તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Narayan Rane Arrest Case; Nitesh Rane Attacks On Uddhav Thackeray Maharashtra Government

નારાયણ રાણે કોન્ટ્રોવર્સીમાં હવે ફિલ્મી ડાયલોગ:પિતાની ધરપકડ પછી નીતિશે શેર કર્યો ફિલ્મી રાજકિય વીડિયો, કહ્યું- આકરો જવાબ મળશે

એક મહિનો પહેલા

કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની મંગળવારે થયેલી ધરપકડ પછી હવે તેમના દિકરા નીતિશ રાણેએ વળતો પ્રહાર કર્યો છે. મહારાષ્ટ્ર સરકાર પર પ્રહાર કરતાં રાણેએ સોશિયલ મીડિયા પર ફિલ્મ રાજનીતિનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં અભિનેતા મનોજ બાજપેયી એક જનસભા સંબોધતા કહ્યું છે કે, 'કરારા જવાબ મિલેગા'. નીતિશ રાણેની આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ રહી છે.

ફિલ્મના આ સીનમાં મનોજ વાજપેયી કહે છે કે, 'આકાશ પર થૂંકનારને એ ખબર નથી કે થૂંક વળતાં તેના ચહેરા પર જ પડશે....આકરો જવાબ મળશે...આકરો જવાબ મળશે.'

રાણે અને ઉદ્ધવ વચ્ચે વિવાદ
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ રાણે જન આશિર્વાદ યાત્રા કરી રહ્યા છે. જ્યારે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકાર કોરોનાની વાત કરીને તેનો વિરોધ કરી રહ્યા છે. એટલું જ નહીં મહારાષ્ટ્રના ઘણાં વિસ્તારોમાં આ રેલીમાં કોરોના નિયમોનું ઉલ્લંઘન કરવાના કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. આ દરમિયાન જન આશિર્વાદ રેલીમાં એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાણેએ સીએમ ઉદ્ધવ ઠાકરે પર કથિત વિવાદિત ટીપ્પણી કરી હતી.
રાણેએ કહ્યું હતું કે, આ શર્મનાક છે કે, મુખ્યમંત્રી સ્વતંત્રતાના વર્ષ વિશે નથી જાણતા. તેઓ તેમના ભાષણ દરમિયાન આઝાદીના વર્ષોની ગણતરી વિશે પાછળ ફરીને પૂછે છે. જો હું ત્યાં હોત તો તેમને જોરદાર થપ્પડ મારતો. તેમના આ નિવેદને શિવસેનાને નારાજ કરી દીધી અને પાર્ટીએ ત્રણ શહેરોમાં એફઆઈઆર નોંધાવી છે.

મંગળવારે અરેસ્ટ થયા નારાયણ રાણે
મંગળવારે રાતે રાજ્યના સંગમેશ્વરથી નારાણણ રાણેની ધરપકડ કરવામાં આવી હતી અને અંદાજે 6 કલાક પછી તેમને મહાડ કોર્ટથી જામીન મળ્યા હતા. રાણેની ધરપકડ પછી મહારાષ્ટ્રમાં શિવસેના અને ભાજપ કાર્યકર્તાઓમાં હોબાળો જોવા મળ્યો હતો. ઘણી જગ્યાએ બંને પક્ષ સામસામે લડતા દેખાયા હતા. ત્યારપછી પુણે, નાસિક, મુંબઈ સહિત ઘણાં શહેરોમાં હજારો કાર્યકર્તાઓ સામે કેસ નોંધવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...