નોર્થ-ઈસ્ટમાં મોદી મેજિક:વડાપ્રધાન લોક કલાકારને ઢોલ વગાડતા જોઈ પોતાને રોકી ન શક્યા, જોડે જઈ ઢોલ વગાડવા લાગ્યા

16 દિવસ પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મણિપુર અને ત્રિપુરા પહોંચ્યા હતા. અહીં તેમણે 4800 કરોડના પ્રોજેક્ટનો પાયો નાખ્યો. મોદી જ્યારે ત્રિપુરા પહોંચ્યા ત્યારે અહીં તેમને જોવા માટે મેદાનમાં ભારે ભીડ ઉમટી પડી હતી. મહિલાઓ તેમના પોસ્ટર સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી.

આ દરમિયાન એક રસપ્રદ ઘટના પણ બની. મોદીને આવકારવા ત્રિપુરાના લોક કલાકારો હાજર રહ્યા હતા. તેમને જોઈને વડાપ્રધાન અટકી ગયા. એક કલાકાર પરંપરાગત ઘંટ સાથે ઊભો હતો, તો મોદીએ આ વાદ્ય પર પણ હાથ અજમાવ્યો. આગળ વધ્યા તો એક કલાકાર ઢોલ વગાડી રહ્યો હતો. તેને જોઈને મોદી પોતાની જાતને રોકી ન શક્યા અને પોતે જ ઢોલ વગાડવા લાગ્યા. થોડીવાર સુધી ઢોલ વગાડ્યા બાદ મોદીએ કલાકારોનું અભિવાદન કર્યું અને વિદાય લીધી.

મોદીએ કહ્યું- ત્રિપુરાના વિકાસનું મોડલ બનશે HIRA
મોદીએ અગરતલામાં મહારાજા બીર બિક્રમ એરપોર્ટના નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યું. તે 3400 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમણે મુખ્યમંત્રી ત્રિપુરા ગ્રામ સમૃદ્ધિ યોજના અને 100 વિદ્યાજ્યોતિ શાળાઓના પ્રોજેક્ટની પણ શરૂઆત કરી.

સ્વામી વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી રેલી દરમિયાન મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો પાસે આ રાજ્ય માટે કોઈ વિઝન નથી. હું ખાતરી આપું છું કે HIRA એટલે કે હાઈવે, ઈન્ટરનેટ, રેલવે અને એરપોર્ટ ત્રિપુરાના વિકાસનું મોડેલ બનશે. ત્રિપુરાને ઉત્તર-પૂર્વનું પ્રવેશદ્વાર બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

શું છે PM મોદીનું HIRA મોડલ?
ત્રિપુરામાં વડાપ્રધાન મોદીએ હીરા મોડલનો ઉલ્લેખ કર્યો. તેઓએ કહ્યું Hથી હાઈવે, Iથી ઈન્ટરનેટ, Rથી રેલવે અને Aથી એરવેઝ. તેઓએ કહ્યું, આજે હીરા મોડલ પર ત્રિપુરા પોતાની કનેક્ટિવિટી સુધારી રહ્યાં છે, પોતાની કનેક્ટિવિટી વધારી રહ્યાં છે.

તસવીરોમાં જૂવો મોદીની મુલાકાત

અગરતલાના વિવેકાનંદ ગ્રાઉન્ડમાં રેલી દરમિયાન સ્પીચ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
અગરતલાના વિવેકાનંદ ગ્રાઉન્ડમાં રેલી દરમિયાન સ્પીચ આપતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
વિવેકાનંદ ગ્રાઉન્ડમાં મહિલાઓ મોદીના પોસ્ટર સાથે સેલ્ફી લેત નજરે આવી
વિવેકાનંદ ગ્રાઉન્ડમાં મહિલાઓ મોદીના પોસ્ટર સાથે સેલ્ફી લેત નજરે આવી
વિવેકાનંદ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ભીડ ઉમટી
વિવેકાનંદ ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન ભીડ ઉમટી
અગરતલાના માર્ગો પર રેલી પહેલા મોદીના પોસ્ટર સાથે ભીડ નજરે આવી
અગરતલાના માર્ગો પર રેલી પહેલા મોદીના પોસ્ટર સાથે ભીડ નજરે આવી
વિવેકાનંદ ગ્રાઉન્ડમાં મોદીની રેલી દરમિયાન ઉમટી ભીડ
વિવેકાનંદ ગ્રાઉન્ડમાં મોદીની રેલી દરમિયાન ઉમટી ભીડ
અન્ય સમાચારો પણ છે...