• Gujarati News
  • National
  • Narendra Modi Celebrate Diwali 2021 With Soldiers At Rajouri Jammu And Kashmir, Tweeted Greetings To The People Of The Country

મોદીએ સેના સાથે ઉજવી દિવાળી:જમ્મુ-કાશ્મીરમાં PMએ કહ્યું- સેના જ મારો પરિવાર, નૌશેરાના સિંહોના સાહસને નમન

22 દિવસ પહેલા

દરેક વર્ષની માફક આ વર્ષે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિવાળી સુરક્ષા દળો સાથે ઉજવી રહ્યા છે. વડાપ્રધાન આજે રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટર પહોંચ્યા હતા. અહીં તેમણે સૈનિકોને દિવાળીની શુભેચ્છા આપી અને મિઠાઈ ખવડાવી હતી. તે સમયે જવાનોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે હું અહીં દેશના 130 કરોડ લોકોની શુભેચ્છા લઈને આવ્યો છું.

PM મોદીએ કહ્યું, હું અહીં વડાપ્રધાન તરીકે નથી આવ્યો, તમારા પરિવારના સભ્ય તરીકે આવ્યું છું. તમે તમારા પરિવારને મળો અને તમને જે લાગણી થાય તેવી જ લાગણી મને થઈ રહી છે. મેં દરેક દિવાળી સીમા પર તહેનાત તમારા લોકોની વચ્ચે જવાનું નક્કી કર્યું છે. આજે હું અહીંથી નવો ઉત્સાહ અને વિશ્વાસ લઈને જઈશ. આજે સાંજે હિન્દુસ્તાનનો દરેક નાગરિક દિવાળીએ એક દિવો તમારા પરાક્રમ, શૌર્ય, ત્યાગ અને તપસ્યાના નામે પ્રગટાવશે.

તમે મા ભારતીનું સુરક્ષા કવચ છો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમને જે સૌભાગ્ય માતાની સેવાનું મળ્યુંં છે, તે અંગેના તમારા ચહેરા પરના મજબૂત ભાવ હું જોઈ રહ્યો છું. તમારો આ સંકલ્પ પરાક્રમ કરવાની પરાકાષ્ઠા, હિમાલય હોય, ગહેરી ખાઈ હોય, ઉંચા શિખર હોય...ત્યાં તમે મા ભારતીનું જીવતું જાગતુ કવચ છો. તમારા સામર્થ્યથ દેશમાં એક નિશ્ચિંતતા જોવા મળે છે.

બે વર્ષ પહેલાં એટલે કે 2019માં જમ્મુ-કાશ્મીરથી અનુચ્છેદ 370 અને કલમ 35-A હટાવવામાં આવી હતી. ત્યારપછી પીએમ દિવાળીની ઉજવણી કરવા રાજૌરી ગયા હતા.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીએ બ્રિગેડ કાર્યાલયમાં જવાનો સાથે ચા પીધી અને બપોરનું ભોજન પણ કરશે. મોદી અહીં સશસ્ત્ર બળની તૈયારીઓની માહિતી લેશે. તે સાથે જ વડાપ્રધાન જવાનોને સંબોધિત પણ કરે તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ જવાનોનો ઉત્સાહ વધારશે.

તમે મા ભારતીનું જીવતુ જાગતું કવચ છો
વડાપ્રધાને કહ્યું કે, તમને માની સેવા કરવાનું જે સૌભાગ્ય મળ્યું છે, તમારા ચહેરા પર તે મજબૂત ભાવને હું જોઈ શકુ છું. તમારો આ જ સંકલ્પ પરાક્રમ કરવાની પરાકાષ્ઠા, હિમાલય હોય, ઉંડી ખાઈ હોય, ઉંચા પર્વતો હોય... ત્યાં તમે મા ભારતીનું જીવતુ જાગતુ કવચ છો. તમારા સામર્થ્યથી દેશમાં એક નિશ્ચિંતતા હોય છે. તમારા પરાક્રમના કારણે અમારા તહેવારોમાં ચાર ચાંદ લાગી જાય છે. દિવાળી પછી ગોવર્ધન પૂજા, છઠ પૂજાની પણ દેશના દરેક લોકોની શુભેચ્છા પાઠવું છું.

મોદીએ કહ્યું, પહેલા એવી સ્થિતિ હતી કે, જરૂર પડે ત્યારે ઉતાવળમાં હથિયાર ખરીદવામાં આવતા હતા. આજે રક્ષા ક્ષેત્રે ભારત આત્મનિર્ભર બની રહ્યું છે. ભારતે એવું નક્કી કર્યું છેકે, આપણે ડિફેન્સ સેક્ટરને વધારે મજબૂત કરીશું. તે ભારતના સામર્થ્યને દર્શાવે છે.

