બિહારનાં નાલંદામાં 8 વર્ષની બાળકી પર ગામના જ એક યુવકે દુષ્કર્મ આચર્યું હતુ. દુષ્કર્મ બાદ યુવકે તેની સાથે મારપીટ પણ કરી હતી. તેને એટલો માર મારવામાં આવ્યો હતો કે તેનો આખો ચહેરો પણ સોજી ગયો હતો. માર માર્યા બાદ તેણે યુવતીના પેટમાં છરી મારી દીધી હતી. અને તે મરી ગઈ છે એમ વિચારીને યુવક ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં બાળકી જેમ-તેમ કરીને પોતાને ઘરે પહોંચી હતી અને તેની માતાને બધી વાત જણાવી હતી. પોલીસ આરોપીને શોધી રહી છે.
ગામના એક યુવકે દુષ્કર્મ આચર્યું
આ ઘટનાં બિંદ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામની છે. બાળકીની માતાએ જણાવ્યું કે બાળકી ગુરુવારે રાત્રે ઘર પાસે સૂતી હતી. આ દરમિયાન ગામના એક યુવકે તેનું અપહરણ કર્યું હતું. તે બાળકીને મકાઈના ખેતરમાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતુ. તેને ઢોર માર મારવામાં આવ્યો હતો અને પછી છરી મારી દીધી હતી. બાદમાં તેણે વિચાર્યું કે બાળકી મરી ગઈ છે, તે પછી તેને છોડીને ત્યાંથી ભાગી ગયો હતો.
બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે
માસૂમને સારવાર માટે બિહાર શરીફ સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેની વધુ સારવાર માટે પટના રિફર કરવામાં આવી છે. બિંદના પોલીસ મથકનાં ઈન્ચાર્જ સુધીર કુમારે કહ્યું કે ઘટનાની જાણ કરવામાં આવી હતી. બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.