તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Narendra Modi | Prime Minister Narendra Modi On Aligarh Ka Tala Muslims Link Ahead UP Assembly Election 2021

UP ચૂંટણી પહેલાં મોદીએ સંભળાવી કહાની:વડાપ્રધાને કહ્યું- અમારા ગામમાં મુસ્લિમ મહાશય અલીગઢના તાળાં વેચવા આવતા હતા, મારા પિતાજી સાથે એમને સારું બનતું

9 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે અલીગઢ પહોંચ્યા હતા. વડાપ્રધાને અહીં ડિફેન્સ કોરિડોર નોડ અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ સ્ટેટ યુનિવર્સિટીનો શિલાન્યાસ કર્યો છે. આ મુલાકાત યુનિવર્સિટી અને ડિફેન્સ સાથે જોડાયેલી હતી પરંતુ વિધાનસભા ચૂંટણીની છાંટ પણ દેખાતી હતી. પોતાની સિગ્નેચર સ્ટાઈલમાં મોદીએ પણ એક કિસ્સો સંભળાવ્યો હતો. મોદીએ અલીગઢના તાળા અને મુસ્લિમોની એક લિંક તેમના ગામ સાથે જોડી હતી. તેમણે કહ્યું- અમારા ગામમાં એક મુસ્લિમ મહાશય તાળા વેચવા આવતા અને તેમને મારા પિતા સાથે સારું બનતું હતું.

બાળપણની કહાની: ઉદ્દબોધન દરમિયાન મોદીએ કહ્યું, આજે બાળપણની વાત કરવાનું મન થાય છે. લોકો પોતાના ઘર કે દુકાનની સુરક્ષા માટે અલીગઢના વિશ્વાસ પર રહેતા હતા. કારણકે અલીગઢના તાળા લગાવેલા હોય તો લોકો નિશ્ચિંત રહે છે. અંદાજે 55-60 વર્ષ જૂની વાત છે. અલીગઢના તાળાના એક સેલ્સમેન હતા. એક મુસ્લિમ મહેરબાન હતા. તેઓ દર ત્રણ મહિને અમારા ગામમાં આવતા હતા. તેઓ કાળું જેકેટ પહેરતા હતા.

મુસ્લિમ મહાશય સેલ્સમેન હોવાના કારણે તેમના તાળા વેપારીઓને આપીને જતા હતા અને ત્રણ મહિના પછી આવતા ત્યારે પૈસા લઈ જતા. આસપાસના ગામોમાં પણ તે આ રીતે જ કામ કરતાં હતા. મારા પિતાજી સાથે એમની સારી મિત્રતા હતી. આખા દિવસમાં જે પૈસા વસુલ કરતા હતા તે મારા પિતાજીને આપીને જતા હતા. તેઓ 4-6 દિવસ અમારા ગામની આસપાસ જ રહેતા અને જ્યારે જવાનો ટાઈમ થતો ત્યારે મારા પિતાજી પાસે આવીને પૈસા લઈને નીકળી જતા હતા.

અમે સીતાપુર અને અલીગઢના ખૂબ જાણકાર છીએ. આંખની બીમારીની સારવાર કરાવવા અમારા ગામના દરેક લોકો સીતાપુર જતા હતા. બીજું કે તે મહાશયના કારણે અલીગઢનું નામ વારંવાર સાંભળતા હતા. ગઈકાલ સુધી જે અલીગઢ તાળાઓ દ્વારા ઘર અને દુકાનોની રક્ષા કરતા હતા, 21મી સદીમાં મારુ અલીગઢ દેશની સીમાઓની રક્ષાનું કામ કરશે. વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ યોજના અંતર્ગત યુપી સરકારે અલીગઢના તાળા અને હાર્ડવેરને નવી ઓળખ આપવાનું કામ કર્યું છે.

કચ્છનું અલીગઢ કનેક્શન
મોદીએ રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહની સાથે ગુજરાતના સ્વતંત્રતા સંગ્રામ સેનાની શ્યામજી કૃષ્ણ વર્માનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, પ્રથમ વિશ્વ યુદ્ધના સમયમાં રાજા મહેન્દ્ર પ્રતાપ ખાસ કરીને શ્યામજી કૃષ્ણ વર્મા જી અને લાલા હરદયાલજીને મળવા માટે યુરોપ ગયા હતા. તે બેઠકમાં જે દિશા નક્કી થઈ તેનું પરિણામ અમને અફઘાનિસ્તાનમાં પહેલી નિર્વાસિત સરકાર તરીકે જોવા મળી.
જ્યારે હું ગુજરાતમાં મુખ્યમંત્રી હતો ત્યારે શ્યામજી કૃષ્ણ વર્માની અસ્થિઓને 73 વર્ષ પછી ભારત લાવવામાં સફળતા મળી. કચ્છવા માંડવીમાં તેમનું એક સ્મારક છે. જ્યાં તેમનો અસ્થિ કળશ રાખવામાં આવ્યો છે. આજે દેશના વડાપ્રધાન તરીકે મને ફરી તે સૌભાગ્ય મળ્યું છે કે, રાજા મહેન્દ્ર પ્રતાપજી જેવા દૂરદર્શી અને મહાન સ્વતંત્રતા સેનાનીના નામ પર બનનાર યુનિવર્સિટીનો શિલાન્યાસ કરી રહ્યો છું.

ડબલ એન્જીન વાળી સરકારનો ફાયદો
મોદીએ કેન્દ્ર અને રાજ્ય સરકારના સમન્વય વિશે પણ એક વાત કહી હતી. તેમણે કહ્યું, મુખ્યમંત્રી યોગીની આગેવાનીમાં ઉત્તર પ્રદેશનો ઘણો વિકાસ થયો છે. અહીં દેશ અને દુનિયાના દરેક નાના-મોટા રોકાણકારો આવી રહ્યા છે. આવું ત્યારે જ થાય છે જ્યારે રોકાણનું એક વાતાવરણ ઉભું થાય છે, જરૂરી સુવિધાઓ મળે છે. કેન્દ્ર અને યોગી સરકાર સાથે મળીને લોકોને આ સુવિધા આપવાનું જ કામ કરી રહી છે. આજે ઉત્તર પ્રદેશ ડબલ એન્જિન સરકારના ડબલ લાભનું એક મોટું ઉદાહરણ બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...