કોરોના જ્યારે પીક પર હતો, ત્યારે લંડનમાં રહેતા એક ભારતીયએ રજાઓનો લુત્ફ ઉઠાવવા માટે એક અનોખી પદ્ધતિ શોધી કાઢી. વ્યવસાયે મેકેનિકલ એન્જિનિયર અશોક અલસોરિલ થમરાક્ષને પોતાનું ચાર સીટર પ્લેન 18 મહિનામાં તૈયાર કરી દીધું છે. એટલું જ નહીં, તેમનું ઈનોવેશન એટલી હદે સક્સેસફુલ રહ્યું કે તેઓ આ પ્લેનથી પત્ની અને બંને પુત્રીઓની સાથે આખું બ્રિટન ફરી આવ્યો.
અશોક કેરળનો રહેવાસી છે. પૂર્વ ધારાસભ્ય એવી થમરાક્ષનનો પુત્ર છે. પલક્કડ એન્જિનિયરિંગ કોલેજથી બીટેક કર્યું છે જે બાદ 2006માં માસ્ટર્સ ડિગ્રી માટે બ્રિટન જતો રહ્યો. હાલ ફોર્ડ મોટર કંપનીમાં એન્જિનિયર છે. હોમ મેડ પ્લેનનું નામ તેને પોતાની મોટી પુત્રી દીયાના નામ 'જી-દીયા' રાખ્યું છે.
કોરોનામાં ઘણો સમય મળ્યો
પ્લેન બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો? તે સવાર પર અશોક કહે છે- લંડનમાં કોવિડ દરમિયાન સ્થિતિ ઘણી જ ખરાબ હતી. કડક લોકડાઉનના કારણે લોકો ઘરમાં બંધ હતા. ઓફિસનું કામ હોય કે પછી બાળકોનો અભ્યાસ, બધું જ ઘરેથી થતું હતું. એવામાં રજાઓનો આનંદ ઉઠાવવા માટે મેં પોતાનું પ્લેન બનાવવાનું શરૂ કર્યું.
પરિવાર માટે પ્લેન બનાવ્યું
અશોક જણાવે છે- 2018 સુધી હું પાયલટનું લાયસન્સ લીધા બાદ નાની ટ્રિપ માટે ટૂ-સીટર વિમાન ભાડેથી લેતો હતો. જે બાદ પત્ની અને બે દીકરીઓ માટે મને 4 સીટર પ્લેનની જરૂર પડી. મેં કેટલાંક જૂનાં પ્લેન જોય, પણ તે મને ગમ્યાં નહીં. જે બાદ મેં બીજા વિકલ્પ પર કામ શરૂ કર્યું. જેમાં ઘરમાં બનેલું વિમાન પણ સામેલ હતું.
ઘરમાં જ વર્કશોપ તૈયાર કર્યું
અશોકે કહ્યું કે- મેં જ્હોનિસબર્ગની કંપની સ્લિંગ એરક્રાફ્ટ અંગે જાણકારી એકઠી કરી. તેમને 2018માં નવું વિમાન સ્લિંગ ટીએસઆઈ લોન્ચ કર્યું. કંપનીની મુલાકાત લીધી અને પ્લેન સાથે જોડાયેલી કેટલીક કિટનો ઓર્ડર કર્યો. લંડન સ્થિત ઘરમાં જ એક વર્કશોપ બનાવ્યું. અહીં જ પ્લેન તૈયાર કર્યું. સિવિલ એવિએશન ઓથોરિટીનો સ્ટાફ તેનું ઈન્સ્પેક્શન કરતા હતા. અશોકે જણાવ્યું કે બ્રિટનમાં ઘરમાં બનેલા વિમાન કોઈ નવી વાત નથી. એવી કંપનીઓ છે જે એસેમ્બલ કિટ આપે છે.
1.8 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો
અશોકે જણાવ્યું કે એરક્રાફ્ટ તૈયાર કરવા માટે 1.8 કરોડ રૂપિયાનો ખર્ચ થયો. સ્પીડ 200 કિમી/પ્રતિ કલાક છે. ફ્યૂલ ટેન્ક 180 લીટર છે. દર કલાકે 20 લીટર ફ્યૂલનો વપરાશ થાય છે. અશોક કહે છે - આ પ્લેનથી પરિવારની સાથે આખું બ્રિટન ફર્યો. મિત્રોની સાથે જર્મની, ઓસ્ટ્રિયા અને ચેક રિપબ્લિક પણ ગયો. હાલ પત્ની અભિલાષા અને પુત્રી ધારા અને દીયાની સાથે કેરળમાં છું. રજાનો આનંદ ઉઠાવી રહ્યો છું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.