તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Narendra Modi Cabinet Expansion LIVE News Update; List Of Ministers In New Cabinet Of Pm Narendra Modi Jyotiraditya Scindia Sarbananda Sonowal

PM મોદીનું મેગા કેબિનેટ વિસ્તરણ:43 મંત્રીએ શપથ લીધા, ગુજરાતના 7 સાંસદને મોદી મંત્રીમંડળમાં સ્થાન, 8 વર્ષમાં સૌથી વધુ 11 મહિલા મંત્રીઓ, મંત્રીઓને ખાતાની ફાળવણી કરાઈ

નવી દિલ્હી3 મહિનો પહેલા

મોદી કેબિનેટનું સૌથી મોટું વિસ્તરણ થયું છે.બુધવારે સાંજે 6 વાગે સર્વાર્થ સિદ્ધિ યોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રીમંડળના 43 મંત્રીઓએ શપથ લીધા હતા. દોઢ કલાક ચાલેલા શપથ ગ્રહણ સમારંભમાં 36 નવા મંત્રીઓએ શપથ લીધા હતા. નવા મંત્રીઓમાં સૌથી વધારે 7 મંત્રી ઉત્તર પ્રદેશ અને 3 મંત્રી ગુજરાતમાંથી છે. બન્ને રાજ્યમાં આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. વર્તમાન મંત્રીઓ પૈકી 7 મંત્રીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે.
ખાતાની ફાળવણી કરાઈ
કેબિનેટ વિસ્તરણ બાદ મોદી સરકારમાં ખાતાની ફાળવણીની જાહેરાત કરવામાં આવી રહી છે. મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય, કેમિકલ બાબતોની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ ઈરાનીને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની જવાબદારી આપવામાં આવી છે.

PM મોદીએ આ નેતાઓને પ્રમોટ કર્યાં
અનુરાગ ઠાકુર, જીકે રેડ્ડી, મનસુખ માંડવિયા, કિરણ રિજ્જુ, આરકે સિંહ, હરદીપ સિંહ પુરી અને પુરષોત્તમ રુપાલાનો સમાવેશ થાય છે. આ તમામ 7 રાજ્યમાં મંત્રી હતા, તેમને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો છે.

મોદી કેબિનેટમાં સાંજે 6 વાગે 43 મંત્રીઓએ શપથ લેવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાંથી ભાજપ સાંસદ નારાયણ રાણેને શપથ અપાવ્યા હતા. ત્યારબાદ આસામના સર્બાનાંદ સોનોવાલે શપથ લીધા હતા. ત્યારબાદ મધ્ય પ્રદેશના વીરેન્દ્ર કુમાર ખટીકે શપથ લીધા હતા.તેમને થાવરચંદ ગહલોતની જગ્યાએ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે,જે મધ્ય ભારતનો દલીત ચહેરો હતો. શપથ લેનાર 28 રાજ્યો મંત્રીઓમાં 7 મહિલાઓ છે. મોદીના 8 વર્ષના શાસનમાં આ વખતે સૌથી વધારે મંત્રીઓ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે.

2014માં પહેલીવાર મંત્રીમંડળમાં 7 અને 2019માં 6 મહિલા મંત્રી હતી. તેમાં અંતે હરસિમરત સિંહ કૌર કેબિનેટમાંથી હટાવવામાં આવ્યા હતા.

મહારાજ રાષ્ટ્રપતિને નમસ્કાર કરવાનું ભૂલ્યા

મધ્ય પ્રદેશમાંથી જ્યોતિરાદિત્યને પણ કેબિનેટ મંત્રીની શપથ અપાવી છે. તેમને અગાઉ શપથ લેનારા તમામ મંત્રીઓને રાષ્ટ્રપતિને નમસ્કાર કર્યાં પણ સિંધિયા આમ કરવાનું ભૂલી ગયા અને સીધા જ પોતાની ખુરશીમાં બેસી ગયા. જ્યારે તેમને કોઈએ યાદ અપાવ્યું તો તેઓ પરત ફર્યાં અને રાષ્ટ્રપતિને નમસ્કાર કર્યાં.

આ બન્યા કેબિનેટ મંત્રી
1. નારાયણ રાણે
2. સર્વાનંદ સોનોવાલ
3. વીરેન્દ્ર કુમાર
4. જ્યોતિરાદિત્ય સિંધિયા
5. આરસીપી સિંહ
6. અશ્વિની વૈષ્ણવ
7. પશુપતિ કુમાર પારસ
8. કિરણ રિજ્જૂ
9. રાજકુમાર સિંહ

10. હરદીપ સિંહ પુરી

11. મનસુખ માંડવિયા

12. ભુપેન્દ્ર યાદવ

13. પુરષોતમ રુપાલા

14. જી કિશન રેડ્ડી

15. અનુરાગ ઠાકુર

શપથ ગ્રહણ સમારોહમાં પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી
શપથ ગ્રહણ સમારોહમાં પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી

આ બન્યા રાજ્ય મંત્રી

1. પંકજ ચૌધરી

2. અનુપ્રિયા પટેલ

3. સત્યપાલ સિંહ બધેલ

4. રાજીવ ચંદ્રશેખર

5. શોભા કરંદાજે

6. ભાનુ પ્રતાપ સિંહ વર્મા

7. દર્શના વિક્રમ જરદોશ

8. મિનાક્ષી લેખી

9. અન્નપૂર્ણા દેવી

10. એ. નારાયણ સામી

11. કૌશલ કિશોર

12. અજય ભટ્ટ

13. બી.એલ વર્મા

14. અજય કુમાર

15. દેવુ સિંહ ચૌહાણ

16. ભગવંત ખૂબા

17. કપિલ મોરેશ્વર પાટિલ

18. પ્રતિમા ભૌમિક

19. ડૉ. સુભાષ સરકાર

20. ભગવત કિશનરાવ કડાર

21. ડૉ. રાજકુમાર રંજન સિંહ

22. ડૉ. ભારતી પ્રવીણ પવાર

23. બિશ્વેશર ટુડૂ

24. શાંતનૂ ઠાકુર

25. ડૉ. મુંજપારા મહેન્દ્રભાઈ

26. ડો. એલ. મુરુગન

27. જોન બાર્લા

28. નીશિથ પ્રમાણિક

ટીમ મોદીના નવા ચહેરા

1. નારાયણ રાણે 2. સરબાનંદ સોનોવાલ 3. વિરેન્દ્ર કુમાર 4. જ્યોતિરાદિત્ય સિંધિયા 5. રામચંદ્ર સિંગ 6. અશ્વિન વૈશ્નવ 7. પશુપતિ કુમાર પ્રસાદ 8. કિરણ રિજ્જૂ 9. હરદીપ સિંહ પૂરી 10. રાજકુમાર સિંગ 11. મનસુખ માંડવિયા 12. ભુપેન્દ્ર યાદવ 13. પુરષોતમ રુપાલા 14. કિશન રેડ્ડી 15. અનુરાગ ટાકુર 16. પંકજ ચૌધરી 17. અનુપ્રિયા પટેલ 18. ડૉ. સત્યપાલ બેધલ 19. રાજીવ ચંદ્રશેખર 20. શુશ્રી શોભા 21. ભાનુ પ્રતાપ સિંગ વર્મા 22. દર્શના વિક્રમ જરદોશ 23. મિનાક્ષી લેખી 24. અનુપમા દેવી 25. એ નારાયણસ્વામી 26. કૌશલ કિશોર 27. અજય ભાટ્ટ 28. બી એલ વર્મા 29. અજય કુમાર 30. દેવુસિંહ ચૌહાણ 31. ભગવંત ખુબા 32. કપીલ મોરેશ્વર પાટિલ 33. પ્રતિમા ભૌમિક 34. ડૉ. સુભાષ સરકાર 35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ 36. ડૉ. રાજકુમાર રંજન સિંહ 37. ડૉ. ભારતી પ્રવિણ પવાર 38. બિશેશ્વર તુડુ 39. શાંતનુ ઠાકુર 40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા 41. જ્હોન બરાલા 42. ડૉ. એલ મૃગન 43. નીતિશ પ્રમાણિક 34. ડૉ. સુભાષ સરકાર 35. ડૉ. ભાગવત કિશનરાવ કરાડ 36. ડૉ. રાજકુમાર રંજન સિંહ 37. ડૉ. ભારતી પ્રવિણ પવાર 38. બિશેશ્વર તુડુ 39. શાંતનુ ઠાકુર 40. ડૉ. મહેન્દ્રભાઈ મુંજપરા 41. જ્હોન બરાલા 42. ડૉ. એલ મૃગન 43. નીતિશ પ્રમાણિક

વડાપ્રધાન મોદીએ ક્લાસ લીધા

રવિશંકર પ્રસાદ રવિશંકર પ્રસાદ મોદી સરકારમાં કાયદા મંત્રી હતા. પ્રકાશ જાવડેકર મોદી સરકારમાં સૂચના અને પ્રસારણ મંત્રી રહેલા પ્રકાશ જાવડેકર મોટાભાગે કેબિનેટ બ્રીફિંગમાં દેખાતા હતા. શપથ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા બનનાર મંત્રીઓ સાથે બેઠક કરી છે. પીએમ હાઉસમાં થયેલી આ બેઠકમાં જ્યોતિરાદિત્ય સિંધિયા અને સર્બાનંદ સોનોવાલ આ બેઠકમાં સામેલ થયા હતા. મીટિંગમાં વડાપ્રધાન મોદીની સાથે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી અને ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બીએલ સંતોષ હાજર હતા.

વડાપ્રધાને પીએમ હાઉસ પર શપથ લેનાર મંત્રીઓ સાથે બેઠક કરી હતી
વડાપ્રધાને પીએમ હાઉસ પર શપથ લેનાર મંત્રીઓ સાથે બેઠક કરી હતી

મોદી મંત્રીમંડળનું આજે વિસ્તરણ થયુ. આ વિસ્તરણ પહેલાં ઘણા મંત્રીઓને ઘરભેગા પણ કરવામાં આવ્યા છે. મોદી કેબીનેટમાં હવે ચોંકાવનારા રાજીનામા પણ આવવા લાગ્યા છે. નવા મંત્રીઓના શપથ લેવાય તેના અડધો કલાક પહેલાં જ હવે રવિશંકર પ્રસાદ અને પ્રકાશ જાવડેકરે પણ રાજીનામું આપી દીધું હતું. આમ નવુ મંત્રીમંડળ બને તે પહેલાં કુલ 13 મંત્રીઓ રાજીનામા આપ્યા છે.

રાજીનામાં આપનારા મંત્રીઓ

  • થાવરચંદ ગેહલોત (સામાજિક ન્યાયમંત્રી)
  • ડૉ. હર્ષ વર્ધન (સ્વાસ્થ્યમંત્રી)
  • રમેશ પોખરિયાલ નિશંક (શિક્ષામંત્રી)
  • અશ્વિન ચૌધરી (સ્વાસ્થ્ય રાજ્યમંત્રી)
  • દેબોશ્રી ચૌધરી (મહિલા બાળવિકાસમંત્રી)
  • સદાનંદ ગૌડા (રસાયણમંત્રી)
  • સંતોષ ગંગવાર (શ્રમ રાજ્યમંત્રી)
  • સંજય ધોત્રે (શિક્ષણ રાજ્યમંત્રી)
  • બાબુલ સુપ્રિયો
  • પ્રતાપ સારંગી
  • રતન લાલ કટારિયા
  • રવિશંકર પ્રસાદ
  • પ્રકાશ જાવડેકર

લીડર પહેલાં બેન્કર રહેલા જ્યોતિરાદિત્યને મળશે મહત્ત્વપૂર્ણ જવાબદારી

સિંધિયાને મધ્યપ્રદેશમાં ભાજપને સત્તામાં લાવવાનું ઈનામ અપાઈ શકે છે. તેમણે કોંગ્રેસ અને પોતાના ગાઢ મિત્ર એવા રાહુલ ગાંધી સાથે છેડો ફાડી દીધો હતો. રાહુલ ગાંધી સાથે તેમના સંબંધો પરિવાર જેવા હતા. સિંધિયા એકલા ભાજપમાં નહોતા જોડાયા, તેઓ પોતાની સાથે 22 ધારાસભ્ય પણ લાવ્યા અને આનાથી રાજ્યમાં ભાજપની સરકાર બની હતી. તેમનું મોદીના કેબિનેટમાં સામેલ થવું એક ઐતિહાસિક પ્રસંગ થશે. તેઓ પોતાના દાદી રાજમાતા વિજ્યારાજે સિંધિયાનાં પદચિહ્નો પર ચાલી રહ્યા છે. તેમને એક સંભવિત યોગ્ય મંત્રીના રૂપે પણ જોવામાં આવી રહ્યા છે. રાજનીતિમાં પ્રવેશ કરતાં પહેલાં તેઓ એક સફળ બેન્કર પણ રહી ચૂક્યા છે. પ્રાપ્ત થતી માહિતી અનુસાર, તેમને એક મહત્ત્વપૂર્ણ વિભાગ પણ સોંપાશે તથા આની સાથે ભાજપનું વધુ એક લક્ષ્ય પણ પૂરું થશે. તેમને કેબિનેટમાં સામેલ કરવાથી રાહુલ ગાંધી અને તેમની લીડરશિપની ક્ષમતાઓ પર પણ માઠી અસર પહોંચશે.

સર્વાનંદ સોનોવાલ 2014માં પણ મોદી ટીમનો હિસ્સો રહ્યા

આસામના પૂર્વ મુખ્યમંત્રી સોનોવાલે હેમંત બિસ્વ સરમાના મુખ્યમંત્રી બનવાનો રસ્તો સાફ કર્યો. તેમના મોદી સાથે પણ સારા સંબંધો રહ્યા છે. આસામના મુખ્યમંત્રી બનતાં પહેલાં તેઓ 2014માં મોદી કેબિનેટમાં પણ હતા. તેમને ખેલ અને યુવા મંત્રાલય આપવામાં આવ્યું હતું.

એક સમયે અટલના ખાસ રહ્યા હતા અશ્વિની વૈષ્ણવ
મેનેજમેન્ટના મહારથી ઓડિશાથી ભાજપ સાંસદ અને પૂર્વ IAS અશ્વિની વૈષ્ણવને મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમણે નાણાં રાજ્યમંત્રી અથવા એવી કોઈ મહત્વની જવાબદારી સોંપવામાં આવી શકે છે. તેઓ IIT ગ્રેજ્યુએટ છે. વ્હાર્ટનથી MBA થયા છે અને બિઝનેસમેન રહ્યા છે. આ સિવાય તેઓ અટલ બિહારી વાજપેયીના સમયમાં PMOમાં પણ કામ કરી ચૂક્યા છે. તેઓ વાજપેયીજીના ખાસ પણ છે.

પશુપતિ પારસની એન્ટ્રીથી નારાજ થઈ શકે છે હનુમાન

લોજપાને બે ભાગમાં વહેંચનારા પશુપતિ પારસને મંત્રી બનાવવામાં આવશે. મોદી સરકાર માટે અહીં બેલેન્સ થોડું મુશ્કેલ છે. પારસને સામેલ કરવાથી તેમના જૂથને સંતોષ થઈ જશે, પરંતુ પોતાને મોદીના હનુમાન ગણાવનાર ચિરાગ નારાજ થઈ શકે છે.

ભ્રષ્ટાચારમાં ઘેરાયેલા રાણે લાંબા સમયથી મંત્રી બનવાની રાહ જુએ છે
નારાયણ રાણે ઘણા સમયથી મંત્રી બનવા માટે રાહ જોઈ રહ્યા છે. તેમને અમિત શાહના ખાસ માનવામાં આવે છે. જોકે તેમના મોદી કેબિનેટમાં સામેલ થવાથી મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાના ઘણા નેતા નારાજ થઈ શકે છે. એ ઉપરાંત તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ પણ છે. આ આરોપ ત્યારે લગાવવામાં આવ્યા હતા જ્યારે તેઓ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ સરકાર દરમિયાન રેવન્યુ મિનિસ્ટર હતા.

ચૂંટણીને ધ્યાનમાં રાખી ઉત્તર પ્રદેશમાંથી સાત નેતાઓને કેબિનેટમાં સ્થાન મળ્યું
આગામી વર્ષે ઉત્તર પ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે ત્યારે મોદી સરકાર દ્વારા કેબિનેટના વિસ્તરણમાં આ બાબતને ધ્યાનમાં રાખવામાં આવી છે. UPના સાત સાંસદોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. એસપી બઘેલ, કૌશલ કિશોર, પંકજ ચૌધરી, રાજ્યસભાના સાંસદ બીએલ વર્મા, ભાનુ પ્રતાપ વર્મા, અપના દળની અધ્યક્ષ અનુપ્રિયા પટેલ તથા ખીરી સાંસદ અજય મિશ્રાનો સમાવેશ થાય છે.

બીજી બાજુ બરેલીથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે રાજીનામુ આપ્યું છે. 73 વર્ષના ગંગવારની ઉંમરને પગલે રાજીનામુ આપ્યું છે. વર્ષ 2017માં ગંગવારને શ્રમ અને રોજગાર મંત્રી બનાવવામાં આવ્યા હતા. વર્ષ 2014માં સંતોષ ગંગવારને રાજ્યકક્ષાના નાણાં મંત્રી તરીકે પણ જવાબદારી આપવામાં આવી હતી. ત્યારબાદ તેને કાપડ મંત્રાલયની પણ જવાબદારી સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...