તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • The Center Sought Reply From Alpan Within 3 Days For Not Attending The PM's Meeting And Also Imposed A Section Of The Disaster Management Act Against Him.

મમતાના સલાહકાર પર એક્શનની તૈયારી:PMની મીટિંગમાં હાજર ન રહેવા પર કેન્દ્રએ અલપન પાસે 3 દિવસમાં જવાબ માંગ્યો, તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ પણ લગાવી

નવી દિલ્હી16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેન્દ્રએ અલપનને દિલ્હી બોલાવવાના આદેશ આપ્યા હતા, જોકે તેઓ ગયા ન હતા

કેન્દ્રએ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના નવા મુખ્ય સલાહકાર અલપન બંધોપાધ્યાય પર કાર્યવાહીની તૈયારી કરી લીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં ગાયબ રહેવા પર કેન્દ્રએ અલપનને કારણ દર્શક નોટીસ મોકલી છે, જેની પર તેમણે 3 દિવસની અંદર જવાબ આપવો પડશે. અલપનની વિરુદ્ધ ડિઝેસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(B)પણ લગાવવામાં આવી છે.

કેન્દ્રએ જણાવી બેઠકમાં 15 મિનિટ રાહ જોવાની કહાની
કેન્દ્રએ તેના પત્રમાં લખ્યું- વડાપ્રધાન મોદી વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની હવાઈ મુલાકાત કર્યા પછી કલાઈકુંડા એરફોર્સ સ્ટેશને પહોંચ્યા. તે પછીથી તેમણે અહીં બંગાળના મુખ્યમંત્રી, મુખ્ય સચિવની સાથે બેઠક કરવાની હતી. વડાપ્રધાને બેઠક રૂમમાં રાજ્ય સરકારના અધિકારીઓ માટે 15 મિનિટ રાહ જોવી પડી. જ્યારે મુખ્ય સચિવ ન પહોંચ્યા તો તેમણે અધિકારીઓને ફોન લગાવ્યો અને પુછ્યું કે તે બેઠકમાં સામેલ થશે કે નહિ? તે પછી મુખ્ય સચિવ અને મુખ્યમંત્રી મીટિંગ રૂમમાં આવ્યા અને તાત્કાલિક ચાલ્યા પણ ગયા.

તેને વડાપ્રધાનની રિવ્યુ મીટિંગમાં ગેરહાજરી માનવામાં આવશે. વડાપ્રધાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA)ના ચેરમેન પણ છે. અલપન બંધોપાધ્યાયની આ હરકતને કેન્દ્ર દ્વારા કાયદાકીય રીતે આપેલા નિર્દેશોની અવગણના તરીકે માવવામાં આવશે. એવામાં તેમની પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51(b) લગાવવામાં આવે છે. અમે અલપન પાસે લેખિતમાં એ અંગે જવાબ માંગ્યો છે કે ડિઝાસ્ટર રાહત એક્ટનું ઉલ્લંઘન કરવા બદલ તેમની સામે શાં માટે કલમ 51(b) અંતર્ગત કાર્યવાહી ન કરવામાં આવે. તેમણે 3 દિવસની અંદર કારણ જણાવવાનું રહેશે.

વડપ્રધાન નરેન્દ્ર મોદીના રિવ્યુ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ સમીક્ષા બેઠક કરી રહ્યાં હતા. તે સમયે મુખ્ય સલાહકાર અલપન બંધોપાધ્યા તેમની સાથે હતા.
વડપ્રધાન નરેન્દ્ર મોદીના રિવ્યુ પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે પણ સમીક્ષા બેઠક કરી રહ્યાં હતા. તે સમયે મુખ્ય સલાહકાર અલપન બંધોપાધ્યા તેમની સાથે હતા.

