• Gujarati News
  • National
  • Narendra Modi Is The Most Popular Leader In The World, The 5th President Of The United States And The 8th Prime Minister Of The United Kingdom

ધ મોર્નિંગ કન્સલ્ટનો સર્વે:નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, અમેરિકાના રાષ્ટ્રપતિ 5માં અને બ્રિટિશ વડાપ્રધાન 8માં નંબરે

દિલ્હી3 મહિનો પહેલા
  • ભારતમાં કોરોનાની બીજી લહેર દરમિયાન વડાપ્રધાન મોદીનું ડિસએપ્રુવલ રેટિંગ પીક પર હતુ
  • વડાપ્રધાન મોદીનું એપ્રુવલ રેટિંગ મેં 2020માં સૌથી વધુ 84 ટકા હતુ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વેમાં આ વાત પ્રકાશમાં આવી છે. સર્વે મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રુવલ રેટિંગમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન સહિત વિશ્વના 13 રાષ્ટ્ર પ્રમુખોને પાછળ છોડી દીધા છે. પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 70 ટકા કર્યું છે.

2 સપ્ટેમ્બરે અપડેટ કરવામાં આવેલા આ સર્વેમાં ભારતના વડાપ્રધાન વિશ્વના ઘણા રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોથી ઘણા આગળ છે. પીએમ મોદીએ મેક્સિકન રાષ્ટ્રપતિ આંદ્રેે મૈનુઅલ લોપેજ ઓબ્રાડોર, ઈટલીના વડાપ્રધાન મારિયો દ્રાધી, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન સહિત ઘણા મોટા નેતાઓને લોકપ્રિયતાના ગ્રાફમાં પાછળ છોડી દીધા છે.

આ લિસ્ટમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મૌરિસન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂૂડો, બ્રિટિશ પીએમ બોરિસ જોનસન અને બ્રાઝીલિયન રાષ્ટ્રપતિ બોલ્સોનેરો પણ સામેલ છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન ઘટી લોકપ્રિયતા
ધ મોર્નિંગ કન્સલ્ટના સર્વે મુજબ, ભારતમાં કોરોનાની બીજી લહેર(મે 2021) દરમિયાન વડાપ્રધાન મોદીનું ડિસએપ્રુવલ રેટિંગ(લોકપ્રિયતામાં ઘટાડો) પીક પર હતું. ત્યારે કોરોનાને કારણે હોસ્પિટલમાં ઓક્સિજનની અછતે દેશને ખરાબ રીતે પ્રભાવિત કર્યો હતો. જોકે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે આ મુશ્કેલ સ્થિતિમાંથી ઝડપથી રસ્તો કાઢ્યો હતો.

મે 2020માં સૌથી વધુ 84 ટકા પર હતું એપ્રુવલ રેટિંગ
વડાપ્રધાન મોદીનું એપ્રુવલ રેટિંગ મેં 2020માં સૌથી વધુ 84 ટકા પર હતું. ત્યારે ભારત કોરોના મહામારીમાંથી બહાર નીકળી રહ્યું હતું. આ વર્ષે જૂનમાં બહાર પડેલા રેટિંગની સરખામણીમાં આ વખતે વડાપ્રધાન મોદીનું એપ્રુવલ રેટિંગ સારુ છે. જૂનમાં પીએમ મોદીનું એપ્રુવલ રેટિંગ 66 ટકા હતું. મોદીના ડિસએપ્રુવલ રેટિંગમાં ભારે ઘટાડો આવ્યો છે. લગભગ 25 ટકાના ઘટાડા સાથે હવે તે લિસ્ટમાં સૌથી નીચલા સ્થાને છે.

13 નેતાઓનું રેટિંગ જાણો...

ક્રમવડાપ્રધાનદેશઅપ્રુવલ રેટિંગ
1નરેન્દ્ર મોદીભારત70%
2લોપેજ ઓબ્રાડોરમેક્સિકો64%
3મારિયા દ્વાધીઈટલી63%
4એન્જેલા માર્કેલજર્મની53%
5જો બાઈડનઅમેરિકા48%
6સ્કોટ મોરિસનઓસ્ટ્રેલિયા48%
7

જસ્ટિન ટુ્ૂડો

કેનેડા45%
8બોરિસ જોનસનબ્રિટન41%
9ઝાર બોલ્સોનારોબ્રાઝીલ39%
10મૂન જે-ઈનદક્ષિણ કોરિયા38%
11પેડ્રો સાંચેજસ્પેન35%
12ઈમેન્યુઅલ મેક્રોનફ્રાન્સ34%
13યોશિહિદે સુગાજાપાન25%

આ રીતે તૈયાર થાય છે એપ્રુવલ-ડિસએપ્રુવલ રેટિંગ
ધ મોર્નિંગ કન્સલ્ટ એપ્રુવલ અને ડિસએપ્રુવલ રેટિંગ 7 દિવસોના મૂવિંગ એવરેજના આધારે નીકળે છે. આ કેલક્યુલેશનમાં 1થી 3 ટકા સુધીનું પ્લસ-માઈનસનું માર્જિન હોય છે. એટલે કે એપ્રુવલ અને ડિસએપ્રુવલ રેટિંગમાં 1થી 3 ટકા સુધીની અછત કે વૃદ્ધિ થઈ શકે છે. આ આંકડાઓ તૈયાર કરવા માટે મોર્નિંગ કન્સલ્ટે ભારતમાં લગભગ 2126 લોકોનું ઈન્ટરવ્યું કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...