વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબમાં પ્રથમ ફિઝિકલ ચૂંટણી રેલી થઈ ગઈ છે. PM મોદી પાધડી પહેરીને રેલીમાં પહોંચ્યા છે. CM ચરણજીત ચન્નીનું હેલિકોપ્ટર રોકવાના મુદ્દે અપ્રત્યક્ષ રીતે પીએમએ કોંગ્રેસને ઘેરી છે. તેમણે કહ્યું કે જ્યારે હું ગુજરાતનો સીએમ હતો અને પીએમનો ઉમેદવાર બનાવવામાં આવ્યો ત્યારે પ્રચાર માટે પઠાનકોટ આવ્યો હતો. મારે હિમાચલ પ્રવાસે જવાનું હતું. ત્યારે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધીના કારણે મારા હેલિકોપ્ટર ઉડવા ન દેવાયું. તેમને સત્તાનો એટલો ઘંમડ હતો.
ગલી-મોહલ્લામાં દારૂના ઠેકા ખોલાવવામાં એક્સપર્ટ
પીએમએ આમ આદમી પાર્ટી પર પ્રહારો કરતા કહ્યું કે ગલી-મોહલ્લામાં દારૂના ઠેકા ખોલાવવાના એક્સપર્ટ છે. પંજાબે તેનાથી સતર્ક રહેવું પડશે. તે પંજાબને નશા માફિયાના હવાલે કરવા માંગે છે. તે એવા લોકો છે, જે સર્જિકલ સ્ટ્રાઈક પર સબૂત માંગી રહ્યાં હતા. પાકિસ્તાનના સૂરમાં સૂર મેળવતા હતા.
અકાલી દળે અમારી સાથે અન્યાય કર્યો
પીએમ મોદીએ અકાલી દળ પર પ્રહાર કરતા કહ્યું કે અમારી સાથે અન્યાય થયો છે. ભાજપના ડેપ્યુટી સીએમ બનવા જોઈતા હતા. મનોરંજન કાલિયાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા નહોતા. તેની જગ્યાએ પ્રકાશ સિંહ બાદલે તેમના પુત્રને બનાવી દીધો. જોકે અમે પંજાબના હિતને ધ્યાનમાં રાખીને આ વાતને મંજૂર રાખી.
મંદિર જવા માંગતો હતો, પોલીસ-પ્રશાસને હાથ અધ્ધર કર્યા
હું રેલી પછી શ્રી દેવી મતાજીના મંદિરમાં દર્શન કરવા માંગતો હતો. જોકે અહીંની પોલીસ અને પ્રશાસને હાથ અધ્ધર કરી દીધા. તેમણે કહ્યું કે અમે બંદોબસ્ત ન કરી શકીએ. તમે હેલિકોપ્ટરમાં જાવ. હું બીજી વખત જરૂર જઈશ અને માતાજીના ચરણોમાં માથું ટેકવીને આવીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.