તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Narendra Modi; Ayodhya Ram Mandir Bhoomi Pujan Live Update, Yogi Adityanath Mohan Bhagwat

492 વર્ષ પછી રામમંદિરનો શિલાન્યાસ:વડાપ્રધાન મોદીએ 31 વર્ષ જૂની 9 શિલાઓથી રામ મંદિરનો શિલાન્યાસ કર્યો, મુહૂર્ત માત્ર 32 સેકન્ડનું હતું, 40 મિનિટ ચાલ્યું ભૂમિપૂજન

અયોધ્યાએક વર્ષ પહેલા
  • રામ મંદિરના ભૂમિપૂજન માટે અયોધ્યા સીલ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં 3 કલાક રોકાશે
  • વડાપ્રધાન મોદીએ હનુમાન ગઢીમાં આરતી ઉતારી હતી

492 વર્ષ પછી અયોધ્યાએ તેનો ઈતિહાસના પાના ફરીથી પલટાવી નાંખ્યા છે. વર્ષ 1528માં રામ મંદિરને તોડીને અહીં બાબરી મસ્જિદ બનાવવામાં આવી હતી. આઝાદી પછી લાંબો કેસ ચાલ્યો. નવ મહીના પહેલા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. વિવાદિત જમીન રામલલ્લાની થઈ અને હવે અહીં ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થશે.

મંદિરનું આંદોલન લાલકૃષ્ણ આડવાણીએ ચલાવ્યું હતું પરુંતુ વડાપ્રધાન હોવાના કારણે મંદિર નિર્માણના ભૂમિપૂજન કરવાની તક નરેન્દ્ર મોદીને મળી. 5 ઓગસ્ટ 2019ના રોજ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370 હટાવવામાં આવી હતી. 5 ઓગસ્ટ 2020ના રોજ મંદિર નિર્માણની શરૂઆત થઈ છે. બંને ભાજપના વાયદા હતા. 5 ઓગસ્ટ 2021ના રોજ શું થશે તેની કોઈને ખબર નથી. કદાચ તે વિશે તો મોદી જ કહી શકશે.

...તો ચાલો પરત ફરીએ અયોધ્યા તરફ. મોદી બુધવારે સવારે અહીં પહોંચ્યા. હનુમાન ગઢીમાં પૂજા કરનાર અને રામલલ્લાનું દર્શન કરનાર તે પહેલા વડાપ્રધાન બન્યા. આ પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી બાજપેયી અયોધ્યા પહોંચ્યા પરંતુ રામલલ્લાના દર્શન કરી શકયા ન હતા.

મોદી 29 વર્ષ પછી અયોધ્યા આવ્યા. આ પહેલા 1991માં અયોધ્યા આવ્યા હતા. ત્યારે ભાજપના અધ્યક્ષ મુરલી મનોહર જોશી તિરંગા યાત્રા નિકાળી રહ્યાં હતા અને યાત્રામાં મોદી તેમની સાથે રહેતા હતા. મોદીએ 2019ની લોકસભા ચૂંટણીના સમયે ફૈજાબાદ-અંબેડકર નગરમાં એક રેલીને સંબોધિત કરી હતી, જોકે અયોધ્યા ગયા ન હતા.

અયોધ્યાથી ભૂમિપૂજનનો કાર્યક્રમ શરૂ

ઈકબાલ અંસારીને પહેલું આમંત્રણ અપાયું
નોંધનીય છે કે, મોદીની ભાજપ પાર્ટીએ 10માંથી8 લોકસભા ચૂંટણીમાં અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો વાયદો કર્યો હતો અને સૌથી સારી વાત એ છે કે તેનું સૌથી પહેલું આમંત્રણ ઈકબાલ અંસારીને મોકલવામાં આવ્યું છે, જેઓ બાબરી મસ્જિદના પક્ષકાર રહ્યા હતા.

રામલલ્લાના દર્શન કરનાર મોદી પહેલાં વડાપ્રધાન
આઝાદી પછી મોદી એક માત્ર એવા વડાપ્રધાન છે, જેઓ આ પદ પર રહીને રામલલ્લાના દરબારમાં હાજર રહેશે. તેમના પહેલા ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને અટલ બિહારી વાજપેયી અને નરેન્દ્ર મોદી પોતે વડાપ્રધાન તરીકે અયોધ્યા પહોંચ્યા હતા પરંતુ રામલલ્લાના દર્શન કરી શક્યા નહતા.

