તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Narendra Modi: Coronavirus Vaccination Phase 1 Latest Update | PM Modi Launch COVID 19 Vaccination Drive Today

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનથી ભાગશે કોરોના:મોદીએ કહ્યું-3 કરોડ લોકો સાથે દુનિયાનો સૌથી મોટો વેક્સિનેશન પ્રોગ્રામ શરૂ, બીજો ડોઝ લેવાનું ભૂલશો નહીં

નવી દિલ્હી3 મહિનો પહેલા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે 11.05 વાગ્યે વિડિયો-કોન્ફરન્સ દ્વારા કોરોના વેક્સિનેશનની શરૂઆત કરી. આ પહેલાં 35 મિનિટના ભાષણમાં તેમણે કહ્યું હતું કે વેક્સિન ઘણા ઓછા સમયમાં આવી ગઈ છે. આજના દિવસની જ રાહ જોવાઈ રહી હતી, હવે આપણી પાસે કોરોનાની વેક્સિન આવી ગઈ છે. પહેલા તબક્કામાં 3 કરોડ લોકોને વેક્સિનેટ કરાશે. દુનિયાના 100 દેશની તો આટલી વસતિ પણ નથી. તો આ તરફ સીરમના CEO અદાર પૂનાવાલા, એઈમ્સના ડિરેક્ટર ડો. ગુલેરિયા અને એઈમ્સના સફાઈકર્મી મનીષ કુમારને વેક્સિન અપાઈ છે. અદાર પૂનાવાલાએ કહ્યું હતું કે મારા માટે ગર્વનો વિષય છે કે કોવિશીલ્ડ આ વેક્સિનેશન અભિયાનનો ભાગ છે. મેં મારા કર્મચારીઓ સાથે વેક્સિન લીધી છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે કોરોનાની વેક્સિન વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ તનતોડ મહેનત કરી છે. આવા જ દિવસ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરે કહ્યું હતું કે માનવી જ્યારે જોર લગાવે છે તો પથ્થર પાણી બની જાય છે. દુનિયાનું સૌથી મોટું વેક્સિનેશન અભિયાન શરૂ થવા જઈ રહ્યું છે, જેના માટે હું સૌને શુભેચ્છા પાઠવું છું. દેશને સંબોધિત કરતી વખતે મોદી ભાવુક પણ થઈ ગયા. તેમણે વધુમાં કહ્યું હતું કે આપણને બચાવવા માટે ઘણા લોકોએ પ્રાણ સંકટમાં નાખ્યા. ઘણા લોકો ઘરે પાછા નથી આવ્યા. હવે સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને વેક્સિન લગાવીને એક પ્રકારે સમાજ પોતાનું ઋણ ચૂકવી રહ્યો છે.

તમામ 29 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો(UT)ની 3006 સાઈટ્સ પર એકસાથે આ કાર્યક્રમ ચાલુ કરાશે. પહેલા ફેઝમાં હેલ્થવર્કર્સ અને ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિનેટ કરાશે. પહેલા દિવસે દરેક સાઈટ પર ઓછામાં ઓછા 100 લોકોને વેક્સિન લગાડવામાં આવશે.

આજના અપડેટ્સ..

  • ગૃહમંત્રી અમિત શાહે કહ્યું- ભારત એવા દેશોમાંથી એક છે, જેને માનવતા વિરુદ્ધ આવેલા સંકટને સમાપ્ત કરવાની દિશામાં વિજય મેળવ્યો છે.
  • ડો. મહેશ શર્માને ફ્રન્ટલાઈન હેલ્થકેરવર્કર તરીકે વેક્સિન અપાઈ, વેક્સિન લેનાર તેઓ પહેલા સાંસદ બન્યા
  • AIIMSના ડિરેક્ટર ગુલેરિયાને પણ વેક્સિન અપાઈ
  • દિલ્હી એઇમ્સના હેલ્થવર્કર મનીષ કુમારને પહેલી વેક્સિન લગાવાઈ
  • મુંબઈની કૂપર હોસ્પિટલમાં વેક્સિન પહોંચી તો હેલ્થવર્કર્સે તાળી વગાડીને સ્વાગત કર્યું
  • દિલ્હીની લોકનાયક હોસ્પિટલમાં વેક્સિનેશન દરમિયાન મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાજર રહેશે. સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધન એઈમ્સમાં રહેશે.
  • મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, આસામ, બિહાર સહિત તમામ રાજ્યોમાં કોરોના વેક્સિનેશનની તૈયારીઓ થઈ ગઈ છે.

