પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનો ચૂંટણી પ્રચાર શનિવારે પૂરો થઈ ગયો છે. અંતિમ તબક્કામાં હવે ઉત્તર પ્રદેશના 9 જિલ્લાની 54 બેઠકો માટે સાત માર્ચના રોજ ચૂંટણી યોજાશે.અંતિમ તક્કાની ચૂંટણી પ્રચાર પૂરી થયા બાદ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ દિલ્હી સ્થિત પાર્ટીકાર્યાલયમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. તે સમયે તેમની સાથે ગૃહમંત્રી અમિત શાહ પણ સાથે હતા.
જેપી નડ્ડાએ કહ્યું કે અમે ચૂંટણી પ્રચાર સમયે જાણવા મળ્યું છે કે જે ચાર રાજ્યોમાં ભાજપની સરકાર છે તે તમામ રાજ્યોમાં ભાજપ ફરી વખત મજબૂત બની સત્તા પર આવશે. ભાજપ ફરી વખત બહુમતી સાથે સરકાર બનશે. જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે અમે ચાર રાજ્ય (ગોવા, ઉત્તરાખંડ, મણિપુર, ઉત્તર પ્રદેશ)માં સરકાર બનાવી રહ્યા છીએ.
પંજાબમાં અમે અમારી સ્થિતિ મજબૂત કરશું. ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થામાં ઘણું મોટુ પરિવહન યોગી આદિત્યનાથના નેતૃત્વમાં આવ્યું છે. પ્રદેશમાં તમામ પ્રકારની ગુનાહિત ઘટનામાં 30થી 70 ટકાનો ઘટાડો આવ્યો છે. માફિયાઓ જેલમાં બંધ છે. મહિલાઓ અને બાળકો સુરક્ષિત હોવાનો અહેસાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે બૂથ લેવલથી લઈ પ્રધાનમંત્રીજી તથા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષજી સુધી તમામ કાર્યકર્તાઓ એક જ લય અને ગતિ સાથે એક દિશામાં વિવિધ માધ્યમથી
જનસંપર્ક કરી રહ્યા છે.
સ્વતંત્ર ભારતમાં PM મોદી સૌથી લોકપ્રિય વડાપ્રધાનઃ અમિત શાહ
અમિત શાહે કહ્યું કે આ પાંચ રાજ્યોમાં નરેન્દ્ર મોદીજીની લોકપ્રિયતા સ્વતંત્ર ભારતના કોઈ પણ વડાપ્રધાનની લોકપ્રિયતાથી ઘણી વધારે છે અને તેનો સીધો લાભ ભાજપને આ ચૂંટણીમાં મળી રહ્યો છે. તેમણે કહ્યું કે રાજ્યોમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાઈ રહી છે. પંજાબને લઈ નડ્ડાએ કહ્યું પંજાબમાં ચૂંટણી પરિણામ ખૂબ જ સારા આવશે. ભાજપ અધ્યક્ષે કહ્યું કે ઉત્તર પ્રદેશમાં વિકાસના કાર્યોમાં ગતિ જોવા મળી છે. ચૂંટણીમાં અમારા મુદ્દાઓ સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, યુવાનોનું સશક્તિકરણ, ખેડૂતોનું સશક્તિકરણ ગામો, પીડિતો, શોષિત, દલિત, વંચિતોનું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે નીચલા અને પછાત વર્ગોના સશક્તિકરણ કર્યું છે તેના આધારે જ પ્રજા અમને ફરી ચુટીને મોકલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.