મોદી 29 વર્ષ પછી અયોધ્યામાં
આ પહેલાં મોદી 1991માં અયોધ્યા ગયા હતા. ત્યારે ભાજપ અધ્યક્ષ મુરલી મનોહર જોશીએ તિરંગા યાત્રા કાઢી હતી અને યાત્રામાં મોદી તેમની સાથે હતા. મોદીએ 2019માં લોકસભા ચૂંટણી વખતે ફૈઝાબાદ-આંબેડકર નગરમાં એક રેલી સંબોધિત કરી હતી, પરંતુ અયોધ્યા નહતા ગયા.

રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ
હનુમાન ગઢીમાં પૂજા પછી મોદી જ્યારે રામ જન્મભૂમિ પહોચ્યા ત્યારે તેમણે સૌ પ્રથમ રામલલ્લાના દર્શન કર્યા. ત્યારપછી તેમણે રામલલ્લાને સાષ્ટાંગ પ્રણામ કર્યા હતા. ત્યારપછી તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે તે મંદિરના ભૂમિપૂજન સ્થળ પર પહોંચ્યા હતા. ત્યાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત અને અન્ય અતિથિઓ પહેલેથી ત્યાં હાજર હતા. 17 લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.

મોદીને રામલલ્લાના સાષ્ટાંગ પ્રણામ
મોદીને રામલલ્લાના સાષ્ટાંગ પ્રણામ

2000 પવિત્ર જગ્યાની માટી, 100થી વધારે નદીઓનું પાણી
મોદીના પહોંચતા જ પૂજન શરૂ કરવામાં આવ્યું હતું. અહીં 2000 પવિત્ર જગ્યાઓથી માટી અને 100થી વધારે નદીઓનું પાણી લાવીને રાખવામાં આવ્યું હતું. 1989માં સમગ્ર દુનિયામાંથી 2 લાખ 75 હજાર ઈંટો જન્મભૂમિ માટે મોકલવામાં આવી હતી. તેમાંથી 9 ઈંટોને શિલાના પૂજન માટે રાખવામાં આવી હતી. પૂજન પછી મોદીને સંકલ્પ પણ અપાવવામાં આવ્યો હતો.

ભૂમિપૂજન કરતી વખતે વડાપ્રધાન મોદી
ભૂમિપૂજન કરતી વખતે વડાપ્રધાન મોદી

પૂજન સામગ્રીમાં બરસોલીના લાકડાંમાંથી પાત્ર બનાવાયું
પૂજન સામગ્રીમાં બરસોલી (બકુલી)ના લાકડાંમાંથી પાત્ર બનાવવામાં આવ્યું હતું. તેના લાંબા પાત્રમાં સોના-ચાંદી સહિત નવરત્ન ભરવામાં આવ્યા છે. ભૂમિપૂજન માટે જમીનમાં જે ખાડો ખોદવામાં આવ્યો છે તેના મૂળમાં બરસોલીનું પાત્ર મુકવામાં આવ્યું છે. આ પૂજન વિધિ કાંચીપુરમ પીઠના શંકરાચાર્ય જયેન્દ્ર સરસ્વતીજી મહારાજે જણાવી છે. 32 સેકન્ડના મુહૂર્તમાં વડાપ્રધાન સાથે પૂર્ણાહુતિ કરાવવામાં આવી, જે કરિષ્યામિ કહેવાની સાથે પૂરી થઈ. પૂજન વિધિ 40 મિનિટ ચાલી હતી. મોદી ભૂમિ પૂજન પહેલા ચાંદીની ગીફ્ટ કારમાં ભૂલી ગયા હતા.

