તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Naksals Audio Message Viral, They Said On Whats App Call Regarding Missing Troop Soldier, We Have Him But We Wont Hurt Him

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નક્સલીઓનો મીડિયાને મેસેજ:વ્હોટ્એપ કોલ પર કહ્યું- બીજાપુરના ઘર્ષણ પછી લાપતા થયેલો જવાન અમારા સકંજામાં છે; નુકસાન નહીં પહોંચાડીએ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોના મૃતદેહોને જગદલપુર લાવવામાં આવ્યા હતા. અહીં ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. - Divya Bhaskar
છત્તીસગઢના બીજાપુરમાં નક્સલી એન્કાઉન્ટરમાં શહીદ સૈનિકોના મૃતદેહોને જગદલપુર લાવવામાં આવ્યા હતા. અહીં ગૃહમંત્રી અમિત શાહે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
  • ઑપરેશનના અંતિમ તબક્કામાં 700 નક્સલીઓએ ઘેરીને હુમલો કર્યો હતો, 4 કલાક ફાયરિંગ ચાલ્યું હતું
  • ગામમાં 60-70 જેટલા નક્સલીઓ હતા, તેમણે ગ્રામજનો સાથે જવાનો ઈશારો કર્યો
  • ગામમાં પ્રવેશતાં ચારેય બાજુ શહીદ જવાનોના મૃતદેહો પથરાયેલા હતા, એકપણ જવાન જીવિત ન હતો

બીજાપુરના તર્રેમમાં 3 એપ્રિલના રોજ નક્સલીઓ સાથે થયેલા ઘર્ષણ બાદ ગુમ થયેલા જવાનની માહિતી પ્રાપ્ત થઈ ગઈ છે. નક્સલીઓએ જ મીડિયાને ફોન કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે કહ્યું હતું કે જવાન તેમના કબજામાં છે, પરંતુ અમે તેને નુકસાન નહીં પહોંચાડીએ, જવાન સુરક્ષિત છે. આ જવાન કોબરા બટાલિયનનો છે અને તેનું નામ રાકેશસિંહ મનહાસ છે. તે જમ્મુ-કાશ્મીરનો રહેવાસી છે. બીજાપુરના SP કમલ લોચને આ જવાનના લોકેશનની માહિતી નહીં મળવાની વાત કરી હતી. એરફોર્સની મદદથી 20 જવાનોના મૃતદેહને રિકવર કરાયા હતા, જેમાંથી એક જવાન લાપતા હોવાનું જાણવા મળ્યું હતું.

ઑપરેશનથી પરત ફરતા સમયે હુમલો થયો, 4 કલાક ફાયરિંગ ચાલ્યું
ઈજાગ્રસ્ત ASI આનંદ કુસામે જણાવ્યું હતું કે તેમની સાથે 450 જવાનોનું દળ હતું. ટીમને જે ઑપરેશન સોંપવામાં આવ્યું હતું એને પૂરું કરીને તેઓ પરત ફરી રહ્યા હતા. તેઓ જ્યારે આ ઑપરેશનની શરૂઆત કરી રહ્યા હતા ત્યારે કોઈપણ પ્રકારની નક્સલી ગતિવિધિઓ જણાઈ નહોતી. તેઓ જ્યારે પરત ફર્યા ત્યારે અચાનક 700 નક્સલીઓએ તેમને ઘેરી લીધા અને ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ એન્કાઉન્ટર સવારે 11 વાગ્યાથી શરૂ થયું હતું, જે બપોરના 3 સુધી ચાલ્યું હતું.

ભાસ્કર ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું, ગામમાં ચારેય બાજુ લાશો હતી
નક્સલી એન્કાઉન્ટરના બીજા દિવસે 4થી એપ્રિલે ભાસ્કરની ટીમ સુકમાના ડોરનાપલથી 60 કિમીનો મુશ્કેલ સફર ખેડીને ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી હતી. અહીં ગામમાં 60-70 જેટલા નક્સલીઓ હતા. તેમણે તાત્કાલિક પૂછપરછ કરવાની શરૂ કરી દીધી, જ્યારે તેમને ખબર પડી કે મીડિયા છે, તો તેઓ થોડા શાંત થયા હતા. નક્સલીઓએ ગ્રામજનો તરફ ઈશારો કરીને કહ્યું હતું કે આમની સાથે આગળ વધો. જ્યારે ટીમ આગળ વધી ત્યારે ચારેય તરફ શહીદ જવાનોના મૃતદેહો પથરાયેલા હતા. એકપણ જવાન જીવતો ન હતો. નક્સલીઓએ જવાનોના પગરખાથી માંડીને તમામ જરૂરી સામાન કબજે કરી લીધો હતો.

DRG, STF, કોબરા અને બસ્તર બટાલિયનના જવાનો શહીદ

DRGSTFCOBRA 210

સબ-ઇન્સ્પેક્ટર દીપક ભારદ્વાજ (જાંજગીર ચંપા, સીજી)

હેડ કોન્સ્ટેબલ શ્રવણ કશ્યપ (બસ્તર, CG)

ઇન્સ્પેક્ટર દિલીપકુમાર દાસ (બાર્પેટા, આસામ)

કોન્સ્ટેબલ સમૈયા માડવી

હેડ કોન્સ્ટેબલ રમેશકુમાર જ્યુરી (કાંકર, CG)

કોન્સ્ટેબલ રામદાસ કોરમ (કોંડાગાંવ, સીજી)

હેડ કોન્સ્ટેબલ રાજકુમાર યાદવ (ફિરોઝાબાદ, ઉત્તરપ્રદેશ)

હેડ કોન્સ્ટેબલ નારાયણ સોઢી (બીજપુર, સીજી)

કોન્સ્ટેબલ જગરામ કંવર (રાજનાંદગાંવ, CG)સીટી રાકેશ્વર સિંહ મનહાસ (કોઠિયન, જમ્મુ)*
કોન્સ્ટેબલ રમેશ કોરસા (બીજાપુર, CG)કોન્સ્ટેબલ સુખ સિંહ ફારસ (ગરિયાબંદ, CG)

સીટી ધર્મદેવ કુમાર (ચંદૌલી, ઉત્તરપ્રદેશ)

કોન્સ્ટેબલ સુભાષ નાયક (બીજાપુર, સીજી)કોન્સ્ટેબલ રમાશંકર પેકરા (સરગુજા, સીજી)સીટી શાખામુરી મુરારિ કૃષ્ણ (ગુંટૂર, આંધ્રપ્રદેશ)

મદદનીશ કોન્સ્ટેબલ કિશોર એન્ડ્રિક (બીજાપુર, CG)

કોન્સ્ટેબલ શંકરનાથ (બીજાપુર, CG)સીટી રઘુ જગદીશ (વિજયનગરમ, આંધ્રપ્રદેશ)
મદદનીશ કોન્સ્ટેબલ સંકુરામ સોઢી (બીજાપુર, CG)સીટી શંભુ રાય (ઉત્તર ત્રિપુરા, ત્રિપુરા)
મદદનીશ કોન્સ્ટેબલ ભોસારામ કરટામી (બીજાપુર, CG)સીટી બબલુ રંભા (ગોવલપારા, આસામ)

* જવાન રાકેશ્વર સિંહનું નામ શહીદોની યાદીમાં છે, પરંતુ નક્સલીઓએ એક ઑડિયો મેસેજમાં દાવો કર્યો છે કે રાકેશ્વરસિંહ તેમના સકંજામાં સુરક્ષિત છે....

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો