રાજીવ હત્યાકાંડ સાથે નામ જોડાય તે મંજૂર નથી:નલિની બોલી- 'ખબર નથી તેમને કોણે માર્યા, મારા પરથી આ દોષ હટવો જોઇએ'

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજીવ ગાંધી હત્યાકાંડના બધા 6 દોષીઓ શુક્રવારે છૂટી ગયા છે. આની પહેલાં સુપ્રીમ કોર્ટે નલિની અને આરપી રવિચંદ્રન સમેત બધા દોષીઓને છોડવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે 18 મેના આ કેસમાં દોષિત પેરારિવલનને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. બાકીના દોષીઓએ એ આદેશનો હવાલો આપીને કોર્ટને સજામાંથી મુક્તિની માગ કરી હતી.

હવે નલિની શ્રીહરને કહ્યું છે કે રાજીવ ગાંધીની હત્યા સાથે મારું નામ જોડાય તે મને મંજૂર નથી, મને ખબર નથી તેમને કોણે માર્યા, પરંતુ મારા પરથી આ દોષ હટવો જોઇએ.

હત્યાથી દુઃખી હતો અમારો પરિવાર- નલિની
નલિની બોલી- કેટલાક લોકો અમારી મુક્તિનો વિરોધ કરી રહ્યા છે. અમે કોંગ્રેસી છીએ. જ્યારે ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીની હત્યા થઇ, ત્યારે અમારો પરિવાર દુઃખી હતો, કોઇએ ખાવાનું પણ નહોતું ખાધું હતું. હું એ મંજૂર નથી કરી શકતી કે રાજીવ ગાંધીની હત્યામાં મારું નામ લેવામાં આવ્યું હતું. મારે આ દોષમાંથી મુક્ત થવું જોઇએ. અમને ખબર નથી કે તેમની હત્યા કોણે કરી.

શ્રીલંકન નાગરિકોના ત્રિચી કેમ્પથી છૂટા કરવાની અપીલ
મુરુગનની પત્ની નલિની અને જયકુમારની પત્ની શાંતિ તેમને મળવા ત્રિચી કેમ્પ પહોંચી હતી, જ્યાં નલિનીએ કહ્યું કે હું રાજ્ય અને કેન્દ્ર સરકારોને ત્રિચી સ્પેશિયલ કેમ્પમાં બંધ 4 શ્રીલંકન નાગરિકોને મુક્ત કરવાની અપીલ કરું છું, જેમાં મારા પતિ પણ સામેલ છે. જેલમાંથી છૂટવા છતાં આ કેમ્પ ફરીથી જેલ જવા જેવો છે.

જોવાનું એ છે કે જેલમાંથી છૂટ્યા બાદ સંથન, મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમારને ત્રિચીમાં વિદેશીઓ માટે એક વિશેષ શિબિરમાં રાખવામાં આવ્યા છે.

આ તસવીર નલિની શ્રીહરનની પુત્રી હરિત્રા મુરુગનની છે, જે યુકેમાં ડોક્ટર છે. - ફોટો સોશિયલ મીડિયા
આ તસવીર નલિની શ્રીહરનની પુત્રી હરિત્રા મુરુગનની છે, જે યુકેમાં ડોક્ટર છે. - ફોટો સોશિયલ મીડિયા

દીકરીની પાસે લંડન જવા ઇચ્છે છે નલિની
નલિનીએ એ પણ કહ્યું છે કે તે અને તેનો પતિ મુરુગન લંડન જવા માગે છે અને પોતાની દીકરી સાથે જીવનભર રહેવા માગે છે. તે લગભગ 16 વરસથી પોતાની દીકરીથી અલગ છે. નલિનીએ કહ્યું કે જ્યારે એ સંથનને મળી તો તેણે બતાવ્યું હતું કે તે શ્રીલંકા જઇ રહ્યો છે. જ્યારે જયકુમાર અને રોબર્ટ પાયસ બંને હજુ સુધી પોતાના ભવિષ્યને લઇને કોઇ ફેંસલો નથી લઇ શક્યા.

શ્રીલંકામાં શાંતિ સેના મોકલવાથી નારાજ હતા લિટ્ટે

આત્મઘાતી હુમલાખોર ધનુ (કેસરી કપડામાં) જેણે રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને પોતાની જાતને ઉડાવી દીધી. ફોટો- સોશિયલ મીડિયા.
આત્મઘાતી હુમલાખોર ધનુ (કેસરી કપડામાં) જેણે રાજીવ ગાંધીને હાર પહેરાવ્યો અને પોતાની જાતને ઉડાવી દીધી. ફોટો- સોશિયલ મીડિયા.

રાજીવે પોતાના કાર્યકાળમાં શ્રીલંકામાં શાંતિ સેના મોકલી હતી, જેનાથી તમિલ વિદ્રોહી સંગઠન લિટ્ટે (લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ) તેમનાથી નારાજ ચાલી રહ્યું હતું. 21 મે 1991માં જ્યારે લોકસભા ચૂટણીનો પ્રચાર કરવા રાજીવ ગાંધી ચેન્નઇની પાસે શ્રીપેરામ્બુદૂર ગયા તો ત્યાં લિટ્ટેએ રાજીવ પર આત્મઘાતી હુમલો કરાવ્યો. લિટ્ટેની મહિલા આતંકી ધનુ (તેનમોજિ રાજરત્નમ)એ કમર પર બાંધેલા વિસ્ફોટકોમાં બ્લાસ્ટ કર્યો. જેમાં રાજીવ અને ધનુ સહિત 16 લોકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું, જ્યારે 45 લોકો ગંભીર રૂપે ઘાયલ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...