• Gujarati News
  • National
  • The Only Punishment For Blocking The Way Of Prime Minister Modi Is Rs 200. Modi Is Not Even Mentioned In The Case

આવી કાંઈ FIR હોય !:મોદીની સુરક્ષામાં ચૂક મામલે ચોંકાવનારી FIR, PMનો ફરિયાદમાં ક્યાંય ઉલ્લેખ જ નહિ, કાફલો રોકનારને માત્ર 200 રૂપિયાનો જ દંડ

ચંદીગઢ14 દિવસ પહેલા
  • પંજાબ પોલીસે FIRમાં કોઈના પણ નામનો ઉલ્લેખ કર્યો નથી
  • PMની સુરક્ષા માટે બનેલા SPG એક્ટને પણ લગાવવામાં આવ્યો નથી

ફિરોઝપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાનો રસ્તો રોકવાની સજા માત્ર 200 રૂપિયા છે. આવું એટલા માટે છે, કારણ કે પંજાબ પોલીસે કુલગઢી પોલીસ સ્ટેશનમાં જે કેસ નોંધાવ્યો છે એમાં IPCની કલમ 283 લગાવવામાં આવી છે. આ કલમમાં સજા 200 રૂપિયા છે. એમાં જામીન પણ પોલીસ સ્ટેશનમાં જ થઈ જાય છે. આરોપીએ કોર્ટ સુધી પણ જવાની જરૂર નથી.

પંજાબ પોલીસે FIRમાં કોઈનું પણ નામ લખ્યું નથી. અચરજ પમાડનારી વાત એ છે કે એમાં ક્યાંય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાફલો રોકવાની વાતનો ઉલ્લેખ નથી. એમાં PMની સુરક્ષા માટે બનેલા SPG એક્ટને પણ લગાવવામાં આવ્યો નથી.

પોલીસ ફરિયાદ નોંધવામાં 18 કલાકનો સમય લાગ્યો
સુપ્રીમકોર્ટમાં અરજી થયાની જાણ થતાં જ પંજાબ પોલીસે કેસ તો નોંધી લીધો, જોકે એમાં તેમની જ ચૂક છતી થઈ ગઈ. પહેલી વાત તો એ છે કે એમાં 18 કલાકનો સમય લગાવી દીધો. ભાજપના નેતાઓનો દાવો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 1.05 વાગ્યે ફલાય ઓવર પહોંચી ગયા હતા. તેમ છતાં પોલીસકર્મચારી ત્યાં અઢીથી 3 વાગ્યાની વચ્ચે પહોંચ્યા હતા. આ સિવાય કેસ પણ બીજા દિવસે એટલે કે 6 જાન્યુઆરીએ સાંજે 7.40 વાગ્યે નોંધાયો છે.

પંજાબ પોલીસના ઈન્સ્પેક્ટરે ફરિયાદ નોંધાવી
પંજાબની ચન્ની સરકાર દ્વારા ઈન્સ્પેક્ટર બિરબલ સિંહના નિવેદન પર કેસ નોંધાયો છે. એમાં કહેવામાં આવ્યું છે કે તે DSP સુરિંદર બાંસલની સાથે સિક્યોરિટી રૂટ પર ફિરોઝપુર ગયા હતા. જ્યારે તે પોલીસ સ્ટેશને જઈને કૃષિ ભવનના નજીકના રૂટ પર ડ્યૂટી કરી રહ્યા હતા તો માહિતી મળી કે ફિરોઝપુરથી મોગા રોડ પર ગામ પ્યારેઆના પુલ સેમનાલા પર કેટલાક અજ્ઞાત વ્યક્તિઓ ધરણાં કરી રહી હતી. એને પગલે રોડ પરથી પસાર થતી આમ પબ્લિક, રેલીમાં જનારા લોકો અને વીઆઈપીની ગાડીઓ માટેનો રસ્તો બંધ છે. તેઓ અઢીથી 3 વાગ્યાની વચ્ચે ઘટનાસ્થળે પહોંચ્યા હતા, એ પછીથી અજ્ઞાત વ્યક્તિઓ પર કેસ નોંધવામાં આવ્યો છે.

શું થયું હતું?
PM નરેન્દ્ર મોદી 5 જાન્યુઆરીએ પંજાબના ફિરોઝપુરમાં એક રેલીને સંબોધિત કરવા જવાના હતા. આ દરમિયાન રાજ્યમાં 42,750 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં PM મોદીનો આ પ્રવાસ ખૂબ જ મહત્ત્વનો ગણવામાં આવતો હતો. વરસાદી વાતાવરણ હોવાના લીધે હેલિકોપ્ટરમાં જવાના બદલે PM મોદીનો કાફલો જમીન માર્ગે જઈ રહ્યો હતો. ખેડૂતોના વિરોધ અને ચક્કાજામના લીધે ભટિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પ્યારેઆના ગામ પાસે ફ્લાઈઓવર પર PM મોદીનો કાફલો 20 મિનિટ સુધી ફસાયેલો રહ્યો હતો. આમ સુરક્ષામાં મોટી ચૂક થતાં PM મોદી પોતાનો કાર્યક્રમ મોકૂફ રાખી દિલ્હી પરત ફર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...