• Gujarati News
  • National
  • Narendra Modi Prayagraj Visit Update; UP Election 2020 News | PM Modi On Women Empowering Schemes Beneficiaries

PMની રેલીમાં મહિલાઓની રાજકીય એન્ટ્રી:પ્રયાગરાજમાં કહ્યું- હવે કોઈ ખતરો નથી, નવા યૂપીને કોઈ અંધકારમાં ધકેલી નહીં શકે

એક મહિનો પહેલા

પ્રયાગરાજમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંપૂર્ણ ફોકસ અડધી વસતિ પર રહ્યું. અહીં મહિલાઓને સંબોધિત કરતા તેમણે કહ્યું કે મને પૂરો વિશ્વાસ છે કે આ નવા યૂપીને કોઈ ફરી અંધકારમાં નહીં ધકેલી શકે. 5 વર્ષ પહેલા માર્ગો પર ગુંડારાજ હતું. દીકરીઓનું સ્કૂલ-કોલેજ જવું મુશ્કેલ હતું. દીકરીઓ કશું જ કહીં શકતી નહોતી. પોલીસ સ્ટેશન જાય તો રેપિસ્ટના પક્ષમાં ફોન આવી જતો હતો. યોગીજીએ ગુંડાઓને તેમની યોગ્ય જગ્યાએ પહોંચાડ્યા છે. આજે યૂપીમાં સુરક્ષા છે, અધિકાર છે, સંભાવનાઓ છે, વ્યાપાર પણ છે.

મોદીએ કહ્યું કે દેશભરની સૈનિક સ્કૂલોમાં દીકરીઓને એડમિશન આપવાનો નિર્ણય તેમની સરકારે લીધો. ટ્રીપલ તલાક વિરુદ્ધ કાયદો અમારી સરકારે બનાવ્યો. કોઈ પણ જાતના ભેદભાવ વગર ડબલ એન્જીન સરકાર દીકરીઓના જીવનને ઉજ્જવળ બનાવા માટેના કામ કરી રહી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું છોકરીઓના લગ્નની ઉંમર 18 વર્ષ હતી. છોકરીઓ ઈચ્છતી હતી કે તેમને આગળ વધવાનો સમય મળે. તેથી લગ્નની ઉંમર 21 વર્ષ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. દેશ આ નિર્ણય દીકરીઓ માટે લઈ રહ્યો છે. તેનાથી કોને તકલીફ થઈ રહી છે તે દરેક જાણે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓએ હાજરી આપી હતી

મોદીના ભાષણની મોટી વાતો

  • યૂપીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના પ્રમાણે 30 લાખથી વધુ ઘર બન્યા. તેમાં 25 લાખ ઘરોની રજિસ્ટ્રીમાં મહિલાઓનું જ નામ છે. આ જ સાચુ સશક્તિકરણ છે.
  • સ્વ-સહાયતા સમૂહ રાષ્ટ્ર સહાયતા સમૂહ છે. છેલ્લા પાંચ વર્ષોમાં તેમાં 13 ગણો વધારો થયો. મહિલાઓ માટે અમારી સરકાર તેમની મુશ્કેલીઓને જોતા નિર્ણયો લઈ રહી છે.
  • કોરોનાના કપરા સમયમાં પણ તમારા ઘરનો ચૂલો ચાલુ રહ્યો તે માટે મફત અનાજ આપવાની યોજના અમારી સરકાર જ લાવી
  • પોષણવાળું રાશન હવે મહિલાઓ જાતે બનાવશે. આ ખૂબ જ મોટું કામ છે. વાર્ષિક હજારો કરોડ રુપિયાનું કામ છે. જે 202 યુનિટનું આજે શિલાન્યાસ થયો છે, તેનાથી મહિલાઓની ઈનકમમાં વધારો થશે.
  • અમારી સરકારે દીકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કર્યા છે.
  • યૂપીમાં નારી સશક્તિકરણનું જે કામ થયું છે તે સમગ્ર દેશ જોઈ રહ્યો છે. એક લાખ મહિલાઓના ખાતામાં મારે કરોડો રુપિયા ટ્રાન્સફર કરવાનું સૌભાગ્ય મળ્યું.
  • કાનપુર અને કાશી પણ આવશે PM
મંચ પર નરેન્દ્ર મોદી સાથે CM યોગી પણ ઉપસ્થિત રહ્યા હતા
મંચ પર નરેન્દ્ર મોદી સાથે CM યોગી પણ ઉપસ્થિત રહ્યા હતા
  • 23 ડિસેમ્બર: કાશીમાં તેમની જનસભા સંબોધશે. આ દરમિયાન તેઓ 1500 કરોડની યોજનાઓ શરુ કરવા જઈ રહ્યા છે.
  • 28 ડિસેમ્બર: કાનપુર IITના દીક્ષાંત સમારોહમાં આવશે. પછી નિરાલા નગર રેલવે મેદાનમાં લોકપર્ણ અને શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપશે. આશરે એક કલાક 45 મિનિટ કાનપુરમાં વિતાવશે.
અન્ય સમાચારો પણ છે...