શ્રદ્ધાનું માથું શોધવા તળાવ ખાલી કરવા પહોંચી પોલીસ:મહેરૌલીના જંગલમાંથી 17 હાડકાં મળ્યાં, આવતીકાલે આફતાબનો નાર્કો ટેસ્ટ થશે

17 દિવસ પહેલા
  • પોલીસ હજુ પણ જંગલમાં હત્યાનું હથિયાર અને શ્રદ્ધાના શરીરના ટુકડા શોધી રહી છે

શ્રદ્ધા મર્ડર કેસમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, આફતાબે દિલ્હી પોલીસને જણાવ્યું છે કે તેણે શ્રદ્ધાનું માથું દિલ્હીના એક તળાવમાં ફેંકી દીધું હતું. આ પછી દિલ્હી પોલીસ રવિવારે સાંજે છતરપુર જિલ્લાના મેદાન ગઢી પહોંચી અને અહીં હાજર એક તળાવને ખાલી કરી રહી છે. ડાઇવર્સને પણ બોલાવવામાં આવ્યા છે.

સ્થાનિક લોકોનું કહેવું છે કે પોલીસ થોડા સમય પહેલા આફતાબને અહીં લાવી હતી. તેણે આ તળાવમાં શ્રદ્ધાનું માથું ફેંક્યું હોવાની કબૂલાત કરી છે. હત્યાનું હથિયાર પણ ગાયબ છે. અહીં, છત્તરપુર જિલ્લાના મહેરૌલી જંગલમાંથી પોલીસે અત્યાર સુધીમાં 17 હાડકાં કબજે કર્યા છે, તેમને તપાસ માટે મોકલવામાં આવશે.

બીજી તરફ આરોપી આફતાબનો આવતીકાલે એટલે કે સોમવારે નાર્કો ટેસ્ટ કરવામાં આવશે. પોલીસે આ માટે 40 પ્રશ્નોની યાદી તૈયાર કરી છે. આફતાબે દ્વારા શ્રદ્ધાની હત્યા એટલી ચતુરાઈથી કરવામાં આવી છે કે પોલીસ માટે પુરાવાઓ મેળવવા અને ઘટનાઓની તમામ કડીઓને જોડવી એક પડકાર બની ગયો છે. પોલીસને આશા છે કે આ ટેસ્ટમાંથી તેને કેટલીક મહત્ત્વપૂર્ણ માહિતી મળી શકે છે.

આ પહેલાં શનિવારે 18 ઓક્ટોબરના સીસીટીવી ફૂટેજ દિલ્હી પોલીસને સોંપવામાં આવ્યા હતા. જેમાં સવારે 4 વાગ્યે આફતાબ બેગ લઈને જતો જોવા મળ્યો હતો. પોલીસને શંકા છે કે તે શ્રદ્ધાના શરીરના ટુકડા ફેંકવા ગયો હતો. આ સિવાય દિલ્હી પોલીસે મહેરૌલી ફ્લેટમાંથી તમામ કપડાં જપ્ત કર્યાં છે. જેમાં શ્રદ્ધાનાં કપડાં પણ સામેલ છે.

18 ઓક્ટોબરના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આફતાબે તે રાત્રે ત્રણ રાઉન્ડ લગાવ્યા હતા.
18 ઓક્ટોબરના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે આફતાબે તે રાત્રે ત્રણ રાઉન્ડ લગાવ્યા હતા.

શ્રદ્ધા હત્યા કેસની અપડેટ...

