તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mutants, 210 Researchers Working On Genome Sequences Without Breaks; The Horoscope Of The Virus Is Being Tested In The CCMB Lab

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાસ્કર LIVE:મ્યુટન્ટ, જિનોમ સિક્વન્સ પર 210 રિસર્ચર બ્રેક વિના કામ કરી રહ્યા છે; CCMB લેબમાં વાઈરસની કુંડળી ચકાસાઈ રહી છે

હૈદરાબાદ14 દિવસ પહેલાલેખક: પ્રમોદકુમાર
  • કૉપી લિંક
જ્યારે બધા લોકો વાઈરસનું નામ સાંભળી ડરી રહ્યા હતા ત્યારે સીસીએમબીએ તેલંગાણા સરકાર માટે રિસર્ચ અને ડેવલપમેન્ટની સાથે કોવિડ ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું. - Divya Bhaskar
જ્યારે બધા લોકો વાઈરસનું નામ સાંભળી ડરી રહ્યા હતા ત્યારે સીસીએમબીએ તેલંગાણા સરકાર માટે રિસર્ચ અને ડેવલપમેન્ટની સાથે કોવિડ ટેસ્ટિંગ શરૂ કરી દીધું હતું.
  • રોજ 500 આરટીપીસીઆર અને 50થી વધુ જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરે છે
  • દેશના દરેક એરપોર્ટથી આ સીસીએમબી લેબમાં સેમ્પલ પહોંચે છે

કેન્દ્ર સરકારના જિનોમ સિક્વન્સિંગ લેબોરેટરી સેલ્યુલર અને આણ્વિક જીવ વિજ્ઞાન કેન્દ્ર (સીસીએમબી) હૈદરાબાદમાં વિજ્ઞાનીઓ અને રિસર્ચ સ્કોલર કામમાં લાગી ગયા છે. રવિવાર હોય કે રજાનો કોઈ પણ દિવસ, અહીં વિજ્ઞાનીઓ અને રિસર્ચ સ્કોલર કોરોના વાઈરસનું ટેસ્ટિંગ, સિક્વન્સિંગ, કલ્ચર, વર્તન, ક્ષમતા અને વેક્સિન રિસર્ચ સમજવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. ગત 13 મહિનાથી અહીં 210 લોકો બ્રેક લીધા વિના જ કામ કરી રહ્યા છે. તેમાં 60 વિજ્ઞાનીઓ અને 150 પીએચડી સ્કોલર છે.

CCMBએ સૌથી પહેલાં વાઇરસ કલ્ચર ડેવલપ કર્યું
સીસીએમબીના સાયન્ટિસ્ટ માટે વાઇરસ મિત્ર છે. ડૉ. પૂરન સિંહ સિજવાલી અને ડૉ. તેજ સૌપાટી કહે છે કે વાઈરસ છે તો અમે છીએ. સફળ વાઈરસ એ જ છે જે ઝડપથી વિકસે અને ફેલાય. સફળ સાયન્ટિસ્ટ એ જ છે જે તેનું વર્તન સમજે અને વાઈરસને માનવ સ્વાસ્થ્યને અનુકૂળ બનાવી દે. દેશમાં સીસીએમબીએ જ સૌથી પહેલાં વાઇરસ કલ્ચર ડેવલપ કર્યું. જ્યારે આખા દેશમાં કોરોના કેર વર્તાવી રહ્યો છે ત્યારે ભાસ્કરે હૈદરાબાદની આ લેબમાં પહોંચીને જોયું કે આપણા વિજ્ઞાનીઓ કેવી રીતે તે કવચ બનાવવાનું રિસર્ચ કરી રહ્યા છે જે અમારી રક્ષા કરવામાં સમર્થ હોય...

  • નવી ડ્રાય સ્વાઈપ મેથડથી ટેસ્ટિંગ ત્રણ ગણું વધશે, ખર્ચ અડધો થશે.
  • દેશભરમાં બની રહેલી ટેસ્ટિંગ કિટનું પરીક્ષણ કરી વેલિડેટ કરે છે.
  • કોરોના દવાની ફોર્મ્યૂલા ચકાસે છે. 100થી વધુ ટેસ્ટિંગમાં છે.
  • કમ્યુનિટી સેમ્પલિંગ કરી જણાવે છે કે ક્યાં કેટલા લોકો ઈન્ફેક્ટેડ છે.
  • વાઈરસ બનાવી કલ્ચર બનાવી રહ્યા છે જેથી દેશમાં રિસર્ચ થઈ શકે.

આઈડિયા આવે તો મશીન ચલાવવાની ખુલ્લી છૂટ
સીસીએમબી ડિરેક્ટર રાકેશ મિશ્રા જણાવે છે કે રાત્રે 2 વાગ્યે પણ આઈડિયા આવે તો રિસર્ચરને કરોડોનું મશીન ચલાવવાની મંજૂરી લેવી પડતી નથી. આરટીપીસીઆર ટેસ્ટની નવી મેથડ આ રીતે જ વિકસિત થઈ હતી. ડબલ-ટ્રિપલ મ્યુટન્ટ પર કામ કરી લેબમાં પરીક્ષણ માટે વાઈરસ બનાવી રહ્યા છીએ અને વધારે પ્રભાવશાળી વેક્સિન બનાવવા અને વાઈરસને નિષ્પ્રભાવી કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. રોજ 500થી વધુ આરટીપીસીઆર, 50થી વધુ જિનોમ સિક્વન્સિંગ ટેસ્ટ કરે છે.

રિસર્ચ એ વાતનું થાય છે કે લડવાનું કોની સાથે છે
મિશ્રા કહે છે કે રિસર્ચ એ વાતનું થાય છે કે આપણે લડવાનું કોની સાથે છે? અાપણી પાસે એરપોર્ટથી દરેક સેમ્પલ આવે છે. તેનાથી અમે જિનોમ સિક્વન્સિંગ કરી વાઇરસની કુંડળી કાઢીએ છીએ. અમે શરૂઆતમાં જણાવ્યું હતું કે એ3આઈ વેરિયન્ટ મલેશિયાથી આવ્યો. અમે એ પણ જણાવ્યું કે તેની ફેલાવાની ક્ષમતા વધારે નથી. ત્યારે આખી દુનિયામાં આ વેરિયન્ટ હતો. જ્યારે યુકે વેરિયન્ટ સૌથી પહેલા પંજાબમાં આવ્યો. દેશનાં તમામ એરપોર્ટના ડેટાથી અમે આ સિકવન્સ કર્યું.

સિક્વન્સિંગમાં 10 દિવસનો સમય લાગે છે
સીસીએમબીના મેડિકલ જેનેટેસિસ સાયન્ટિસ્ટ ડૉ. કાર્તિક ભારદ્વાજ કહે છે કે એક સેમ્પલના સિક્વન્સિંગમાં 10થી 15 દિવસનો સમય લાગે છે. પહેલા બે કલાકમાં સેમ્પલના આરએનએ, પછી બે કલાકમાં આરએનએને ડીએનએમાં કન્વર્ટ કરીએ છીએ. તે પછી ડીએનએ એમ્પ્લીફાય કરવામાં છ કલાક અને સિક્વન્સિંગ આપવામાં છ કલાક લાગે છે. સિક્વન્સિંગ પછી ડેટા એનાલિસિસમાં બે દિવસ લાગે છે. તેના પછી 10થી 12 દિવસ સુધી તેના વેરિયન્ટની અસર પર કામ કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો