તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • MV Mangalam Barge Sunk In Raigad, Successful Rescue Operation Of All 16 Members, 13 Lives Saved With The Help Of Helicopter

દરિયામાં ફરી ડૂબ્યું બાર્જ:રાયગઢમાં ડૂબ્યું MV મંગલમ બાર્જ, તમામ 16 સભ્યોનું સફળ રેસ્ક્યૂ ઓપરેશન, હેલિકોપ્ટરની મદદથી 13 જિંદગી બચાવવામાં આવી

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ રેસ્ક્યૂ ઓપરેશનમાં નેવીના બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી. - Divya Bhaskar
આ રેસ્ક્યૂ ઓપરેશનમાં નેવીના બે હેલિકોપ્ટરની મદદ લેવાઈ હતી.

ભારતીય તટરક્ષક દળે મહારાષ્ટ્રના રાયગઢ સ્થિત રેવદાંડા પાસે ડૂબેલા MV મંગલમ બાર્જ (ફ્લેટ પ્લેટફોર્મ જહાજ) પર સવાર તમામ 16 લોકોને સુરક્ષિત રીતે બચાવવામાં આવ્યા છે. આ બચાવ અભિયાનમાં કોસ્ટગાર્ડના જહાજની સાથે નેવીના હેલિકોપ્ટરની મદદ પણ લેવાી હતી. JSW કંપનીના બાર્જથી 3 લોકોને નાની બોટથી અને 13ને ચેતક હેલિકોપ્ટરની મદદથી બચાવવામાં આવ્યા.

17 જૂનની સવારે MRCC મુંબઈને ભારતીય માલવાહક જહાજ MV મંગલમના અધિકારી પાસેથી ટેલિફોન પર સુચના મળી હતી કે રેવદાંડા જેટીની પાસે લગભગ ત્રણ કિલોમીટર દૂર દરિયામાં એક જહાજ આંશિક રીતે ડૂબી ગયું છે. અધિકારીઓએ જણાવ્યું કે જહાજમાં પાણી ભરાય ગયા બાદ લોકો ભયમાં છે. MRCC ટીમે અધિકારી અને ચાલક દળના લોકોને સાંત્વના આપી, તેમને જહાજ પર રહેવાનો અનુરોધ કર્યો.

હેલિકોપ્ટરથી કરવામાં આવ્યો બચાવ
હેલિકોપ્ટરથી કરવામાં આવ્યો બચાવ

આ રીતે રેસ્ક્યૂ ઓપરેશન કરાયું
સુચના મળતા જ ભારતીય તટરક્ષક જહાજ સુભદ્રા કુમારી ચૌહાણ દિધી બંદરેથી રવાના થયું અને સહાયતા કરવા માટે સંકટમાં ફસાયેલા જહાજ તરફ જવા નીકળી પડ્યું. આ વચ્ચે MV મંગલમના ચાલક દળને કાઢવા માટે દમણના ICG એર સ્ટેશન પરથી બે હેલિકોપ્ટર પણ લોન્ચ કરાયા હતા.

લગભગ 10.15 કલાકે સંકટગ્રસ્ત જહાજની પાસે પહોંચ્યા અને સ્થિતિની સમક્ષી કર્યા બાદ પડકારજનક હવામાનની સ્થિતિ હોવા છતાં લોકોને બચાવવા માટે નાની બોટમાં પાણીમાં ઉતારી હતી. આ સાથે જ ICG હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે પહોંચી ગયું અને હવામાનની અનિશ્ચિતતા હોવા છતાં રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું.

લગભગ 6 કલાકના પ્રયાસ પછી 16 લોકોને સફળતાપૂર્વક બચાવવામાં આવ્યા.રેસ્ક્યૂ કરાયેલા લોકોને રેવદાંડા લઈ જવામાં આવ્યા જ્યાં તેમની તપાસ કરાવવામાં આવી.