તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ઘરે જાતે જ કરો કરોના ટેસ્ટ:ફ્લિપકાર્ટે શરૂ કર્યું CoviSelfનું વેચાણ, 15 મિનિટમાં મળી જશે કોરોના ટેસ્ટનું રિઝલ્ટ

3 મહિનો પહેલા
આ કિટ ઓનલાઈન અને ઓફલાઈન પણ મળશે

દેશમાં ધીમે ધીમે કોરોના સંક્રમિતો અને ટેસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમ છતાં મોટા શહેરોમાં હજી પણ ઘણી જગ્યાએ રેપિડ ટેસ્ટ ચાલુ રાખવામાં આવ્યા છે. પરંતુ ઈમરજન્સીના સમયમાં વ્યક્તિને શંકા જાય અને તે જાતે પણ પોતાનો ટેસ્ટ કરી શકે તે માટે હવે રેપિડ કિડ લોન્ચ કરવામાં આવી રહી છે. માય લેબ ડિસ્કવરી સોલ્યુશને કોવિડ-19 સેલ્ફ ટેસ્ટ કિટ CoviSelfએ કોમર્શિયલ લોન્ચની જાહેરાત કરી છે. CoviSelfને ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ (ICMR)થી અપ્રુવલ મળ્યા પછી ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર ઓનલાઈન શેર કર્યું છે.

સેલ્ફ ટેસ્ટ કિટ CoviSelfને દવાની દુકાનથી પણ બે-ત્રણ દિવસ પછી ખરીદી શકાશે. ફ્લિપકાર્ટની ઈ-કોમર્સ સાઈટ પરથી પણ ઓનલાઈન બુક કરી શકાય છે. સેફ ડિલીવરી માટે ફ્લિપકાર્ટે કહ્યું છે કે, તેમણે કોન્ટેક્ટલેસ પેમેન્ટ કસ્ટમર્સ માટે આ ઓફર લોન્ચ કરી છે.

CoviSelfની કિંમત રૂ. 250 રાખવામાં આવી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ કિટ ખૂબ કમ્ફર્ટેબલ અને ઉપયોગ કરવામાં સરળ છે. આ સિવાય કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, તેની અલ્ટરનેટિવ ટેસ્ટ મેથડ કરતા વધારે એક્યુરેટ છે. હાલ કંપનીએ આવી 10 લાખ સેલ્ફ કિટ્સ વેચાણ માટે માર્કેટમાં મૂકી છે. કસ્ટમર્સની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને કંપની 70 લાખ સેલ્ફ કિટનું ઉત્પાદન કરવાના પ્લાન પર કામ કરશે. કંપનીએ કહ્યું છે કે, આ દેશી ટેસ્ટ કિટ ભારતમાં અંદાજે 95% પિનકોડ પર ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. આ ઉપરાંત આ કિટ ફાર્મસી અને ડ્રગ્સ સ્ટોર ઉપર પણ ઉપ્લબ્ધ કરાશે.

આગામી સમયમાં કંપની આ કિટને સરકારના ઈ-માર્કેટ પ્લેસ (GEM) પર પણ મળે તેવા પ્રયત્નો કરશે. CoviSelfના લોન્ચિંગ વિશે કંપનીના મેનેજિંગ ડિરેક્ટર હસમુખ રાવલે કહ્યું છે કે, સેલ્ફ ટેસ્ટિંગ કોવિડ-19ને વધતો અટકાવે છે. તેથી તે આખા દેશમાં સરળતાથી મળી શકે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તે ગ્રામીણ વિસ્તારો સુધી આ સેફ્ટ ટેસ્ટ કિટ પહોંચાડવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જ્યાં ટેસ્ટિંગના ઓપ્શન ખૂબ ઓછા છે. આ કિટને nasal swab ટેસ્ટ તરીકે ડિઝાઈન કરવામાં આવી છે. જે પોઝિટિવનું રિઝલ્ટ માત્ર 15 મિનિટમાં જ જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...