• Gujarati News
  • National
  • AIMPLB Said It Is Not Allowed In Islam, Muslim Students Should Stay Away From The Program

સૂર્ય નમસ્કાર મામલે વિવાદ:AIMPLBએ કહ્યું- ઈસ્લામમાં એની પરવાનગી નથી, કાર્યક્રમથી દૂર રહે મુસ્લિમ વિદ્યાર્થી-વિદ્યાર્થિની

નવી દિલ્હી14 દિવસ પહેલા
  • કૉપી લિંક
સાંકેતિક તસવીર. - Divya Bhaskar
સાંકેતિક તસવીર.
  • AIMLBના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ નિવેદન બહાર પાડીને અપીલ કરી
  • બહુમતી ધરાવતા સમુદાયના રીત-રિવાજો અને તેની પૂજા પદ્ધતિને તમામ ધર્મો પર થોપી ન શકાય

ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે(AIMPLB) 75મા સ્વતંત્રતા દિવસે સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવાના નિર્દેશનો વિરોધ કર્યો છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના મહાસચિવ મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે ભારત એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્ર છે. અહીં બહુમતી ધરાવતા સમુદાયનાં રીત-રિવાજો અને એની પૂજા પદ્ધતિને તમામ ધર્મો પર થોપી ન શકાય. મૌલાનાએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમથી મુસ્લિમ વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને દૂર રહેવાની અરજ કરી છે.

આદેશને મૌલાનાએ બંધારણની વિરુદ્ધ ગણાવ્યો
ભારત સરકારના શિક્ષા મંત્રાલયના માધ્યમથી વિવિધ રાજ્યોને આપવામાં આવેલા આદેશને મૌલાનાએ બંધારણની વિરુદ્ધનો કહ્યો છે. ભારત સરકારે તમામ રાજ્યોને એક જાન્યુઆરીથી સાત જાન્યુઆરી સુધી પોતાની સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવાનો નિર્દેશ આપ્યો છે. મૌલાનાએ કહ્યું હતું કે ભારતીય બંધારણમાં તમામ ધર્મોના લોકોને પોતાના ધર્મ પ્રમાણે પૂજન તથા પ્રાર્થના વગેરે કરવાની છૂટ આપવામાં આવી છે. આ કારણે કોઈપણ ધર્મની પૂજા પદ્ધતિને તમામ ધર્મોના લોકો પર થોપી ન શકાય. તેમનું કહેવું છે કે ઈસ્લામ અને અન્ય ધર્મોમાં સૂર્યને દેવ માનીને તેની પૂજા કરવાની પરવાનગી નથી. તેમણે વધુમાં કહ્યું હતું કે સરકાર બંધારણનાં ધર્મનિરપેક્ષ મૂલ્યોનું સન્માન કરતા આ આદેશને પરત લે. જો સરકાર ખરેખર દેશને પ્રેમ કરે છે તો તેણે દેશની વાસ્તવિક સમસ્યાઓ પર ધ્યાન આપવું જોઈએ.

કોઈ ખાસ ધર્મની પૂજા પદ્ધતિને કરાવવાની પરવાનગી ન આપવી જોઈએ
મૌલાના ખાલિદ સૈફુલ્લાહ રહમાનીએ કહ્યું હતું કે સ્કૂલોમાં બધા ધર્મોનાં બાળકો ભણે છે. આ કારણે એમાં કોઈપણ ખાસ ધર્મની પૂજા પદ્ધતિને કરાવવાની પરવાનગી ન આપવી જોઈએ. તેમનું કહેવું છે કે સ્વતંત્રતા દિવસ પર જો સરકાર સ્કૂલોમાં કોઈ કાર્યક્રમનું આયોજન કરવા માગે છે તો તેણે દેશપ્રેમને લગતા ગીત-સંગીત સહિતના કાર્યક્રમનું આયોજન કરવું જોઈએ, જેથી તેમાં તમામ ધર્મોના લોકો સારી રીતે ભાગ લઈ શકે. સ્કૂલોમાં એવા પ્રકારના કાર્યક્રમનું બિલકુલ આયોજન ન કરવું જોઈએ, જેનાથી અન્ય ધર્મના લોકોને એને કરવામાં મુશ્કેલી પડે. સરકારે હંમેશાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ અને યોજનાઓ બનાવવી જોઈએ. તેમણે મુસ્લિમ વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓને અપીલ કરી છે કે તેઓ સ્કૂલોમાં યોજાનારા સૂર્ય નમસ્કારના કાર્યક્રમનો વિરોધ કરે અને એમાં ભાગ ન લે. ઈસ્લામ તેમને આ પ્રકારના કાર્યક્રમમાં ભાગ લેવાની પરવાનગી આપતો નથી.

અન્ય સમાચારો પણ છે...