આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટના સપના જોતા નેતાઓના પુત્રોને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.જેપી નડ્ડાએ મોટો ઝટકો આપ્યો છે. બુધવારે તેમના ભોપાલ પ્રવાસ પર તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે કોઈ નેતાના પુત્રને ટિકિટ મળશે નહીં. કેન્દ્રીય સંગઠન દ્વારા બનાવવામાં આવેલી નીતિ અનુસાર ટિકિટનું વિતરણ કરવામાં આવશે.
બુધવારે ભોપાલમાં ભાજપના પ્રદેશ કાર્યાલય ખાતે એક પ્રશ્નના જવાબમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંગઠને નિર્ણય લીધો છે કે એક વ્યક્તિને એક કામ આપવાનું છે. આ માત્ર વિધાનસભાની ચૂંટણીમાં જ નહીં, પરંતુ પાલિકાની ચૂંટણીમાં પણ લાગુ થશે. યુપીનું ઉદાહરણ આપતા નડ્ડાએ કહ્યું કે ત્યાં ઘણા સાંસદોના પુત્રો સારા કામ કરવા માટે દાવેદાર હતા, પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી ન હતી. તેમણે વધુંમાં કહ્યું હતુ કે નેતાઓના પુત્રોએ હાલ પૂરતું સંગઠનના કામમાં વ્યસ્ત રહેવું જોઈએ.
નડ્ડાએ પરિવારવાદની વ્યાખ્યા સમજાવી
ભોપાલમાં નડ્ડાએ કહ્યું કે આપણે પરિવારવાદના ખ્યાલને સમજવો પડશે. અમે માનીએ છીએ કે પિતા અધ્યક્ષ છે, પુત્ર મહામંત્રી છે. પાર્લામેન્ટરી બોર્ડમાં કાકા-બાપા-ફોઈ. આ પરિવારવાદ છે.
પરિવારવાદના પક્ષોમાં પીડીપી અને નેશનલ કોન્ફરન્સ (જમ્મુ અને કાશ્મીર), લોકદળ (હરિયાણા), શિરોમણી અકાલી દળ (પંજાબ), સમાજવાદી પાર્ટી (ઉત્તર પ્રદેશ), રાષ્ટ્રીય જનતા દળ (બિહાર), ટીએમસી (પશ્ચિમ બંગાળ), ડીએમકે (તામિલનાડુ), કર્ણાટકમાં કુમારસ્વામીની પાર્ટી, મહારાષ્ટ્રમાં શિવસેના અને એનસીપી છે. તે બધા પરિવારવાદના પ્રતિનિધિ છે. તેઓ પિતા પછી પુત્રનું સ્થાન લેવાનો પ્રયાસ કરે છે. ભાજપ તેની પોલીસીમાં આવું નહીં કરે.
અધિકારીઓ કેમ સીધા મુખ્યમંત્રીને મળે છે?
કાર્યક્રમ બાદ નડ્ડાએ પાર્ટી કાર્યાલયમાં મંત્રીઓ સાથે લગભગ અડધો કલાક ચર્ચા પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અધિકારીઓ કેમ સીધા મુખ્યમંત્રીને મળે છે. કોઈપણ બાબત કે વિષય મંત્રીઓ મારફત મુખ્યમંત્રી સુધી પહોંચવો જોઈએ. અધિકારી કેમ? આ પરંપરા સારી નથી. તેનાથી મંત્રીની નબળાઈ
દેખાય છે.
નડ્ડાએ કહ્યું કે મંત્રીઓએ સમીક્ષા કરવી જોઈએ, મીટિંગ કરવી જોઈએ અને અધિકારીઓ સાથે વાત કરવી જોઈએ. કેબિનેટની બેઠક દરમિયાન વિષયો પર પણ ચર્ચા થવી જોઈએ. મુખ્યમંત્રી અને મંત્રીઓ વચ્ચેની ગેપનો ફાયદો અધિકારીઓ ઉઠાવે છે.
શિવરાજ સરકારના વખાણ
કાશ્મીરઃ નડ્ડાએ કહ્યું- જમ્મુ-કાશ્મીર પર કોઈ ચૂપ નથી. કેન્દ્ર સરકાર એક્શનમાં છે. ગોળી ચલાવનારને ઠાર કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ હતી, જેના કારણે નેતાઓની નિરાશા સામે આવવા લાગી છે.
સરકાર-સંગઠન: સીએમ શિવરાજ અને પ્રદેશ અધ્યક્ષ વીડી શર્માની જોડીના નેતૃત્વમાં વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે. શિવરાજની આગેવાની હેઠળ સારી સરકાર ચાલી રહી છે.
સોનિયા-રાહુલ: તેમનો ચહેરો અસ્તવ્યસ્ત છે અને તેઓ અરીસો સાફ કરી રહ્યા છે. શું તમે ક્યારેય કોઈ ગુનેગારને એમ કહેતા જોયો છે કે હું બેઈમાન છું? રાહુલ ગાંધી ન તો ભારતીય છે, ન રાષ્ટ્રીય છે, ન કોંગ્રેસના રહી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.