તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Rajasthan Govt Charges Rs 56 Crore Tax On First Batch Of 3.75 Crore Vaccines, 18 Lakh Doses

મહામારીમાં પણ કમાણી:રાજસ્થાન સરકારનો આરોપ- 3.75 કરોડ વેક્સિનના પ્રથમ જથ્થા પર કેન્દ્રએ 56 કરોડ રૂપિયા ટેક્સ વસુલ્યો, આટલામાં આવી જાત 18 લાખ ડોઝ

જયપુર5 મહિનો પહેલાલેખક: ગોવર્ધન ચૌધરી
  • કૉપી લિંક
  • કેન્દ્રએ તાજેતરમાં જ વિદેશથી આવતી કોરોના વેક્સિનને GSTથી મુક્ત કરી હતી, જ્યારે દેશમાં બનતી વેક્સિન પર હાલ પણ GST લેવાય છે

રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી સુભાષ ગર્ગે આરોપ લગાવ્યો છે કે કોરોના મહામારીના સમયમાં કેન્દ્ર સરકાર કમાણીમાં લાગી છે. ગર્ગે જણાવ્યું કે રાજ્ય સરકારને મળનારી કોરોના વેક્સિન પર કેન્દ્ર સરકાર 5 ટકા GST વસુલી રહી છે. સીરમ ઈન્સ્ટીટ્યૂટ રાજ્યને એક ડોઝ 315 રૂપિયામાં આપી રહ્યું છે. તેની મુળ કિંમત 300 રૂપિયા છે.

ગર્ગના જણાવ્યા મુજબ, રાજસ્થાન સરકારે 18+ના વેક્સિનેશન માટે સીરમ ઈસ્ટીટ્યૂટને પ્રથમ વખત 3.75 કરોડ વેક્સિનના ડોઝનો ઓર્ડર આપ્યો હતો. દરેક ડોઝ પર કેન્દ્ર સરકાર 15 રૂપિયા વસુલી રહી છે. પ્રથમ ઓર્ડરમાં જ 56 કરોડથી વધુનો GST ચુકાવવો પડી રહ્યો છે.

ગર્ગનો દાવો છે કે 18 વર્ષથી ઉપરની બધી વસ્તીને બંને ડોઝ લગાવવા માટે 7.50 કરોડ વેક્સિનની જરૂર પડશે. બંને ઓર્ડર સાથે ગણીએ તો કેન્દ્ર સરકારને 112 કરોડનો GST મળશે. કેન્દ્ર GST માફ કરી દે તો 18 લાખથી વધુની વસ્તીને વેક્સિનના બંને ડોઝ લગાવવા જેટલા પૈસા બચી જશે.

વિદેશથી આવનારી વેક્સિન GST મુકત
કેન્દ્રએ તાજેતરમાં જ વિદેશથી આવતી કોરોના વેક્સિનને GSTથી મુક્ત કરી હતી. દેશમાં બનતી વેક્સિન પર હાલ પણ GST લાગી રહી છે. ઘણા રાજ્યો કેન્દ્ર સરકારને લેટર લખીને દેશમાં બની રહેલી કોરોના વેક્સિનને ટેક્સ મુકત કરવાની માંગણી કરી રહ્યાં છે.

કોંગ્રેસે કહ્યું- કેન્દ્ર સરકાર સામે મુદ્દો ઉઠાવીશું
સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી સુભાષ ગર્ગે ભાસ્કરને કહ્યું કે અમે કેન્દ્ર પાસે ફ્રી વેક્સિનની માંગ કરી હતી, જોકે તે માંગ સ્વીકારાઈ નથી. રાજ્ય સરકાર રાજ્યની 18થી 44 વર્ષની વસ્તીના વેક્સિનેશનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવી રહી છે. મોદીજી તેની પર ટેક્સ ન લે. આ સંકટમાં પણ કમાણીની તક ન જોવી જોઈએ. કેન્દ્ર સમક્ષ અમે આ મુદ્દાને ઉઠાવીશું.

મંત્રી પ્રતાપ સિંહ ખાચરિયાવાસે કહ્યું કે આઝાદી પછી દેશમાં વેક્સિનેશન ફ્રી થયું છે. જોકે યુવાઓને કોરોનાની વેક્સિન આપવા માટે રાજ્ય સરકારોએ પૈસા આપવા પડી રહ્યાં છે. રાજ્યો માટે પહેલા તો રેટ વધારવામાં આવ્યા. આ વેક્સિન પર કેન્દ્ર સરકાર 5 ટકા GST વસુલીને કોરોનાના સમયમાં દાઝ્યા પર ડા આપી રહી છે. આ એ જ લોકો છે, જે FDIનો વિરોધ કરતા હતા. સરકાર આજે વિદેશથી આવતી વેક્સિન પર કોઈ ટેક્સ નથી લઈ રહી અને દેશમાં બનતી વેક્સિન પર GST વસુલાઈ રહ્યો છે.

ભાજપે પણ કર્યું કોંગ્રેસનું સમર્થન
વેક્સિન પર ટેક્લ વસુલીને લઈને રાજ્યના ભાજપ અધ્યક્ષ સતીશ પુનિયાએ પણ કોંગ્રેસનું સમર્થન કર્યું છે. પુનિયાએ કહ્યું કે યુવાઓ માટેની વેક્સિન પરથી GST હટાવવા માટે અમે કેન્દ્ર સરકાર સાથે વાત કરીશું. આ માટે અમે કેન્દ્રીય નાણાંમંત્રીને લેખિતમાં રજૂઆત કરીશું.