  • પુરાવા શોધવા માટે મેહરૌલીના જંગલમાં સર્ચ ઓપરેશન આજે પણ ચાલુ રહેશે.
  • દિલ્હી પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં 6 લોકોનાં નિવેદન નોંધ્યાં છે.
  • પોલીસ પુરાવા તરીકે શ્રદ્ધાની મિત્ર શિવાની મ્હાત્રે અને તેના સહકર્મી કરણ બેહરીની વોટ્સએપ ચેટનો પણ ઉપયોગ કરશે.
  • પોલીસે આફતાબના પરિવારની શોધખોળ ચાલુ રાખી છે.
  • શ્રદ્ધાના પિતાએ દાવો કર્યો હતો કે તેઓ વસઈમાં આફતાબના ઘરે ગયા હતા, પરંતુ તેમના પરિવાર દ્વારા તેમનું અપમાન કરીને કાઢી મૂકવામાં આવ્યા હતા અને અહીં ન આવવાની ચેતવણી આપી હતી.

રીગલ એપાર્ટમેન્ટના ફ્લેટ ઓનરે કહ્યું- તેમના રસોડામાં વધારે સામાન ન હતો
શ્રદ્ધા હત્યા કેસમાં દિલ્હી પોલીસે રીગલ એપાર્ટમેન્ટના ફ્લેટ માલિક જયશ્રીનું નિવેદન નોંધ્યું છે. પોલીસે જયશ્રી પાસેથી કરારના કાગળો પણ લીધા છે. પોલીસે જયશ્રીને પૂછ્યું કે આફતાબ અને શ્રદ્ધા ક્યારે આવ્યાં હતાં અને કેટલા સમયથી રોકાયાં હતાં. તેમણે કહ્યું- બંને 10 મહિના સુધી અહીં રહ્યાં. તેમના રસોડામાં ખાદ્યસામગ્રી વધારે ન હતી. બંનેએ દલાલ મારફત મારું મકાન ભાડે લીધું હતું. બંને વચ્ચેની લડાઈના સવાલ પર તેણે કહ્યું- મારી પાસે આ અંગે કોઈ ફરિયાદ કરાઈ ન હતી.

આ તસવીરો આખા કેસની કહાની જણાવે છે

શ્રદ્ધાએ આ ફોટો તેના મિત્રો સાથે શેર કર્યો હતો. જેમાં તેના નાક અને ગાલ પર ઈજાના નિશાન દેખાય છે.
શ્રદ્ધાએ આ ફોટો તેના મિત્રો સાથે શેર કર્યો હતો. જેમાં તેના નાક અને ગાલ પર ઈજાના નિશાન દેખાય છે.
આફતાબ લીલા રંગની આ ઈમારતના પહેલા માળે રહેતો હતો. તે કોઈને મળતો નહોતો. બિલ્ડિંગમાં રહેતા લોકોને આ કેસ પહેલાં તેનું નામ પણ ખબર ન હતી.
આફતાબ લીલા રંગની આ ઈમારતના પહેલા માળે રહેતો હતો. તે કોઈને મળતો નહોતો. બિલ્ડિંગમાં રહેતા લોકોને આ કેસ પહેલાં તેનું નામ પણ ખબર ન હતી.
પોલીસ આફતાબ સાથે મહેરૌલીનાં જંગલોમાં પહોંચી હતી. પોલીસ હજુ પણ હત્યાના હથિયાર અને શ્રદ્ધાના શરીરના ટુકડા શોધી રહી છે.
પોલીસ આફતાબ સાથે મહેરૌલીનાં જંગલોમાં પહોંચી હતી. પોલીસ હજુ પણ હત્યાના હથિયાર અને શ્રદ્ધાના શરીરના ટુકડા શોધી રહી છે.
ઘરેથી મળી આવેલાં મોટાભાગનાં કપડાં આફતાબનાં છે. પોલીસને શ્રદ્ધાનાં કપડાં પણ મળી આવ્યાં છે. તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. ઘટનાના દિવસે બંનેએ પહેરેલાં કપડાં હજુ પોલીસ શોધી શકી નથી.
ઘરેથી મળી આવેલાં મોટાભાગનાં કપડાં આફતાબનાં છે. પોલીસને શ્રદ્ધાનાં કપડાં પણ મળી આવ્યાં છે. તેમને ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. ઘટનાના દિવસે બંનેએ પહેરેલાં કપડાં હજુ પોલીસ શોધી શકી નથી.
આ ચેટ 2020ની છે. આમાં શ્રદ્ધાએ તેના પૂર્વ મેનેજર કરણનો તેની સાથેની લડાઈનો ઉલ્લેખ કર્યો હતો.
આ ચેટ 2020ની છે. આમાં શ્રદ્ધાએ તેના પૂર્વ મેનેજર કરણનો તેની સાથેની લડાઈનો ઉલ્લેખ કર્યો હતો.
શ્રદ્ધા અને આફતાબ વર્ષ 2019 થી રિલેશનમાં હતાં.
શ્રદ્ધા અને આફતાબ વર્ષ 2019 થી રિલેશનમાં હતાં.

જાણો આ કેસ સાથે જોડાયેલા ચોંકાવનારા ખુલાસા...

આફતાબ-શ્રદ્ધા 8મીએ દિલ્હી પહોંચ્યાં, 18મીએ હત્યા કરી
આફતાબ-શ્રદ્ધા 8 મેના રોજ મુંબઈથી દિલ્હી આવ્યાં હતાં. અહીંથી પહાડગંજની હોટલોમાં અને પછી દક્ષિણ દિલ્હીમાં રહેવાનું શરૂ કર્યું. દક્ષિણ દિલ્હી બાદ તેણે મહેરૌલીનાં જંગલ પાસે ફ્લેટ લીધો હતો. દિલ્હી પહોંચ્યાના 10 દિવસ પછી એટલે કે 18 મેના રોજ 28 વર્ષના આફતાબે શ્રદ્ધાની હત્યા કરી અને તેના 35 ટુકડા કરી જંગલમાં ફેંકી દીધા.

આફતાબે પોતે ગુનો કબૂલી લીધો હતો
આફતાબે પોલીસ પૂછપરછમાં કબૂલાત કરી છે કે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે શ્રદ્ધાનો ચહેરો સળગાવી દીધો હતો. પોલીસને અત્યાર સુધીમાં બોડીના 13 ટુકડા મળી આવ્યા છે. તેમની ફોરેન્સિક અને ડીએનએ તપાસ કરવામાં આવશે. અત્યારે પણ પોલીસ શ્રદ્ધાના માથાને શોધી રહી છે.

આફતાબે હત્યાના ક્રાઈમ શો જોયા, ગુના છુપાવવા માટે ગૂગલ સર્ચ કર્યું ઘટના પહેલાં આફતાબે અમેરિકન ક્રાઈમ શો ડેક્સ્ટર સહિત અનેક ક્રાઈમ ફિલ્મો અને શો જોયા હતા. પુરાવાનો નાશ કરવા માટે ગૂગલ પર લોહી સાફ કરવાની રીત પણ શોધી કાઢી હતી. આ પછી જ તેણે શ્રદ્ધાની હત્યા કરી અને કરવતથી તેના શરીરના 35 ટુકડા કરી નાખ્યા. 18 દિવસ માટે દરરોજ રાત્રે 2 વાગ્યે જંગલમાં શ્રદ્ધાના ટુકડા ફેંકી આવતો હતો.

હત્યા બાદ અન્ય યુવતીને ફ્લેટમાં બોલાવી, શ્રદ્ધાના ટુકડા કબાટમાં સંતાડી દીધા હતા
શ્રદ્ધાની હત્યા બાદ આફતાબે ડેટિંગ એપ બમ્બલ દ્વારા જ અન્ય યુવતીઓનો સંપર્ક કર્યો હતો. તેમજ એક યુવતીને ફ્લેટમાં બોલાવી હતી. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે બીજી છોકરી ઘરે આવી ત્યારે શ્રદ્ધાના શરીરનાં અંગો ફ્રીજમાં રાખવામાં આવ્યાં હતાં તેને આફતાબે કબાટમાં સંતાડી દીધા હતાં.

અન્ય સમાચારો પણ છે...