વડાપ્રધાન નરેન્દ્ર મોદી BJPની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં સામેલ થવા શનિવારે હૈદરાબાદ પહોંચ્યા છે. આ દરમિયાન તેમને રિસીવ કરવા તેલંગાણાના CM કે.ચંદ્રશેખર રાવ એટલે કે KCR હાજર રહ્યા નહતા. છેલ્લા છ મહિનામાં આવું ત્રીજીવાર થયું છે, જ્યારે KCR વડાપ્રધાનને રિસીવ કરવા પહોંચ્યા નથી. આ પહેલાં મે અને ફેબ્રુઆરીમાં પણ તેઓ વડાપ્રધાનને રિસીવ કરવા નહોતા પહોંચ્યા.
બીજી બાજુ, વડાપ્રધાનના આવવાના થોડા કલાક પહેલાં જ વિપક્ષ તરફથી રાષ્ટ્રપતિ ઉમેદવાર યશવંત સિન્હાને રિસીવ કરવા આખા કેબિનેટ સાથે હૈદરાબાદના બેગમપેટ એરપોર્ટ પહોંચ્યા હતા. PM પણ આ જ એરપોર્ટ આવવાના છે, પરંતુ તેમના સ્વાગત માટે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) સરકારના માત્ર એક મંત્રી એરપોર્ટ પર હાજર રહેશે.
BJPની બેઠક વિરુદ્ધ KCR અને સિન્હાની બાઈકરેલી
રાવને 18 જુલાઈએ થનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સિન્હાએ તેમનું સમર્થન આપવાની જાહેરાત કરી છે. યશંવત સિન્હા ધારાસભ્યોનું સમર્થન લેવા માટે હૈદરાબાદ પહોંચ્યા છે. TRSએ હૈદરાબાદમાં થનારી BJPની રાષ્ટ્રીય કાર્યકારી બેઠકમાં જવાબ આપવા માટે સિન્હાના સપોર્ટમાં બાઈકરેલી બોલાવી છે.
એરપોર્ટથી જલવિહાર સુધી થનારી આ રેલીમાં સિન્હા અને KCR સામેલ થશે. બંને પાર્ટી વચ્ચે શહેરના રસ્તાઓ પર પોસ્ટરવોર છવાયેલું છે. ભાજપે કેન્દ્ર સરકારની સફળતા ગણાવવા બેનરો લગાવ્યાં છે જ્યારે TRSએ CM રાવ અને યશવંત સિન્હાનાં પોસ્ટર લગાવ્યા છે.
ગયા મહિને દેવગૌડાને મળવા બેંગલુરુ પહોંચ્યા હતા રાવ
વડાપ્રધાન ગઈ વખતે 26 મેના રોજ ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ (ISB)ના 20 વર્ષ પૂરાં થતાં હૈદરાબાદ પહોંચ્યા હતા. ત્યાં વડાપ્રધાને વૈષ્ણવ સંત રામાનુજાચાર્ય સ્વામીની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી' દેશને સમર્પિત કરી હતી. આ દરમિયાન પણ તબિયત સારી ના હોવાનું બહાનું કરીને CM રાવે વડાપ્રધાન સાથે મુલાકાત કરી નહોતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.