સુરક્ષાનો નવો પડકાર:સરહદો નજીક મુસ્લિમ વસતી 32% સુધી વધી, BSF ક્ષેત્ર 100 કિ.મી. કરવા સૂચન

નવી દિલ્હી13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુપી-આસામે રિપોર્ટ તૈયાર કરી કેન્દ્રીય ગૃહમંત્રાલયને મોકલ્યો

ઉત્તરપ્રદેશ અને આસામમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીકના જિલ્લામાં છેલ્લાં દસ વર્ષમાં વસતી બાબતે અણધાર્યા ફેરફાર થયા છે. ગ્રામ પંચાયતોના તાજા આંકડાના આધારે ઉત્તરપ્રદેશ અને આસામ પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રાલયને જુદા જુદા રિપોર્ટ મોકલ્યા છે. આ બંને રિપોર્ટમાં કહેવાયું છે કે સરહદ નજીકના જિલ્લામાં મુસ્લિમ વસતી 2011ની તુલનામાં 32% વધી ગઈ છે, જ્યારે આખા દેશમાં આ ફેરફાર 10%-15% વચ્ચે છે. એટલે કે મુસ્લિમ વસતી સામાન્યથી 20% વધી છે.

સુરક્ષા એજન્સીઓ અને રાજ્ય પોલીસે રાષ્ટ્રીય સુરક્ષાની રીતે આ ફેરફાર અત્યંત સંવેદનશીલ ગણાવ્યો છે એટલે બંને રાજ્યોએ સૂચન કર્યું છે કે, બીએસએફનું અધિકાર ક્ષેત્ર 50 કિ.મી.થી વધારીને 100 કિ.મી. કરાય. જો આવું થશે તો બીએસએફ સરહદે 100 કિ.મી. પાછળ સુધી તપાસ કરી શકશે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના મતે આટલો મોટો ડેમોગ્રાફિક ફેરફાર ફક્ત વસતી વધવાનો મામલો નથી.

આ દેશમાં ઘૂસણખોરીની નવી પેટર્ન હોઈ શકે છે. ગુજરાત સિવાયનાં સરહદી રાજ્યો ઉત્તરપ્રદેશ, પંજાબ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ અને ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં પહેલાં બીએસએફનું અધિકાર ક્ષેત્ર 15 કિ.મી. સુધી સીમિત હતું. ઓક્ટોબર 2021માં તે વધારીને 50 કિ.મી. કરાયું. આ મુદ્દે કેટલાંક રાજ્યોએ વિરોધ પણ કર્યો હતો. હવે ઉત્તરપ્રદેશ, આસામમાં આ ક્ષેત્ર વધારીને 100 કિ.મી. કરવાની માંગ કરાઈ છે. સૂત્રોના મતે, ગૃહમંત્રાલયે આ દિશામાં નિર્ણય લેવાની શરૂઆત પણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...