તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Nadda To Start Rath Yatra From Navdrip Today, Police Say Rally Allowed, Not Rath Yatra

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંગાળમાં ભાજપની રથયાત્રા:નડ્ડાએ માલ્દામાં રોડ શો કર્યો, રેલીમાં કહ્યું- મમતાજી, હવે પસ્તાવાથી શું થશે

કોલકાતા19 દિવસ પહેલા

પશ્વિમ બંગાળમાં ચૂંટણી માહોલ ગરમાયો છે. ભાજપ શનિવારથી પરિવર્તનયાત્રાની શરૂઆત કરી રહ્યો છે. નાદિયાના નવદ્વીપથી પહેલાં યાત્રા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા શરૂ કરશે. આ પહેલાં માલ્દામાં એક રેલીમાં નડ્ડાએ કહ્યું, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બંગાળમાં વડાપ્રધાન કિસાન નિધિને લાગુ ન થવા દીધી અને હવે કહી રહી છે કે તે આને લાગુ કરશે. મમતાજી, હવે પસ્તાવાથી કંઈ નહીં થાય.

રેલીને સંબોધિત કર્યા પછી નડ્ડાએ ખેડૂતો સાથે ભોજન લીધું. હવે તે માલ્દામાં જ રોડ શો કરી રહ્યા છે, જેમાં સમર્થકોની ભારે ભીડ લાગી ગઈ છે.

‘મમતાજીને જય શ્રીરામ પર ગુસ્સો કેમ આવે છે’
નડ્ડાએ કહ્યું, ‘મમતાજીને તેમના ઈગો, અભિમાનને કારણે મોદીજીની ઘણી યોજનાઓને બંગાળમાં લાગુ ન થવા દીધી. ખેડૂતોને વડાપ્રધાન કિસાન નિધિથી વંચિત રાખ્યા. હવે કહી રહી છે કે આ યોજનાઓને લાગુ કરીશ. હવે પસ્તાવાથી કંઈ નહીં થાય’
‘હવે તો બંગાળમાં જય શ્રીરામના નારા લાગી રહ્યા છે. હવે આ નારા પર ગુસ્સો કેમ આવે છે? ખેડૂતોની સેવા કરી હોત તો મમતાજી આ દિવસ ન જોવા પડત. બંગાળ વિકાસમાં 24મા સ્થાન પર છે. સિંચાઈની વ્યવસ્થા નથી, અનાજના સ્ટોરેજની વ્યવસ્થા નથી. મારી તમને વિનંતી છે-મમતાજીને ટાટા કરો.’

નડ્ડાએ જનતાને પૂછ્યું કે ટોલચોરી કોણ કરી રહ્યું છે, લોકોએ કહ્યું-તૃણમૂલ. નડ્ડાએ એવું પણ કહ્યું કે આવું હું નથી કહી રહ્યો, તમે લોકો જ કહી રહ્યા છો. બંગાળમાં ખેડૂતોના ફાયદા માટે મહારાષ્ટ્ર સુધી ટ્રેન આપી રહ્યા છે. તમે બંગાળમાં કમળ ખિલાવો, ત્યાર પછી બંગાળનો ભારે વિકાસ થશે.

એગ્રિકલ્ચર સેન્ટર પણ પહોંચ્યા નડ્ડા
ભાજપ-અધ્યક્ષ નડ્ડા માલ્દામાં ઈન્ડિયન સેન્ટર ફોર એગ્રિકલ્ચર પણ પહોંચ્યા. અહીં તેમણે કોમ્પ્રિહેન્સિવ ખેતી વિશે માહિતી હાંસલ કરી. મીડિયા સાથેની વાતચીતમાં નડ્ડાએ કહ્યું, પહેલાં અહીં કેરીઓ થતી હતી, પણ હવે અહીં બીજી પણ ખેતી થશે. મને ખુશી છે, આમાં હવે ભારત સરકાર યોગદાન આપશે.

બંગાળ ચૂંટણીમાં ખેડૂતોનો મુદ્દો હાવી
પશ્વિમ બંગાળ ચૂંટણીમાં ભાજપે ખેડૂતોનો મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો છે. વડાપ્રધાનથી માંડી ભાજપનો દરેક નાનામોટા નેતા પીએમ ખેડૂત યોજના અંગે મમતા બેનર્જી પર નિશાન સાધતા રહે છે. આ અંગે ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના ઘણા મોટા નેતા બંગાળયાત્રા દરમિયાન ખેડૂતોનાં ઘરે જમી ચૂક્યા છે.

ભાજપ રાજ્યભરમાં આવી 5 રથયાત્રા કાઢશે
ભાજપે આ અભિયાનને પરિવર્તનયાત્રા નામ આપ્યું છે. એની શરૂઆત કરવા માટે નવદ્વીપને પસંદ કરવામાં આવ્યું છે. એ 15મી સદીના સંત ચૈતન્ય મહાપ્રભુનું જન્મસ્થળ છે. ગૃહપ્રધાન અમિત શાહ પણ મુલાકાતે આવી શકે છે.

પોલીસે કહ્યું- જાહેરસભાની મંજૂરી છે, રથયાત્રાની નહીં
રથયાત્રા માટેની મંજૂરીને લઈને શુક્રવારે સાંજ સુધી સસ્પેન્સ રહ્યું હતું. ભાજપે રથયાત્રા માટેની મંજૂરી મળવાનો દાવો કર્યો છે. જ્યારે પોલીસના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે જેપી નડ્ડાની જાહેરસભાને મંજૂરી આપવામાં આવી છે. રથયાત્રા જેવા કોઈ કાર્યક્રમ માટેની મંજૂરી આપવામાં આવી નથી.

ઘોષે કહ્યું- બંગાળમાં ગેમ ચેંજર હશે રથયાત્રા
આ અઠવાડિયાની શરૂઆતમાં પશ્ચિમ બંગાળ ભાજપે મહિનાભર ચાલનારા આ કાર્યક્રમમાં રાજ્ય સરકાર પાસે મંજૂરી માગી હતી. એમાં પાર્ટીના ઘણા મોટા નેતાઓ આ કાર્યક્રમમાં આવવાના છે. રાજ્ય સરકારે સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર પાસે આ માટે પરવાનગી મેળવવા જણાવ્યું છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે જણાવ્યું હતું કે આ રથયાત્રા પશ્ચિમ બંગાળના રાજકારણમાં ગેમ ચેંજર સાબિત થશે. એના દ્વારા ભાજપના સમર્થનમાં લહેર ચાલશે અને એ TMC સરકારના તાબૂતની છેલ્લી ખીલી બની જશે. આ કારણે જ TMC મંજૂરી આપવા માટે મોડું કરી રહ્યું છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો