તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Nandigram Trapped In Didi Dada's Politics, Wounds Are Being Dug Here, BJP Trinamool Has Given Full Thrust In Nandigram Which Is Lagging Behind In Development

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021:નંદીગ્રામ દીદી-દાદાના રાજકારણમાં ફસાયું, અહીં ઘા ખોતરાય છે, વિકાસમાં પછાત નંદીગ્રામમાં ભાજપ-તૃણમૂલે પૂરું જોર લગાવ્યું

નંદીગ્રામ, પૂર્વ મિદનાપુર19 દિવસ પહેલાલેખક: મધુરેશ
  • કૉપી લિંક
આખા બંગાળમાં ભાજપ સૌથી મજબૂતાઇથી અહીં જ લડી રહ્યો છે. તૃણમૂલે પણ પૂરું જોર લગાવ્યું છે. જેને બચાવવા 10 મહિનાના આંદોલનમાં 42 લોકો માર્યા ગયા હતા તે ખેતરોમાં ઝંડા લાગી ગયા છે. - Divya Bhaskar
આખા બંગાળમાં ભાજપ સૌથી મજબૂતાઇથી અહીં જ લડી રહ્યો છે. તૃણમૂલે પણ પૂરું જોર લગાવ્યું છે. જેને બચાવવા 10 મહિનાના આંદોલનમાં 42 લોકો માર્યા ગયા હતા તે ખેતરોમાં ઝંડા લાગી ગયા છે.

પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાના મતદાન બાદ હવે સૌની નજર નંદીગ્રામ પર છે. મમતા બેનરજી પાંચ દિવસ ત્યાં જ રોકાઇને પ્રચાર કરશે. ડાબેરીઓનાં 34 વર્ષના એકચક્રી શાસનને નેસ્તનાબૂદ કરીને મમતાને ખુરશી પર બેસાડનારા ‘નંદીગ્રામ’ના શહીદોના નામની શાહી ઝડપથી ઊડવા લાગી છે. ભાંગાબેડા ગામમાં આરસના શિલાલેખ પર ઘણા શહીદોનાં નામ આંખ માંડીને વાંચવા પડે છે. આ શહીદ સ્મારક બહુ નાના ચબૂતરાનું બનેલું છે. નેતાઓ ખુરશી સુધી પહોંચવા જનતાને કેવી રીતે સીડી બનાવે છે તેનો આખો વિસ્તાર સાક્ષી છે. મમતા અને તેમની સામે મેદાનમાં ઉતરેલા તેમના જ જૂના સેનાપતિ સુવેન્દુ અધિકારીના કારનામાથી વાકેફ હોવા છતાં લોકોને મરવા-મારવાના ચાર્જ્ડ મોડમાં વોટ આપવા કાબેલ બનાવી દેવાયા છે. દીદી (મમતા) અને દાદા (સુવેન્દુ) વચ્ચે ‘હડ્ડા-હડ્ડી’ (ખરાખરીના મુકાબલા)ની સ્થિતિ છે.

આખા બંગાળમાં ભાજપ સૌથી મજબૂતાઇથી અહીં જ લડી રહ્યો છે. તૃણમૂલે પણ પૂરું જોર લગાવ્યું છે. જેને બચાવવા 10 મહિનાના આંદોલનમાં 42 લોકો માર્યા ગયા હતા તે ખેતરોમાં ઝંડા લાગી ગયા છે. 10 વર્ષમાં ડાબેરીઓની સ્થાનિક ટુકડીઓ હવે તૃણમૂલની થઇ ચૂકી છે. અહીં સુવેન્દુ જ તૃણમૂલના સર્વેસર્વા હતા, જેઓ હવે ભાજપમાં છે. આ વિસ્તાર સરકાર-સિસ્ટમ ન હોવાનો કે અહીં વિકાસ માટે આવેલો રૂપિયો સીધો પચાવી જવાનો ખુલ્લો સાક્ષી છે. મમતા એ કબૂલે છે પણ ખરાં અને તે માટે સુવેન્દુને જવાબદાર ગણાવતા કહે છે, ‘હું તેની આંખોથી આ વિસ્તાર જોતી હતી. તેને ઓળખવામાં ભૂલ થઇ ગઇ. તે 5 હજાર કરોડ રૂ. કમાયો છે. સરકાર બન્યા બાદ તપાસ કરાવીશ.’ બીજી તરફ સુવેન્દુ મમતા સામે આક્ષેપો કરે છે. જોકે, બીજા ઘણા મોરચે પણ સુવેન્દુ સફળ નથી જણાતા. 3 મહિના પહેલાં સુધી તેઓ જ અહીંના માલિક હતા તેથી આ પક્ષાંતર તેમની સૌથી નબળી રગ છે.

મુદ્દા ચગાવવામાં સુવેન્દુ મમતાથી આગળ અને તે જ ચૂંટણી જીતવાનું તિકડમ
નંદીગ્રામના ઘા એક મોટો મુદ્દો છે. શહીદ પરિવારોને ભૂલાવી દેવાની વાત હોય કે જાતીય હિંસાનો શિકાર બનેલી મહિલાઓને ન્યાય અપાવવાની, ચૂંટણીમાં આ મુદ્દા ખૂબ ચગાવાઇ રહ્યા છે. તેમાં સુવેન્દુ વધુ સફળ છે. દીદી-દાદા ઉપરાંત સીપીએમનાં મીનાક્ષી મુખરજી સહિત બીજા 5 ઉમેદવાર પણ મેદાનમાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો