• Gujarati News
  • National
  • Narendra Giri Took Blessings From Hashim Ansari Of Babri Masjid, Calling Himself His Son

તસવીરોમાં જુઓ નરેન્દ્ર ગિરિ અને રાજકારણનો સાથ:નરેન્દ્ર ગિરિએ બાબરી મસ્જિદના હાશિમ અંસારી પાસેથી લીધા હતા આશીર્વાદ, પોતાને તેમના પુત્ર સમાન ગણાવ્યા હતા

લખનઉ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહંત નરેન્દ્ર ગિરિનો રાજકારણ સાથે ઘણો જુનો સંબંધ રહ્યો છે

અખિલ ભારતીય અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિનું સોમવારે શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. જેના કારણે સંત સમાજ અને રાજકીય પક્ષોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. રાજકારણ સાથે મહંતનો જુનો સંબંધ છે. પછી તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય કે યુપીના સીએમ યોગી આદિત્યનાથ. રામ મંદિર કેસમાં મહંતની ભૂમિકા પણ ભૂલી શકાય તેમ નથી. પાંચ વર્ષ પહેલા બાબરી મસ્જિદના હાશિમ અન્સારી સાથે મહંતની મુલાકાતમાં તેમણે પોતાને તેમના પુત્ર જણાવ્યા હતા.

તસવીરોમાં જુઓ...મહંત અને રાજકારણના રંગ

30 મે 2016ના રોજ મહંત નરેન્દ્ર ગિરિએ બાબરી મસ્જિદના હાશિમ અન્સારી સાથે તેમના પાંજી ટોલા ખાતેના નિવાસસ્થાને જઈને મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને કહ્યું હતું કે તેઓ હાશિમ અન્સારીના પુત્ર સમાન છે.

મહંત નરેન્દ્ર ગિરિએ હાશિમ અન્સારીને મીઠાઇ ખવડાવી હતી. જુદા-જુદા ધર્મોના લોકો સાથે તેમના સંબંધ રહ્યા છે

વર્ષ 2021 એપ્રિલ મહીનામાં હરિદ્વારમાં કુંભ મેળા દરમિયાન મહંત નરેન્દ્ર ગિરિ કોરોના પોઝિટિવ થયા હતા. કોવિડ કેસ સેન્ટરમાં મહંતના ખબર જણાવા માટે મેળા અધિકારી દિપક રાવત પહોંચ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સાથે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિ.

હરિદ્વારમાં યોજાયેલા કુંભ મેળામાં 11 એપ્રિલ, 2021ના રોજ અખિલેશ યાદવે મહંત નરેન્દ્ર ગિરિ સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ જ નેરેન્દ્ર ગિરિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

મહંત નરેન્દ્ર ગિરિ તેમના શિષ્ય આનંદ ગિરિની વચ્ચે ઘણા લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. 26 મે, 2021ના રોજ આનંદ ગિરિએ પોતાના ગુરુ મહંત નરેન્દ્ર ગિરિના પગે પડીને માફી માંગી હતી.

શિષ્ય આનંદ ગિરિએ ગુરુ મહંત નરેન્દ્ર ગિરિ પર આરોપ લગાવ્યા હતા કે મહંતે સૂતેલા હનુમાન મંદિરના રૂપિયાથી રિસોર્ટમાં મંદિર સાથે જોડાયેલા વ્યક્તિના લગ્ન કરાવ્યા હતા. અહીં બાર ગર્લ્સ સાથે ડાન્સનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.

ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મહંત નરેન્દ્ર ગિરિ.

અન્ય સમાચારો પણ છે...