મમતાનો માસ્ટર સ્ટ્રોક, કેન્દ્રનો નવો દાવ...સમગ્ર કહાનીના 5 મહત્વના પોઈન્ટ
1. કેન્દ્રએ અલપનને દિલ્હી બોલાવવાના આદેશ આપ્યા હતા. જોકે તેઓ ગયા ન હતા. આ મામલામાં ભાસ્કરે રિટાયર્ડ સિનિયર બ્યુરોક્રેટ્સ સાથે લીગલ એક્શનને લઈને વાત કરી હતી. ભારત સરકારના પૂર્વ સેક્રેટરી જવાહર સરકારે ત્યારે કહ્યું હતું કે કેન્દ્ર ભલે ચીફ સેક્રેટરીને દિલ્હી રિપોર્ટ કરવાનો આદેશ આપી રહ્યું હોય, જોકે તેને લાગુ કરવુ મુશ્કેલ થઈ શકે છે.

2. સરકારે કહ્યું હતું કે અલપનને રિલીલ કરવો તે રાજ્ય સરકારના અધિકારમાં આવે છે. આ સિવાય રાજ્ય એટલે કે અલપનના કેસમાં બંગાળ સરકાર ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સનો હવાલો આપીને આદેશનો પોલાઈટલી ડ્રાફ્ટેડ રિપ્લાઈ કરી શકતી હતી. એવામાં કેન્દ્ર માટે કોઈ IAS કે IPS અધિકારની એક તરફી બદલી કરવી મુશ્કેલ છે, જે તેના કન્ટ્રોલમાં નથી.

3. મમતાએ માસ્ટર સ્ટ્રોક ચલાવીને આ બધી વાતનો વારો જ ન આવવા દીધો. તેમણે જ મુખ્ય સચિવ તરીકે અલપનનો કાર્યકાળ 3 મહિના સુધી વધારી દીધો હતો. તે 31 મેના રોજ પુરો થઈ રહ્યો હતો. જેવી કેન્દ્રએ અલપનને નોટિસ મોકલી, મમતાએ તેને તાત્કાલિક રિટાયર્ડ કરીને મુખ્ય સલાહકાર તરીકે નિમણૂંક કરી. કહ્યું કે અલપન દિલ્હી જવા માંગતા ન હતા.

4. તેમ છતાં કેન્દ્ર બેકફુટ પર ન આવ્યું. તેણે તાત્કાલિક કહ્યું કે અમે કાર્યવાહી કરીશું, ભલે અલપન રિટાયર્ડ શાં માટે ન થઈ ગયા હોય. ચાર્જશીટ મોકલીશુ અને અલપનની વિરુદ્ધ એક્શન લેવામાં આવશે. હવે આ કાર્યવાહી માટે કેન્દ્રએ અલપન પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ લગાવી દીધી છે. તેમણે નોટિસનો જવાબ પણ ત્રણ દિવસની અંદર જ આપવાનો છે.

5. જો અલપન નોટિસનો જવાબ મોકલતા નથી અથવા તો તેમના જવાબથી કેન્દ્ર સરકાર સંતુષ્ટ થતી નથી તો તેમની વિરુદ્ધ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 51 b અંતર્ગત કાર્યવાહી થઈ શકે છે અથવા તો પછી FIR નોંધવામાં આવી શકે છે.

શું છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 51

  • કેન્દ્ર અને રાજ્યના કોઈ પણ અધિકારીઓ કે આ સરકારો દ્વારા અધિકૃત વ્યક્તિઓના કામોમાં કારણ વગર અડચણ પેદા કરવા બદલ પગલા લેવામાં આવી શકે છે. આ સિવાય કેન્દ્ર, રાજ્ય, રાષ્ટ્રીય સમિતિ, કે રાજ્યની સમિતિ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન ન કરવા પર પણ પગલા લેવાની જોગવાઈ છે.
  • આ એક્ટ અંતર્ગત એક વર્ષની જેલ કે દંડ થઈ શકે છે. જેલ અને દંડ બંને પણ લાગુ થઈ શકે છે. જો કામમાં અડચણ કે પછી નિર્દેશોને ન માનવાથી કોઈનો જીવ જાય છે કે પછી નુકસાન થાય છે તો આવુ કરનાર વ્યક્તિને 2 વર્ષની સજા થઈ શકે છે.
અન્ય સમાચારો પણ છે...