મોદીના ભાષણની મુખ્ય વાતો
વેક્સિન બનાવનારને શુભેચ્છાઓ

કેટલા મહિનાથી દેશના દરેક ઘરમાં બાળકો, વૃદ્ધ, યુવાન દરેકના મોઢે એક જ સવાલ હતો કે કોરોનાની વેક્સિન ક્યારે આવશે. તો હવે કોરોનાની વેક્સિન આવી ગઈ છે. વેક્સિન બનાવનાર દરેક વૈજ્ઞાનિક શુભેચ્છાને પાત્ર છે. તેમણે ન તો તહેવાર જોયા, ન દિવસ જોયા કે ન રાત. આટલા ઓછા દિવસોમાં એક નહીં, બે-બે મેડ ઈન ઈન્ડિયા વેક્સિન તૈયાર થઈ છે. આવી જ ઉપલબ્ધિઓ માટે રાષ્ટ્રકવિ રામધારી સિંહજી દિનકરે કહ્યું હતું કે માનવી જ્યારે જોર લગાવે છે, તો પથ્થર પણ પાણી બની જાય છે.

જેમને કોરોના સંક્રમણનું જોખમ સૌથી વધુ છે, પહેલા વેક્સિન તેમને અપાશે. જે હોસ્પિટલ સ્ટાફ છે તે કોરોના વેક્સિનનો પહેલો હકદાર છે. ત્યાર પછી એવા લોકોને વેક્સિન લગાડવામાં આવશે, જેમની પર દેશની સુરક્ષા અથવા કાયદો-વ્યવસ્થાની જવાબદારી છે. સુરક્ષા દળ, પોલીસ, ફાયરબ્રિગેડ અને સફાઈકર્મીઓને વેક્સિન લગાડવામાં આવશે. તેમની સંખ્યા લગભગ 3 કરોડ છે. તેમના વેક્સિનેશનનો ખર્ચ ભારત સરકાર ઉઠાવશે.

બીજો ડોઝ ખૂબ જ જરૂરી
પહેલો ડોઝ લીધા પછી બીજો ડોઝ ક્યારે મળશે, એની માહિતી પણ તમારા ફોન પર આપવામાં આવશે. વેક્સિનના બે ડોઝ લગાડવા ખૂબ જ જરૂરી છે. એક ડોઝ લાગી ગયો અને બીજો લેવાનું ભૂલી ગયા, એવી ભૂલ ન કરશો. પહેલા અને બીજા ડોઝ વચ્ચે એક મહિનાનો ગેપ રખાશે. બીજો ડોઝ લાગ્યા પછી જ તમારા શરીરમાં કોરોના વિરુદ્ધ શક્તિ વિકસિત થઈ શકશે. વેક્સિન લાગતાંની સાથે જ સાવધાની રાખજો. જે ધૈર્ય સાથે કોરોનાનો સામનો કર્યો છે, એ જ ધૈર્ય વેક્સિનેશન વખતે દેખાડવાનું છે.

ઐતિહાસિક વેક્સિનેશન
ઈતિહાસમાં આવડું મોટું વેક્સિનેશન અભિયાન અત્યારસુધી નથી યોજાયું. ભારત પહેલા જ તબક્કામાં 3 કરોડથી વધુ લોકોને વેક્સિનેટ કરી રહ્યો છે, જ્યારે દુનિયાના 100થી વધુ દેશોની જનસંખ્યા જ આનાથી ઓછી છે. આપણે બીજા તબક્કામાં વેક્સિનેશનનું લક્ષ્ય 30 કરોડ સુધી લઈ જશું. દુનિયામાં આટલી વસતિવાળા ત્રણ જ દેશ- ચીન, ભારત અને અમેરિકા જ છે. એટલા માટે આ ઐતિહાસિક વેક્સિનેશન છે.

