• Home
  • National
  • Prime Minister Modi will address the nation this evening at 4 pm, likely to talk on border dispute with China and Unlock 2

PMનું રાષ્ટ્રને સંબોધન / દિવાળી-છઠ્ઠ પુજા એટલે કે નવેમ્બર સુધી 80 કરોડ લોકોને દર મહિને 5 કિલો ઘઉં અથવા ચોખા અને 1 કિલો ચણા મફત અપાશે

Prime Minister Modi will address the nation this evening at 4 pm, likely to talk on border dispute with China and Unlock-2
X
Prime Minister Modi will address the nation this evening at 4 pm, likely to talk on border dispute with China and Unlock-2

  • લોકડાઉનથી શરૂ થયેલી ગરીબ કલ્યાણ યોજનાને નવેમ્બર સુધી ચાલુ રાખવામાં દોઢ લાખ કરોડ રૂપિયાનો ખર્ચ થશે- મોદી
  • મોદીની અપીલ- હવે વધુ સાવધાની રાખવાની જરૂરિયાત છે, માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 05:00 AM IST

નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને સંબોધિત કર્યો હતો. તેમણે ગરીબ પરિવારો માટે મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. તેમણે કહ્યું કે હવે ગરીબ કલ્યાણ અન્ન યોજના દિવાળી અને છઠ્ઠ સુધી એટલે કે નવેમ્બરના અંત સુધી ચાલુ રહેશે. આ અંતર્ગત સરકાર ગરીબ પરિવારોના દરેક સભ્યને 5 કિલો ઘઉં અથવા 5 કિલો ચોખા મફત આપશે. આ સિવાય પ્રત્યેક પરિવારને દર મહિને 1 કિલો ચણા પણ મફત આપવામાં આવશે.

મોદીના ભાષણની 9 મહત્વની બાબતો

1. અનલોકમાં બેદરકારી વધી, સતર્કતા બતાવવાની જરૂરિયાત
મોદીએ કહ્યું કે વિશ્વ સાથે સરખામણી કરીએ તો ભારતમાં કોરોનાના મામલમાં સ્થિતિ નિયંત્રણમાં છે. જોકે અનલોકમાં બેદરકારી વધી રહી છે. લોકોએ લોકડાઉની જેમ સાવધાની રાખવાની જરૂર છે. જે લોકો નિયમોનું પાલન કરશે નહિ, તેમને ટોકવા પડશે, રોકવા પડશે અને સમજાવવા પડશે.

2. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં ખૂબ ધ્યાન રાખવું પડશે
વડાપ્રધાને કહ્યું કે ભલે આપણે 2 ગજ અંતર અને વીસ સેકન્ડે હાથ ધોવાને લઈને સાવધાન થયા છીએ પરંતુ આજે જ્યારે વધુ સાવધાનીની જરૂર છે ત્યારે બેદરકારી વધવી તે ચિંતાનો વિષય છે. લોકડાઉન દરમિયાન ગંભીરતાથી નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું. હવે સરકારોએ, દેશના નાગરિકોએ ફરીથી એ જ પ્રકારની સાવધાની બતાવવાની જરૂરિયાત છે. કન્ટેન્ટમેન્ટ ઝોન પર ખાસ ધ્યાન આપવું પડશે. 

3. કોઈ પણ નિયમોથી ઉપર નથી
વડાપ્રધાને કહ્યું કે તમે તાજેતરમાં ન્યુઝ પેપરમાં જોયું હશે કે એક દેશના વડાપ્રધાનને 13 હજારનો દંડ એટલે ફટકારવામાં આવ્યો કે તેઓ માસ્ક પહેર્યા વગર ગયા હતા. ભારતમાં પણ સ્થાનિક પ્રશાસને આવી જ કડકાઈથી કામ કરવું જોઈએ. અહીં 130 ભારતીયોની રક્ષા એ એક અભિયાન છે. ગામનો સરપંચ હોય કે દેશના વડાપ્રધાન કોઈ પણ નિયમોથી ઉપર નથી.

4. ત્રણ મહિનામાં 20 કરોડ જન-ધન ખાતામાં 31 હજાર કરોડ રૂપિયા જમા
લોકડાઉનમાં એ જ કોશિશ રહી કે એવી સ્થિતિ ન આવે કે ગરીબોના ઘરમાં ચૂલો ન સળગે. દરેકે પ્રયત્ન કર્યો કે આટલા મોટો દેશમાં ગરીબ ભાઈ-બહેન ભૂખ્યા ન સુવે. દેશ હોય કે વ્યક્તિ, સમય અને સંવેદનશીલતાથી નિર્ણય લેવાથી મુશ્કેલીનો સામનો કરવાની શક્તિ અનેક ગણી વધી જાય છે.

5. મફત અનાજની યોજના અગામી 5 મહીના પણ લાગુ
આની સાથે સંકળાયેલી મહત્વપૂર્ણ જાહેરાત કરી રહ્યો છું. વર્ષાઋતુ દરમિયાન અને પછીથી મુખ્યત્વે કૃષિ ક્ષેત્રમાં જ વધુ કામ હોય છે. બીજા સેકટરોમાં થોડી સુસ્તી રહે છે. જુલાઈથી ધીરે-ધીરે તહેવારોની શરૂઆત થાય છે. 5 જુલાઈએ ગરુપુર્ણિમા છે, શ્રાવણ શરૂ થશે. 15 ઓગસ્ટ, રક્ષા બંધન, ગણેશ ચતુર્થી, નવરાત્રી, દુર્ગાપુજા આવશે. તહેવારના સમયે જરૂરિયાત વધે છે અને ખર્ચ પણ વધે છે. 

6. વન નેશન, વન રેશન કાર્ડની વ્યવસ્થા થઈ રહી છે
સમગ્ર ભારત માટે અમે સપનું જોયુ છે. ઘણા રાજ્યોએ સારું કામ કર્યું છે. બાકી રાજ્યોને પણ અમે આગ્રહ કરી રહ્યાં છે કે કામ આગળ વધારો. એ કામ છે, સમગ્ર દેશ માટે એક રેશન કાર્ડની વ્યવસ્થા કરવી. એટલે કે વન નેશન, વન રેશન કાર્ડ. તેનો સૌથી મોટો લાભ ગરીબોને મળશે જે રોજગાર માટે પોતાનું ગામ છોડીને બીજા કોઈ રાજ્યમાં જાય છે.

7. ખેડૂતો-ટેક્સપેયરના કારણે ગરીબોનું પેટ ભરી શકીએ છે
આજે ગરીબોને સરકાર ફ્રી રેશન આપી રહી છે તો તેનો શ્રેય બે વર્ગોને જાય છે. પ્રથમ આપણા ખેડૂતો. બીજા આપણા ઈમાનદાર ટેક્સ પેયર્સ. તેમના પરિશ્રમ અને સમર્પણના કારણે દેશ આ મદદ કરી શકે છે. તમે ઈમાનદારીથી ટેક્સ ભર્યો છે એટલા માટે આજે દેશના ગરીબો આટલા મોટા સંકટનો મુકાબલો કરી શકવા સક્ષમ છે.

8. આપણે બધા લોકલ માટે વોકલ થઈશું
આપણે ગરીબ, પીડિત, શોષિત, વંચિતને સશકત કરવા માટે સતત કામ કરીશું. આપણે તમામ સાવધાની રાખીને ઈકોનોમિક એક્ટિવિટીને વધુ આગળ વધારીશું. આપણે આત્મનિર્ભર ભારત માટે દિવસ-રાત એક કરીશું. આપણે બધા લોકલ માટે વોકલ થઈશું. આ સંકલ્પની સાથે 130 કરોડ ભારતીયોએ કામ કરવાનું છે અને આગળ પણ વધવાનું છે.

9. માસ્ક, ફેસ કવર જરૂર પહેરો

તમને પ્રાર્થના કરું છું, આગ્રહ કરું છું કે સ્વસ્થ રહો. બે ગજના અંતરનું પાલન કરતા રહો. ફેસ કવર, માસ્કનો ઉપયોગ કરો અને કોઈ બેદરકારી પણ ન રાખો.

વડાપ્રધાન મોદીના કોરોના મહામારી દરમિયાનના અત્યાર સુધીનો સંબોધનો

  • પ્રથમ સંબોધન- 19 માર્ચઃ જનતા કર્ફ્યૂની જાહેરાત. 
  • બીજું સંબોધન- 24 માર્ચઃ 21 દિવસનું લોકડાઉન.
  • ત્રીજું સંબોધન- 3 એપ્રિલઃ દીપ પ્રગટાવાની અપીલ.
  • ચોથું સંબોધન- 14 એપ્રિલઃ લોકડાઉન-2ની જાહેરાત.
  • પાંચમું સંબોધન- 12 મેઃ 20 લાખ કરોડના આર્થિક પેકજની જાહેરાત, લોકડાઉન 4.0ની જાહેરાત.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી