તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • National
 • Article 371 Could Be A Way To Establish Trust In The Valley, It Currently Applies In 11 States

કાશ્મીરમાં દિલનું અંતર ઘટાડવાની ફોર્મ્યુલા:અનુચ્છેદ-371 બની શકે છે ઘાટીમાં વિશ્વાસ સ્થાપિત કરવાનો એક રસ્તો, તે હાલ 11 રાજ્યોમાં લાગુ

નવી દિલ્હી3 મહિનો પહેલાલેખક: મુકેશ કૌશિક/મોહિત કંઘારી
 • કૉપી લિંક
 • આર્ટિકલ-371 હાલ દેશના 11 રાજ્યોના વિશિષ્ટ ક્ષેત્રોમાં લાગુ છે
 • આ અંતર્ગત રાજ્યની સ્થિતિ મુજબ તમામ જગ્યાએ અલગ-અલગ જોગવાઈઓ છે

જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ-370 અને પૂર્ણ રાજ્યનો દરજ્જો હટાવવાના એક વર્ષ 10 મહિના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યની 8 પાર્ટીઓના 14 નેતાઓ સાથે વડાપ્રધાન નિવાસ સ્થાને ગુરુવારે સાડા ત્રણ કલાકની મેરેથોન બેઠક કરી. આ બેઠકથી રાજ્યમાં રાજકીય સ્થિતિ ફરીથી સામાન્ય થવાની આશા છે.

બેઠક પછી પણ મહબૂબા મુફ્તી અને ઉમર અબ્દુલ્લા સહિત કાશ્મીરના નેતા પૂર્ણ રાજ્યનો દરજ્જો પરત આપવા ઉપરાંત આર્ટિકલ-370 ફરીથી લાગુ કરવા બાબતે અડગ જોવા મળ્યા. જોકે ઘાટીમાં હવે વિશ્વાસ સ્થાપિત કરવાની ફોર્મ્યુલા અનુચ્છેદ-371 બની શકે છે.

મહબૂબા મુફ્તીએ બેઠકમાં પણ પાકિસ્તાન સાથેની વાતચીતનો મુદ્દો ઉઠાવ્યો. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં સીમાંકનની પ્રક્રિયા ઝડપથી પુરી કરવા પર ભાર મૂક્યો, જેથી ચૂંટણીનો રસ્તો સાફ થઈ શકે.

શું છે આર્ટિકલ-371

 • આર્ટિકલ-371 હાલ દેશના 11 રાજ્યોના વિશિષ્ટ ક્ષેત્રોમાં લાગુ છે. આ અંતર્ગત રાજ્યની સ્થિતિના હિસાબથી તમામ જગ્યાએ અલગ-અલગ પ્રાવધાન છે. ​​​​​​
 • હિમાચલમાં આ કાયદાના પગલે કોઈ બિનહિમાચલી ખેતીની જમીન ખરીદી શકતો નથી.
 • મિઝોરમમાં કોઈ બિન-મિઝો આદિવાસી જમીન ખરીદી શકતા નથી પરંતુ સરકાર ઉદ્યોગો માટે જમીનનું અધિગ્રહણ કરી શકે છે. સ્થાનિક વસ્તીને શિક્ષણ અને નોકરીઓમાં વિશેષ અધિકાર મળે છે.
 • આ કાયદા અંતર્ગત મૂળ વસ્તીની પરંપરાઓથી વિરોધાભાસ થવા પર કેન્દ્રીય કાયદાઓનો પ્રભાવ સીમિત થઈ શકે છે.
 • જમ્મુ-કાશ્મીરના કેટલાક વિશિષ્ટ વિસ્તારમાં આવી જોગવાઈઓ લાગુ કરવામાં આવી શકે છે, જેનાથી આર્ટિકલ-370ને પુનઃસ્થાપિત કરવાની ક્ષેત્રીય પક્ષોની માંગ નબળી પડી જશે.

સીમાંકન પર મતભેદનું કારણ... જમ્મુથી વધુ સીટો હશે, કાશ્મીરી નેતા આ નથી ઈચ્છતા
ગુરુવારે દિલ્હીમાં થયેલી બેઠકમાં સીમાંકનની ફોર્મ્યુલા પર સ્પષ્ટ સહમતિ ન જોવા મળી. તેનુ કારણ આ રીતે સમજો...
1. રાજ્યમાં કેટલીક સીટોને ST માટે રિઝર્વ કરવામાં આવનાર છે. એટલે કે SCની 7 રિઝર્વ સીટોના રોટેશન સિવાય ST માટે 10-12 સીટોને રિઝર્વ કરવામાં આવી શકે છે.
2. રાજ્યની વિધાનસભા સીટો 83થી વધીને 90 થઈ જશે. પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીર માટે 24 વધારાની સીટ ખાલી રહે છે. રેફ્યુજી તેમાંથી એક તૃતીયાંશ સીટોને આરક્ષિત કરવાની માંગ કરી રહ્યાં છે.
3. જનગણના-2011 મુજબ, જમ્મુનો હિસ્સો ક્ષેત્રફળમાં 25.93 ટકા અને વસ્તીમાં 42.89 ટકા છે. જ્યારે કાશ્મીરનો હિસ્સો ક્ષેત્રફળમાં 15.73 ટકા અને વસ્તીમાં 54.93 ટકા છે.

ક્ષેત્રીય દળોને વાંધો શાં માટે?

 • પક્ષોનું માનવું છે કે સીમાંકનની 7 સીટમાં મોટો હિસ્સો જમ્મુનો જ હશે.
 • SC સીટોના રોટેશન પર વધો છે, કારણ કે કાશ્મીરમાં 96.4 ટકા મુસ્લિમ છે. SC સીટ થવાના કારણે ફાયદો થશે નહિ.
 • તેઓ POKની 24માંથી એક તૃતીયાંશ સીટ રિફ્યુજી માટે રીઝર્વ કરવાના પક્ષમાં નથી. જો આમ થાય છે તો પાવર જમ્મુમાં કેન્દ્રિત થઈ જશે.
અન્ય સમાચારો પણ છે...