દુષ્પ્રચારથી દૂર રહો
તમારે કોઈપણ પ્રકારના દુષ્પ્રચારથી દૂર રહેવું જોઈએ. આપણા વૈજ્ઞાનિકોની દુનિયામાં ઘણી વિશ્વસનીયતા છે. તમને ગર્વ થશે કે દુનિયામાં જેટલાં બાળકોને જીવનરક્ષક વેક્સિન લાગે છે એમાંથી 60% ભારતમાં જ બને છે.

પહેલો કેસ આવ્યા પહેલાં જ ચેતી ગયા હતા
30 જાન્યુઆરીએ ભારતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો, પરંતુ એનાં બે સપ્તાહ પહેલાં જ ભારત હાઈ લેવલ કમિટી બનાવી ચૂક્યો હતો. 17 જાન્યુઆરી 2020ના રોજ અમે પહેલી એડવાઈઝરી જાહેર કરી દીધી હતી. ભારત એવા દેશોમાં સામેલ હતો. જેમને સૌથી પહેલા એરપોર્ટ પર યાત્રીઓનું સ્ક્રીનિંગ શરૂ કરી દીધું હતું. કોરોના વિરુદ્ધ લડાઈમાં ભારતમાં જે સામૂહિક શક્તિનું પ્રમાણ જણાવાયું છે, તેને આવનારી પેઢીઓ યાદ કરશે.

લોકોના જીવનને પ્રાથમિકતા આપી
આપણે તાળી-થાળી અને દીપ પ્રગટાવીને દેશના આત્મવિશ્વાસને જાળવી રાખ્યો. કોરોનાને અટકાવવાની સૌથી પ્રભાવી રીત આ જ હતી કે જે જ્યાં હતું ત્યાં જ રહે. પણ દેશની આટલી મોટી વસતિને બંધ રાખવી સરળ ન હતી. એની અર્થવ્યવસ્થા પર શું અસર થશે, એ પણ અમારી ચિંતા હતી, પરંતુ અમે વ્યક્તિના જીવનને પ્રાથમિકતા આપી.

રાજસ્થાનઃ અજમેર મેડિકલ કોલેજના પ્રિન્સિપલ ડો. બીવી સિંહને પહેલી વેક્સિન અપાઈ. રાજ્યના તમામ 33 જિલ્લામાં પહેલી વેક્સિન ડોક્ટર્સને જ અપાઈ. અલવરમાં એક હેલ્થવર્કરે ખાલી પેટ વેક્સિન લીધી, થોડાક સમય પછી તેની તબિયત લથડી.

મધ્યપ્રદેશઃ પહેલી વેક્સિન ભોપાલના હમીદિયા હોસ્પિટલના વોર્ડ બોય સંજય યાદવને અપાઈ. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ, ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગ અને સ્વાસ્થ્ય મંત્રી પ્રભુરામ ચૌધરી હાજર રહ્યાં. રાજ્યના તમામ સેન્ટર્સ પર સૌથી પહેલા સફાઈકર્મીઓને પહેલી વેક્સિન લગાવાઈ. ત્યારપછી ડોક્ટર્સને વેક્સિન લગાવાઈ.

હરિયાણાઃ CM મનોહર લાલે VC દ્વારા વેક્સિનેશન ટીમનો જુસ્સો વધાર્યો. જો કે, કૈથલમાં ખેડૂતોના વિરોધનો સામનો કરવો પડ્યો.અહીં પ્રદર્શનના કારણે વેક્સિનેશન સેન્ટરને બદલવું પડ્યું. સ્વાસ્થ્ય વિભાગની ટીમ સામાન ઉપાડીને જતી જોવા મળી. અંબાલામાં ચીફ મેડિકલ ઓફિસર ડો. કુલદીપને પહેલી વેક્સિન લગાવાઈ.

