં આવી છે.

પંજાબ સરકારની સમિતિએ કેન્દ્રને રિપોર્ટ મોકલ્યો
વડાપ્રધાનની સુરક્ષામાં છીંડાંના કેસમાં કેન્દ્ર સિવાય પંજાબ સરકારે પણ બે સભ્યની તપાસ ટીમની રચના કરી છે, જેમાં નિવૃત્ત જસ્ટિસ મહેતાબ સિંહ ગીલ અને રાજ્યના ગૃહ સચિવ અનુરાગ વર્માનો સમાવેશ થાય છે. આ તપાસનો પહેલો રિપોર્ટ કેન્દ્ર સરકારને મોકલવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓને પંજાબની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...