તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Narendra Modi Government's Big Decision PMO India; Changes In COVID Patients Hospitalization Policy

કોરોના મુદ્દે સરકારે પોલિસી બદલી:શંકાસ્પદ દર્દી પણ કોવિડ સેન્ટરમાં દાખલ થઈ શકે છે, હવે પોઝિટિવ રિપોર્ટ બતાવવો જરૂરી નહી

2 મહિનો પહેલા
સ્વાસ્થય વિભાગના જણાવ્યા પ્રમાણે કોઈ પણ શંકાસ્પદ દર્દીને સારવાર આપવાનો ઈનકાર નહીં કરી શકાય

કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને સ્વાસ્થય મંત્રાલયે દર્દીઓને દાખલ કરવાની પોલિસીમાં ફેરફાર કર્યા છે. હવે કોવિડ સેન્ટરમાં દાખલ થવા માટે દર્દીએ કોરોના પોઝિટિવનો રિપોર્ટ દર્શાવવો જરૂરી નથી. એટલે કે હવે શંકાસ્પદ દર્દી પણ કોવિડ સેન્ટરમાં દાખલ થઈ શકે છે. તેમને શંકાસ્પદ દર્દીઓના વોર્ડમાં દાખલ કરવામાં આવશે.

હેલ્થ મિનિસ્ટ્રીની નવી પોલિસીમાં આ નિયમ

  • કોરોનાના શંકાસ્પદ દર્દીઓને કોવિડ કેર સેન્ટર, ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર અથવા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલમાં સસ્પેક્ટેડ વોર્ડમાં દાખલ કરવામાં આવશે.
  • કોઈ પણ દર્દીને સર્વિસ આપવાનો ઈનકાર નહીં કરી શકાય. તેમાં ઓક્સિજન અને જરૂરી દવાઓ પણ સામેલ છે. ભલે પછી દર્દી કોઈ અન્ય શહેરનો પણ કેમ ના હોય.
  • કોઈ પણ દર્દીને દાખલ કરવાની ના નહીં પાડી શકાય. ભલે પછી તે વ્યક્તિ પાસે તે શહેરનું વેલિડ આઈકાર્ડ હોય કે ના હોય. હોસ્પિટલમાં એન્ટ્રી દર્દીની જરૂરિયાત પ્રમાણે કરવામાં આવશે.

કોરોના કેસમાં હોસ્પિટલોમાં 2 લાખથી વધારે કેશ પેમેન્ટને પણ મંજૂરી આપી હતી
કોરોનાથી પીડિત દર્દીઓ અને તેમના સંબંધીઓને રાહત આપવા માટે સરકારે શુક્રવારે વધુ એક નિર્ણય લીધો છે. કોરોના દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલો, ડિસ્પેન્સરી અને કોવિડ કેર સેન્ટર્સ હવે બે લાખથી વધારે પેમેન્ટ પણ કેશમાં આપી શકશે. આ છૂટ 31 મે સુધી આપવામાં આવી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડિરેક્ટર ટેક્સેસ (CBDT)એ નોટિફિકેશન જાહેર કરીને કહ્યું છે કે, આ પ્રમાણેના ઈન્સ્ટિટ્યૂટે દર્દી અથવા પેમેન્ટ કરનારનું પેન કાર્ડ અથવા આધાર કાર્ડ લેવું પડશે. તે સાથે જ દર્દી અને પેમેન્ટ કરનાર વ્યક્તિ વચ્ચેના સંબંધોની પણ માહિતી લેવી જરૂરી છે.

ગઈ કાલે 4.01 લાખ નવા કેસ
હોસ્પિટલમાં બેડની અછત વચ્ચે સરકાર પર પોલિસીમાં ફેરફાર કરવાનું દબાણ વધી રહ્યું છે. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 4 લાખ 1 હજાર 228 સંક્રમિતો નોંધાયા છે. 3 લાખ 19 હજાર 469 લોકો સાજા થયા અને 4191 લોકોના મોત થયા છે. આ મહામારીમાં એક દિવસમાં જીવ ગુમાવનાર લોકોનો આ સૌથી મોટો આંકડો છે. આ પણ ચિંતાની વાત છે કે, દેશમાં સતત 3 દિવસથી 4 લાખ કરતાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે. આ પહેલાં 7 મેના રોજ 4.14 લાખ અને 6 મેના રોજ 4.13 લાખ દર્દીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...