બિહારઃ પટનામાં ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાના સફાઈકર્મી રામ બાબૂને પહેલી વેક્સિન અપાઈ. સીનિયર રેજિડેન્ટ ડોક્ટર વિકાસ ચંદ્રાએ રામ બાબૂને પહેલો ડોઝ આપ્યો.

ઉત્તરપ્રદેશઃ પહેલી વેક્સિન કાનપુરમાં મુખ્ય ચિકિત્સા અધિકારીને અપાઈ. વડાપ્રધાનના સંસદીય વિસ્તાર વારાણસીમાં મહિલા હોસ્પિટલના ચોકીદારને બીજી વેક્સિન લગાવાઈ. સીએમ યોગીએ પણ બલરામપુર હોસ્પિટલ જઈને વેક્સિનેશનની સમીક્ષા કરી.

છત્તીસગઢઃ રાયપુરમાં આંબેડકર હોસ્પિટલની સફાઈ કર્મચારી તુલસા તાંડીને પહેલી વેક્સિન લગાવાઈ.

મહારાષ્ટ્રઃ પહેલી વેક્સિન થાણેમાં કલ્યાણ-ડોમ્બિવલી મહાનગર પાલિકાની હેલ્થ ઈન્ચાર્જ ડો. અશ્વિની પાટિલને રુક્મણીબાઈ હોસ્પિટલમાં લગાવાઈ. મુંબઈના બીકેસીમાં વેક્સિનેશન પક્રિયા શરૂ કરવા પહોંચેલા સીએમ ઉદ્ધવ ઠાકરેએ વેક્સિન લગાવી રહેલ એક નર્સનું તાળી વગાડીને સ્વાગત કર્યું.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ વર્કર્સને વેક્સિન લગાવાશે

રાજ્યકેટલા કેન્દ્રવેક્સિન
મહારાષ્ટ્ર21024,479
રાજસ્થાન16123,591
તામિલનાડુ23022,071
પશ્ચિમ બંગાળ22421,950
ગુજરાત16020,950
ઉત્તરપ્રદેશ17018,155
બિહાર16718,021
આંધ્રપ્રદેશ17817,850
કર્ણાટક15215,809
મધ્યપ્રદેશ15015,000

9 સવાલ-જવાબમાં સમજો, કોને વેક્સિન લગાડાશે
સૌથી પહેલા કોને વેક્સિન લાગશે?

આજથી શરૂ થઈ રહેલા તબક્કામાં એક કરોડ હેલ્થકેરવર્કર્સ અને 2 કરોડ ફ્રન્ટલાઈનવર્કર્સને વેક્સિન ફ્રીમાં અપાશે. હેલ્થકેર કર્મચારીઓમાં ડોક્ટર, નર્સ, ANM જેવી સ્વાસ્થ્ય કામગીરી સાથે જોડાયેલા લોકો છે, સાથે જ ફ્રન્ટલાઈન કર્મચારીઓમાં સ્વચ્છતા કર્મચારી, પોલીસ, હોમગાર્ડના જવાન અને સેનાના જવાન સામેલ છે.

બીજા ફેઝમાં ઓગસ્ટ સુધી 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓ સામે ઝઝૂમી રહેલા 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને વેક્સિન લગાડવામાં આવશે. આ રીતે હાઈ રિસ્કવાળા લગભગ 27 કરોડ લોકોને વેક્સિનેટ કરાશે.

કઈ વેક્સિન લગાવાશે?
સરકારે 3 જાન્યુઆરીએ બે વેક્સિનને મંજૂરી આપી છે. પહેલી કોવેક્સિન, જે સ્વદેશી વેક્સિન છે, જેને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી સાથે મળીને બનાવી છે. બીજી કોવિશીલ્ડ, જેને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપનીએ તૈયાર કરી છે. પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ એને બનાવી રહી છે. વેક્સિનેશનમાં સામેલ લોકોને હાલ પોતાની મરજી પ્રમાણે વેક્સિન લગાવવાનો વિકલ્પ નહીં મળે.

