તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Narendra Modi COVID Vaccine Tour Update | PM Modi Coronavirus Vaccine Development Review In Hyderabad And Pune

PM મોદીનું મિશન વેક્સિન:પ્રધાનમંત્રીએ ઝાયડસ કેડિલા, ભારત બાયોટેક અને સિરમની મુલાકાત લીધી, આપણા માટે 160 કરોડ ડોઝનું બંદોબસ્ત કર્યું હોવાનો દાવો

નવી દિલ્હી8 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારી સામેની લડાઇના મોરચે શનિવાર ખાસ રહ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ, હૈદરાબાદ અને પૂણે સ્થિત દેશના 3 ફાર્મા પ્લાન્ટ ખાતે પહોંચ્યા, જ્યાં દેશની 3 મોટી કંપનીઓ કોરોના વેક્સિન વિકસાવવા અને તેના ઉત્પાદન માટે સક્રિય છે. મોદીએ આ પ્લાન્ટ્સમાં તે પ્રક્રિયા નિહાળી. તેનાથી એવી આશા બંધાઇ છે કે દેશને ટૂંક સમયમાં કોરોનાની વેક્સિન મળી શકે છે.

વેક્સિનના 160 કરોડ ડોઝ ખરીદવા તૈયાર
બીજી તરફ દેશની મોટી એજન્સી ‘ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન’ના દાવાથી પણ વેક્સિન મળવાની દેશની આશાને બળ મળ્યું. આ એજન્સીએ ડ્યૂક ગ્લોબલ હેલ્થ ઇનોવેશન સેન્ટરનો રિપોર્ટ ટાંકીને જણાવ્યું છે કે ભારત સરકારે અત્યાર સુધીમાં દેશવાસીઓ માટે કોરોના વેક્સિનના 160 કરોડ ડોઝ ખરીદવાની વ્યવસ્થા કરી લીધી છે. અમેરિકાએ પણ પોતાના માટે તેટલા જ ડોઝની વ્યવસ્થા કરી છે. યુરોપીય સંઘે સૌથી વધુ 540 કરોડ ડોઝ ખરીદવાની તૈયારી કરી છે. તેમાં 27 દેશ સામેલ છે.

પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ના પ્લાન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
પુણેમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ના પ્લાન્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

દિલ્હી: વેક્સિન મળતા જ ચાર સપ્તાહમાં બધાને રસી
કોરોના વેક્સિનની તૈયારી વચ્ચે દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, અમારી સંપૂર્ણ તૈયારી છે. અમે કોરોના વેક્સિન બનતા જ દિલ્હીવાસીઓને ત્રણ-ચાર અઠવાડિયામાં રસી આપી દઈશું.

ત્રણેય કંપનીઓમાં વેક્સિનની સ્થિતિ
1. ઝાયકોવ-ડી, ઝાયડસ કેડિલા, અમદાવાદઃ
આ વેક્સિનનો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. કંપનીના ચેરમેન પંકજ પટેલ કહે છે કે, અમારું લક્ષ્ય માર્ચ 2021 સુધી ટ્રાયલ પૂરા કરવાનું છે. અમે દર વર્ષે 10 કરોડ ડોઝ બનાવવાની તૈયારી કરી રહ્યા છીએ.
2. કોવિશીલ્ડ, સીરમ ઈન્સ્ટિટ્યૂટ, પૂણે: દુનિયામાં ત્રીજા તબક્કાના પરીક્ષણ ચાલી રહ્યા છે. આશરે 70થી 90% સુધી અસરકારક છે. સીરમ ઈન્ડિયા તે બનાવી રહી છે. આ રસી સૌથી પહેલા ભારતીયોને મળશે, બાદમાં બીજા દેશોને. જુલાઈ-21 સુધી આશરે 40 કરોડ વેક્સિન તૈયાર થઈ જશે.
3. કોવેક્સિન, ભારત બાયોટેક, હૈદરાબાદ: આ રસીના પણ ત્રીજા તબક્કાના પરીક્ષણ ચાલુ છે. તે પણ 60% અસરકારક છે. આ કંપનીના ઈન્ટરનેશનલ ડિરેક્ટર સાઈ પ્રસાદ કહે છે કે, 2021ના બીજા ત્રિમાસિકમાં આ રસી લૉન્ચ કરવાનું અમારું લક્ષ્ય છે.

હૈદરાબાદમાં વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા
PM મોદીએ હૈદરાબાદમાં સ્વદેશી વેક્સીન 'કોવેક્સીન' તૈયાર કરી રહેલી કંપની ભારત બાયોટેકના વૈજ્ઞાનિકોને સફળ ટ્રાયલ માટે અભિનંદન પાઠવ્યા હતા. PM મોદીએ કહ્યું કે તેમની ટીમ ICMR સાથે મળી કામ કરી રહી છે, જેથી તેમની પ્રોસેસમાં વેગ આવી શકે.

PM મોદીએ ભારત બાયોટેકના પ્લાન્ટની બહાર લોકોનું અભિવાદન કર્યું

આ અગાઉ સવારે લગભગ 10 વાગે PM મોદીએ PPE કિટ પહેરીને ઝાયડ્સના પ્લાન્ટમાં કોરોનાની ટ્રાયલ વૅક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. તેઓ અહીં આશરે એક કલાક રોકાયા હતા અને વૈજ્ઞાનિકો પાસેથી વેક્સીન અંગે માહિતી મેળવી હતી.