વડાપ્રધાન મોદીએ આજે સવારે ટ્વિટ કર્યું છે કે, દિવાળીના શુભ અવસરે દેશના લોકોને હાર્દિક શુભેચ્છા. મારી શુભેચ્છા છે કે, આ પ્રકાશ પર્વ તમારા દરેકના જીવનમાં સુખ, સંપન્નતા અને સૌભાગ્ય લઈને આવે. દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બીજી બાજુ પીએમઓ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે, વડાપ્રધાન જવાનો સાથે દિવાળીની ઉજવણી કરવાના છે. 2019 પછી પીએમ મોદી આજે બીજી વખત રાજૌરી જઈ રહ્યા છે. બે વર્ષ પહેલાં પણ તેમણે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.

જવાનો સાથે ઉલ્લાસની ઉજવણી
વડાપ્રધાન લગભગ દરેક દિવાળી ઉજવવા જવાનોની વચ્ચે પહોંચે છે. અમુક વર્ષો પહેલાં તેમણે કહ્યું હતું કે, આપણી બોર્ડરો પર તહેનાત જવાનો આપણને સુરક્ષીત રાખે છે અને તેમના કારણે જ આપણે દરેક તહેવાર ઉજવી શકીએ છીએ. દર વર્ષે વડાપ્રધાન જવાનોની વચ્ચે પહોંચે છે અને તેમને મિઠાઈ ખવડાવે છે.

મોદી જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી ચૂક્યા છે અને ત્યાં તહેનાત ભારતીય તિબેટ સીમા પોલીસ સાથે દિવાળીની ઉજવણી કરી હતી. 2017માં તેઓ ગુરેજ સેક્ટર પહોંચ્યા હતા. 2018માં તેઓ ઉત્તરાખંડ પહોંચ્યા હતા.

પીએમ બન્યા પછી જવાનો સાથે સતત 8મી દિવાળી

23 ઓક્ટોબર 2014: મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. ત્યારપછી 23 ઓક્ટોબર 2014માં તેમણે વડાપ્રધાન તરીકે પીએમ સિયાચીનમાં પહેલી દિવાળીની ઉજવણી કરી હતી.
23 ઓક્ટોબર 2014: મે 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા હતા. ત્યારપછી 23 ઓક્ટોબર 2014માં તેમણે વડાપ્રધાન તરીકે પીએમ સિયાચીનમાં પહેલી દિવાળીની ઉજવણી કરી હતી.
11 નવેમ્બર 2015: પીએમ મોદીએ પંજાબમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. અહીં તેમણે 1965 યુદ્ધ વોર મેમોરિયલની મુલાકાત પણ કરી હતી.
11 નવેમ્બર 2015: પીએમ મોદીએ પંજાબમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. અહીં તેમણે 1965 યુદ્ધ વોર મેમોરિયલની મુલાકાત પણ કરી હતી.
20 ઓક્ટોબર 2016: પીએમ મોદીએ 2016માં હિમાચલના કિન્નૌરમાં દિવાળીની ઉજવણી કરી હતી. અહીં તેમણે ભારત ચીન બોર્ડર પાસે જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
20 ઓક્ટોબર 2016: પીએમ મોદીએ 2016માં હિમાચલના કિન્નૌરમાં દિવાળીની ઉજવણી કરી હતી. અહીં તેમણે ભારત ચીન બોર્ડર પાસે જવાનોની સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
18 ઓક્ટોબર 2017: 2017માં પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના ગુરેજ પહોંચ્યા હતા.
18 ઓક્ટોબર 2017: 2017માં પીએમ મોદીએ જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. ત્યારે તેઓ જમ્મુ-કાશ્મીરના ગુરેજ પહોંચ્યા હતા.
7 નવેમ્બર 2018: 2018માં પીએમ મોદી ભારત તિબ્બેટ સીમા પોલીસના જવાનો સાથે ઉત્તરાખંડના હર્ષિલમાં દિવાળીની ઉજવણી કરી હતી.
7 નવેમ્બર 2018: 2018માં પીએમ મોદી ભારત તિબ્બેટ સીમા પોલીસના જવાનો સાથે ઉત્તરાખંડના હર્ષિલમાં દિવાળીની ઉજવણી કરી હતી.
27 ઓક્ટોબર 2019: પીએમ મોદીએ 2019માં એલઓશી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ મોદી રાજોરીમાં એલઓસી પર તહેનાત સૈનિકોને મળ્યા હતા.
27 ઓક્ટોબર 2019: પીએમ મોદીએ 2019માં એલઓશી પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. પીએમ મોદી રાજોરીમાં એલઓસી પર તહેનાત સૈનિકોને મળ્યા હતા.
14 નવેમ્બર 2020: પીએમ મોદીએ જૈસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
14 નવેમ્બર 2020: પીએમ મોદીએ જૈસલમેરમાં લોંગેવાલા પોસ્ટ પર જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી.
અન્ય સમાચારો પણ છે...