કોરોના ફાઈટર્સ સાથે PMની વાત:નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના સરકારી હોસ્પિટલની નર્સની કામગીરીને ફોન પર બિરદાવી

નવી દિલ્હી2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા સારી કામગીરી કરતા લોકોનો હોંસલો વધારવાનું કામ કરતા રહે છે.પીએમ મોદીએ મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલ નાયડૂની વરિષ્ઠ નર્સને તેના પર્સનલ નંબર પર ફોન કરીને તેમના કામની પ્રશંસા કરી હતી.  આ કર્મચારી એ જાણીને ચોંકી ગઈ હતી કે, દેશના વડાપ્રધાને પોતે તેમને ફોન કર્યો છે.
વડાપ્રધાને સિસ્ટર કહીને વાતની શરૂઆત કરી હતી તેમણે કહ્યું કે, નમસ્તે સિસ્ટર છાયા, આપ કેમ છો? સિસ્ટરે જવાબમાં કહ્યું કે. હું એકદમ મજામાં છું સર. ત્યારબાદ વડાપ્રધાને પુછ્યું કે, તમે તમારા પરિવારને કેવી રીતે આશ્વાસન આપો છો કારણ કે હાલના દિવસોમાં તમને જીવને જોખમમાં મૂકીને બધાની સેવામાં લાગી ગયા છો, તો સ્વાભાવિક છે કે તમારા પરિવારને પણ તમારી ચિંતા થતી હશે. આ વાતના જવાબામાં છાયાએ કહ્યું કે, હાં ચિંતા તો થાય છે પણ કામ તો કરવું પડશેને સર. સેવા આપવાની છે..

આ ડરવાનો સમય નથી કોરોનાને ભગાડી દેશને જીતાડવાનો સમય ઃનર્સ છાયા 
વડાપ્રધાને વધુમાં પુછ્યું કે, જ્યારે નવા દર્દી આવે છે તો લોકો ગભરાયેલા આવે છેને..નર્સ છાયાએ કહ્યું- હા સર લોકો ગભરાય છે, પણ અમે તેમને આશ્વાસન આપીએ છીએ. તમારો રિપોર્ટ સારો આવશે અને જો પોઝિટિવ આવશે તો પણ ચિંતા ન કરશો.. આ હોસ્પિટલમાંથી સાત દર્દીઓ સ્વસ્થ થયા છે. અમે તેમને દવા આપીએ છીએ, વાતચીત કરી છે તો તેમને પણ સારું લાગે છે. દર્દીઓના મનમાં ડર હોય છે તેને અમે કાઢીએ છીએ. ત્યારબાદ વડાપ્રધાને પુછ્યું કે, દેશભરમાં કામ કરી રહેલા મહિલા અને પુરુષ માટે તમારો શો સંદેશ છે તો સિસ્ટર છાયાએ કહ્યું કે, આ સમય ડરવાનો નહીં પણ કામ કરવાનો છે. આ સમય કોરોના જેવી બિમારીને ભગાડી દેશને જીતાડવાનો છે. 
પૂણેમાં કોવિડ-19ની સારવાર માટે જાણીતા આઈસોલેશન વોર્ડમાંથી એક નાયડૂ હોસ્પિટલના પ્રભારી અને સાર્વજનિક સ્વાસ્થ્ય નિષ્ણાત સંજીવ વાવરેએ કહ્યું કે, ‘નાયડૂ હોસ્પિટલમાં નોવેલ કોરોના વાઈરસ સંક્રમણના રોગીઓની સંભાળ કરવા માટે કુલ 60 નર્સ સામેલ છે. જ્યારે નાયડૂ હોસ્પિટલમાં કામ કરનારી નર્સોની માહિતી માટે વડાપ્રધાન કાર્યાલયે ગુરુવારે અમારો સંપર્ક કર્યો, તો અમે થોડા નામ આપ્યા હતા’

અન્ય સમાચારો પણ છે...