PPE કીટ પહેરીને તેમણે રિસર્ચ સેન્ટરમાં વેક્સીન વિકસાવવાની સમગ્ર પ્રક્રિયા જોઈ હતી. PM એ કંપનીના પ્રમોટર્સ અને એક્ઝિક્યુટીવ સાથે પણ વાતચીત કરી હતી. ત્યારબાદ તેઓ એરપોર્ટ જવા રવાના થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે 24 નવેમ્બરના રોજ 9 રાજ્યના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક બાદ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે અત્યારે એ બાબત નક્કી નથી કે કોરોના વેક્સીનનો એક ડોઝ આપવાનો હશે કે બે ડોઝ. તેની કિંમત કેટલી હશે તે પણ હજુ નક્કી નથી. આ સંજોગોમાં કોઈ પણ પ્રશ્નના જવાબ અમારી પાસે નથી. હવે એવું માનવામાં આવે છે કે આ મુલાકાત બાદ આ પ્રશ્નોના જવાબ સામે આવી શકે છે.

પહેલું ડેસ્ટિનેશનઃ અમદાવાદ
રસીનું નામઃ
ઝાયકોવ-ડી
ફોર્મ્યુલાઃ ઝાયડસ બાયોટેક, અમદાવાદ
નિર્માતાઃ ઝાયડસ બાયોટેક
નિર્માણ સ્થળઃ ચાંગોદર, અમદાવાદ (ગુજરાત)
સ્ટેટસઃ ત્રીજા તબક્કાની ટ્રાયલ શરૂ
ઝાયડસ એ ગુજરાત બેઝ્ડ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ફાર્મા કંપની છે. કોરોનાવિરોધી રસી વિકસિત કરવામાં ઝાયડસ શરૂઆતથી જ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં લાગી ગઈ હતી. સંપૂર્ણ સ્વદેશી ફોર્મ્યુલા અને સ્વદેશી નિર્માણપ્રક્રિયા ધરાવતી ઝાયડસની વેક્સિન ટ્રાયલના છેલ્લા તબક્કામાં હોવાનું મનાય છે. જો હ્યુમન ટ્રાયલ માટેની અપ્રૂવલ મળી ચૂકી હશે તો વડાપ્રધાનની મુલાકાત વખતે ગુજરાતના આંગણેથી દેશની સૌપ્રથમ સ્વદેશી વેક્સિન અંગે જાહેરાત થઈ શકે છે.

બીજું ડેસ્ટિનેશનઃહૈદરાબાદ
વેક્સિનનું નામઃ કોવેક્સિન
ફોર્મ્યુલાઃ ભારત બાયોટેક અને ICMR
બનાવનાર કંપનીઃ ભારત બાયોટેક
પ્લાન્ટઃ હૈદરાબાદ
સ્ટેટસઃ ટ્રાયલ ત્રીજા તબક્કામાં, જાન્યુઆરી સુધી પરિણામ આવવાની આશા

સ્વદેશી વેક્સિન‘કોવેક્સિન’ વિશે માહિતી લેવા માટે મોદી હૈદરાબાદ જશે. અહીં હાકિમપેઠ એરફોર્સ સ્ટેશન પર લેન્ડ કર્યા પછી તેઓ ભારત બાયોટેક જશે. એક કલાક સુધી વેક્સિન બનાવનાર પ્લાન્ટ પર રોકાયા પછી પુણે માટે રવાના થશે.

ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR)સાથે કોવેક્સિન બનાવવા માટે હાથ મિલાવ્યો છે. હરિયાણાના સ્વાસ્થ્યમંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટની એક હોસ્પિટલમાં આ વેક્સિનના ડોઝ લગાવડાવી ચૂક્યા છે. લાર્જ-સ્કેલ ટ્રાયલ્સમાં જો વેક્સિન ઈફેક્ટિવ સાબિત થઈ તો આગામી વર્ષની શરૂઆતમાં કંપની તેને રેગ્યુલેટરી અપ્રૂવલ માટે અરજી કરશે.

ત્રીજું ડેસ્ટિનેશનઃ પુણે
વેક્સિનનું નામઃકોવિશીલ્ડ
ફોર્મ્યુલાઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી/ બ્રિટિશ ફાર્મા કંપની એસ્ટ્રાજેનેકા
બનાવનાર કંપનીઃ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા
પ્લાન્ટઃ પુણે(મહારાષ્ટ્ર)
સ્ટેટ્સઃ ટ્રાયલ અંતિમ તબક્કામાં

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કોરોના વેક્સિન કોવિશીલ્ડના પ્રોડક્શ માટે બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી સાથે ભાગીદારી કરી છે. SII દુનિયામાં સૌથી વધુ વેક્સિન બને છે. એક્સપર્ટ્સ અને સરકારી અધિકારીઓનું માનવું છે કે ભારતમાં સૌથી પહેલા આ જ વેક્સિન મળશે.

કોવિશીલ્ડના અંતિમ તબક્કાની ટ્રાયલ્સ બે પ્રકારે કરવામાં આવી છે. પહેલામાં 62% અસરકારક જોવા મળી, જ્યારે બીજામાં 90%થી વધુ. સરેરાશ જોવામાં આવે તો ઈફેક્ટિવનેસ 70%ની આસપાસ રહી છે.

SIIના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સુરેશ જાધવે હાલમાં જ દાવો કર્યો હતો કે અમે વેક્સિન બનાવવાનું શરૂ કરી દીધું છે. જાન્યુઆરીથી અમે દર મહિને 5-6 કરોડ વેક્સિન બનાવવા લાગીશું. જાન્યુઆરી સુધી અમારી પાસે 8થી 10 કરોડ ડોઝનો સ્ટોક તૈયાર હશે. સરકાર પાસેથી મંજૂરી મળશે તો અમે સપ્લાઈ શરૂ કરી દેશું.