• Gujarati News
  • National
  • Here The Muslim Population Increased, The Rules Were Forced; The Education Department Is Not Informed

ઝારખંડની 100 શાળામાં શુક્રવારની રજા:અહીં મુસ્લિમ વસ્તી વધારે, દબાણ કરી નિયમ બદલવામાં આવ્યા; શિક્ષણ વિભાગને જાણ જ નથી

3 મહિનો પહેલા

ઝારખંડના જામતાડામાં આશરે 100 જેટલી સરકારી શાળા એવી છે કે જ્યાં મુસ્લિમ વસ્તી વધવાની સાથે જ સપ્તાહના અંતે મળતી રવિવારની રજાને બદલીને શુક્રવારની કરી દેવામાં આવી છે. આ દિવસે વિદ્યાર્થીઓ કે શિક્ષકો શાળાએ આવતા નથી. શાળાની દિવાલ ઉપર પણ શુક્રવારને જુમા તરીકે લખવામાં આવેલ છે. તાજેતરમાં ઝારખંડની એક શાળામાં હાથ જોડીને પ્રાર્થના નહીં કરવાની ઘટના પ્રકાશમાં આવી હતી. અહીં મુસ્લિમ વસ્તી વધારે હોવાથી પ્રાર્થનાને લગતો નિયમ બદલી નાંખવામાં આવ્યો હતો.

પ્રિન્સિપલ અને શિક્ષકો ઉપર દબાણ કરવામાં આવેલું
જિલ્લામાં જ્યાં પણ મુસ્લિમોની વસ્તી વધારે છે તે વિસ્તારોમાં દબાણ કરીને શાળાઓમાં રજાનો દિવસ રવિવારથી બદલીને શુક્રવાર કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત શાળાના નામની આગળ ઉર્દુ શબ્દ લખવામાં આવ્યો છે. જ્યારે જામતાડાના DC ફૈઝ અક અહેમદ મુમતાજને આ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યા વ્યા તો તેમણે કોઈ જ નિવેદન આપવાનો ઈન્કાર કરી દીધો. આ ઘટના અંગે શિક્ષણ વિભાગ પાસેથી માહિતી મેળવવા માટે કહ્યું હતું.

અનેક એવી શાળા છે કે જ્યાં શુક્રવારે રજા રાખવામાં આવે છે
રાજ્યની ઉત્ક્રમિત ઉચ્ચ વિદ્યાલય બિરાજપુર તથા મધ્ય વિદ્યાલય સતુઆતાંડ સહિત અનેક શાળામાં શુક્રવારની રજા રાખવામાં આવે છે. મોટાભાગની શાળા નારાયણપુર, કરમાટાંડ તથા જામતાડા વિભાગમાં આવેલી છે. આ શાળાઓ ઉર્દુ શાળા નથી તેમ જ શિક્ષણ વિભાગે પણ તેને શુક્રવારે બંધ રાખવા કોઈ આદેશ આપ્યા નથી. અલબત શુક્રવારની રજા ક્યારથી રાખવામાં આવે છે તે અંગે કોઈ સ્પષ્ટ માહિતી મળી શકી નથી.

ગઢવામાં વિદ્યાર્થીઓને હાથ જોડતા અટકાવવામાં આવેલા
તાજેતરમાં રાજ્યના ગઢવામાં એક માધ્યમિક વિદ્યાલયમાં હાથ જોડ્યા વગર પ્રાર્થના કરવાને લગતી એક ઘટના સામે આવી હતી. પ્રિન્સિપલનો આરોપ છે કે સ્થાનિક લોકોના દબાણમાં આ પરંપરા છેલ્લા 9 વર્ષથી ચાલી રહી છે. ગ્રામીણોના દબાણ સામે તેમણે મજબૂર બનવું પડ્યું હતું. આ ઘટના જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી પાસે પહોંચી તો તેમણે તપાસના આદેશ આપ્યા હતા.