વેક્સિનેશન કેવી રીતે ચાલશે?
ભારતની વસતિ લગભગ 130 કરોડ છે. આપણને આટલા મોટા દેશમાં ચૂંટણી યોજવાનો અનુભવ છે, વેક્સિનેશન પ્રોગ્રામ પણ એની જેમ જ ચાલશે. ગૃહ મંત્રાલયે ચૂંટણીપંચને લોકસભા અને વિધાનસભા ચૂંટણી વિસ્તારની યાદી શેર કરવાનો આગ્રહ કર્યો છે, જેથી પ્રાયોરિટીના આધારે લોકોની ભાળ મેળવી શકાય.

કેટલા વાગ્યે વેક્સિનેશન શરૂ થશે? કઈ ઉંમરના લોકો વેક્સિનેટ થઈ શકશે?
વેક્સિનેશન સેશન 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. જે લોકો 5 વાગ્યા સુધી આવી જશે, તેમને જ વેક્સિનેટ કરાશે, ભલે તેમને થોડીક વાર રોકાવું પડે. દરેક સાઈટ પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિનેટ કરાશે. સાઈટ પર હાજર કર્મચારીઓ પાસે લાભાર્થીઓની 3 હાર્ડ કોપી હશે. વેક્સિન લેનારનાં નામ Co-WIN એપ પર પણ અપલોડ થશે. શનિવારે વેક્સિન લેનારનાં નામ ત્રણ દિવસ પહેલાંથી જ અપલોડ કરી દેવાયાં છે.

શું હાલ વેક્સિન મફતમાં લગાવાશે?
હા,. પહેલા તબક્કામાં વેક્સિન ફ્રીમાં લાગશે. મોદી પહેલાં જ કહી ચૂક્યા છે કે 3 કરોડ લોકોનો વેક્સિનેશનનો ખર્ચ સરકાર ઉઠાવશે.

સરકારે કેટલી વેક્સિન ખરીદી છે?
1.65 કરોડ. કોવિશીલ્ડના 1.1 કરોડ અને કોવેક્સિનના 55 લાખ ડોઝ ખરીદવામાં આવ્યા છે. 28 દિવસમાં(14 દિવસની ગેપથી) દરેક વ્યક્તિને ડોઝ અપાશે.

દેશભરમાં કોવી રીતે વેક્સિન પહોંચાડવામાં આવી?
આના માટે રાજ્યોમાં મુખ્ય રીતે સંક્રમણની સ્થિતિ જોવામાં આવી. જે રાજ્યોમાં વધુ કેસ નોંધાઈ રહ્યા છે, જેવાં કે કેરળ અને મહારાષ્ટ્ર, તો અહીં વધુ વેક્સિન અપાઈ. કયા જિલ્લામાં કેટલી વેક્સિન આપવાની છે એનો નિર્ણય રાજ્ય કરશે.

વેક્સિનેશન માટે શું કરવું પડશે? વેક્સિનેશન પછી શું થશે?
વેક્સિન લગાવવા માટે Co-WIN એપ પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. એપ વેક્સિનના સ્ટોરેજથી માંડી હેલ્થ સેન્ટર, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા વેક્સિનેશન સેન્ટર સુધીને સફરને ટ્રેક કરશે. જો ક્યાંક સ્ટોક પૂરો થઈ રહ્યો છે તો એપ નોટિફિકેશન મોકલશે. એપ દ્વારા લોકોને શિડ્યૂલ, લોકેશન અને વેક્સિન કોણ લગાવશે એની પણ ખબર પડી શકશે. વેક્સિન લાગ્યા પછી સર્ટિફિકેટ પણ મળશે. આ એપ પર જ આવશે.

વેક્સિનેશનની તૈયારી કેવી રીતે કરી?
તમામ રાજ્યોમાં ડ્રાય રન કરીને ચકાસણી કરાઈ. સરકારે પૂછપરછ માટે એક નંબર 1075 પણ લોન્ચ કર્યો છે. Co-WINથી પણ માહિતી મળી શકશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો