તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Narayan Rane Uddhav Thackeray | Union Minister Narayan Rane Granted Bail After Arrest By Police

કોર્ટમાં રાહત પછી નારાયણ રાણેનું નિવેદન:કેન્દ્રીય મંત્રીએ કહ્યું મહારાષ્ટ્રને બંગાળ નહીં બનવા દઈએ, ભાજપના નેતાઓ વિરુદ્ધ નિવેદનબાજી સહન નહીં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પર નિવેદનબાજી મામલે કેન્દ્રિય મંત્રી નારાયણ રાણેને કોર્ટથી રાહત મળી છે. બુધવારે કોર્ટે કહ્યુ કે રાણે વિરુદ્ધ નાસિકમાં નોંધાયેલ FIR પર 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી ન કરવામાં આવે. તેના સાથે જ પુણેમાં દાખલ કેસની સુનાવણી પણ ટાળવામાં આવી.

કોર્ટના ચુકાદા બાદ રાણેએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેઓ તેમાં ભાવુક થઈ ગયા. તેમણે કહ્યું કે, હું કોઈથી ડરતો નથી. શિવસેનાને ઉભી કરવામાં પણ મેં સમાન યોગદાન આપ્યું છે. તેમણે પૂછ્યું કે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ચંપલથી હત્યા કરવાની વાત કરનારા ઉદ્ધવ ઠાકરે સામે શું કાર્યવાહી કરવામાં આવી હતી? ભાજપના નેતાઓ સામે નિવેદનબાજી સહન કરવામાં આવશે નહીં.

યાત્રા રોકવાનો પ્રયત્ન
હાઈકોર્ટના ચુકાદા બાદ રાણેએ કહ્યું હતું કે, આ નિર્ણય સાબિત કરે છે કે દેશ કાયદા દ્વારા સંચાલિત છે. તેમણે કહ્યું કે કેન્દ્રમાં મોદી સરકારના કામને લોકો સુધી પહોંચાડવા માટે પીએમ મોદીના નિર્દેશો પર જન આશીર્વાદ યાત્રા કાઢવામાં આવી હતી. પરમ દિવસે સિંધુદુર્ગથી યાત્રા ફરી શરૂ થશે. અમારી જન આશીર્વાદ યાત્રા શરૂ થઈ રહી હતી અને વિરોધીઓ મારી સામે લડાઈ શરુ કરી દીધી.

શિવસેના અને શિવસેનાના નેતાઓ માટે કોઈ ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો નથી. રાણેએ કહ્યું કે ભારત, ભાજપ અને અમારા નેતાઓ વિરુદ્ધ કોઈ કંઈ પણ કહેશે તે સહન નહીં કરું. દેવેન્દ્ર ફડણવીસ જે માર્ગદર્શન આપશે તે હું સ્વીકારીશ.

કોર્ટે FIR પર 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી ન કરવાનો આદેશ આપ્યો
કોર્ટે FIR પર 17 સપ્ટેમ્બર સુધી કાર્યવાહી ન કરવા જણાવ્યું છે. મંગળવારે નાસિક પોલીસે તેમની ધરપકડ કરી હતી. બાદમાં તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતાં. નાસિક પોલીસે રાણેને તેમની સામે નોંધાયેલા કેસમાં નોટિસ મોકલીને 2 સપ્ટેમ્બરે હાજર રહેવા જણાવ્યું છે.

રાણે સામેનો પહેલો કેસ નાસિકમાં જ નોંધવામાં આવ્યો હતો અને અહીંથી તેમની સામે વોરંટ પણ જારી કરવામાં આવ્યું હતું. દરમિયાન રાણેની જન આશીર્વાદ યાત્રા બે દિવસ માટે મુલતવી રાખવામાં આવી છે.

રાણેની ધરપકડ બાદ શિવસેનાના કાર્યકરોએ નાસિકમાં ભાજપ કાર્યાલય પર પથ્થરમારો કર્યો હતો. ત્યારબાદ ભાજપના કાર્યકરોએ વળતો જવાબ આપ્યો હતો. આ હુમલામાં કેટલાક શિવ સૈનિકો ઘાયલ થયા હતા. આ કેસમાં હવે પોલીસે ભદ્રકાળી પોલીસ સ્ટેશનમાં 100થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે.

રાણેને કોર્ટે આપ્યા શરતી જામીન
મહાડ કોર્ટે જામીન મંજૂર કરી રાણેને 15 હજારના બોન્ડ ચૂકવવા જણાવ્યું હતું. નાસિક પોલીસ રાણેના ઓડિયોને સીએમ માટેના નિવેદન સાથે મેચ કરવા માંગે છે, તેથી રાણેને 2 સપ્ટેમ્બરે નાસિક બોલાવવામાં આવ્યાં છે. રાણે 30 ઓગસ્ટ અને 13 સપ્ટેમ્બરે રાયગઢ ક્રાઈમ બ્રાંચ સમક્ષ હાજર થવાના છે. જામીન આપતી વખતે કોર્ટે રાણેને દસ્તાવેજો અને પુરાવા સાથે ચેડાં ન કરવાની "કડક સૂચનાઓ" આપી હતી.

અન્ય સમાચારો પણ છે...