વડાપ્રધાને 31 વર્ષ જૂની શિલાઓનું પૂજન કર્યું, ત્યારપછી મંદિરનો પાયો મુક્યો
વડાપ્રધાને 31 વર્ષ જૂની શિલાઓનું પૂજન કર્યું, ત્યારપછી મંદિરનો પાયો મુક્યો
હનુમાન ગઢીમાં વડાપ્રધાન મોદીને ચાંદીનો મુગટ પહેરાવીને સ્વાગત કર્યું
હનુમાન ગઢીમાં વડાપ્રધાન મોદીને ચાંદીનો મુગટ પહેરાવીને સ્વાગત કર્યું
CM યોગી આદિત્યનાથે વડાપ્રધાનનું અયોધ્યામાં સ્વાગત કર્યું
CM યોગી આદિત્યનાથે વડાપ્રધાનનું અયોધ્યામાં સ્વાગત કર્યું
મોદી અયોધ્યા માટે રવાના થયા
મોદી અયોધ્યા માટે રવાના થયા
શિલાન્યાસ સ્થળે બાબા રામદેવ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મળ્યા
શિલાન્યાસ સ્થળે બાબા રામદેવ અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મળ્યા
શિલાન્યાસ સ્થળે ઉમાભારતી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
શિલાન્યાસ સ્થળે ઉમાભારતી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ
સંઘપ્રમુખ મોહન ભાગવત શિલાન્યાસ સ્થળે પહોંચ્યા
સંઘપ્રમુખ મોહન ભાગવત શિલાન્યાસ સ્થળે પહોંચ્યા
ભારતીય સમુદાયે વોશિંગ્ટનમાં આવેલા કેપિટોલ હોલની સામે રામ મંદિર શિલાન્યાસની રેલી કાઢી
ભારતીય સમુદાયે વોશિંગ્ટનમાં આવેલા કેપિટોલ હોલની સામે રામ મંદિર શિલાન્યાસની રેલી કાઢી

સ્ટેજ પર માત્ર 5 લોકો
શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેના પર માત્ર પાંચ લોકો રહ્યા હતા. આ પાંચ લોકોમાં વડાપ્રધાન મોદી, આરએસએસ પ્રમુખ મોહન ભાગવત, ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ હાજર રહ્યા હતા
તે સિવાય બાબરી મસ્જિદના પક્ષકાર ઈકબાલ અંસારી, સમાજસેવી અને પદ્મશ્રી મોહમ્મદ શરીફ, કોઠારી બંધુની બહેન પૂર્ણિમા કોઠારી ભૂમિપૂજનમાં સામેલ થયા હતા.

શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં આ નિર્માણ કરાશે
શ્રીરામ જન્મભૂમિ પરિસરમાં આ નિર્માણ કરાશે

175 મહેમાનોમાં 135 સંત, દરેકને શ્રીરામ દરબારનો ચાંદીનો સિક્કો અપાશે
કોરોનાના કારણે ભૂમિપૂજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમાં દેશના કુલ 36 આધ્યાત્મિક પરંપરાઓના 135 સંત સામેલ છે. બાકી કારસેવકોના પરિવારજનો અને અન્ય લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભૂમિપૂજનમાં સામેલ દરેક મહેમાનને શ્રીરામ દરબારનો ચાંદીનો સિક્કો આપવામાં આવ્યો હતો. સિક્કો મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવ્યો છે.

અયોધ્યાને થાઈલેન્ડથી આવેલા ઓર્કિડ અને બેંગલુરુથી આવેલા અપરાજિતા ફુલોથી સજાવ્યું
અયોધ્યાને 400 ક્વિન્ટલ ફૂલોથી સજાવવામાં આવ્યું છે. થાઈલેન્ડથી ઓર્કિડ અને બેંગલુરુથી અપરાજિતાના ફૂલ મંગાવવામાં આવ્યા છે. જ્યારે નારંગી અને લાલ રંગના ડબલ ટોન્ડ ગલગોટાના ફૂલ કોલકાતાથી આવ્યા છે. ભૂમિપૂજન સ્થળ અને આસપાસના મંદિરોને પણ આ ફૂલથી સજાવવામાં આવ્યા છે. આ સિવાય સાકેત પીજી કોલેજથી નવા ઘાટ સુધી 50થી વધારે સ્થળો પર રંગોળી બનાવવામાં ફૂલોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સાકેત મહાવિદ્યાલયથી રામ જન્મભૂમિ સુધીનો રસ્તો ફૂલોથી સજાવવામાં આવ્યો છે
સાકેત મહાવિદ્યાલયથી રામ જન્મભૂમિ સુધીનો રસ્તો ફૂલોથી સજાવવામાં આવ્યો છે

બે કરોડ કરતાં વધારે લાડુંના પેકેટ વહેંચવામાં આવ્યા ભૂમિપૂજન પછી પ્રસાદ માટે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના 1.11 લાખના લાડું બનાવવામાં આવ્યા છે. આ સિવાય પટનાના મહાવીર ટ્રસ્ટે એક કરોડ રામલાડુંના પેકેટ બનાવ્યા છે. આ સિવાય સાંસદ લલ્લુ સિંહે સાડા ત્રણ લાખ લાડુંના પેકેટ બનાવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...