તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Muslim Organizations Said Not To Crowd In The Mosque, In This Situation It Is Better To Pray At Home; Learn The Guidelines Of 5 States

ઈદને લઈને સૂચનો:મુસ્લિમ સંગઠનોએ કહ્યું- મસ્જિદમાં ભીડ ન કરવી, આ સ્થિતિમાં ઘરમાં જ નમાઝ પઢવી યોગ્ય; જાણો 5 રાજ્યની ગાઇડલાઇન્સ

નવી દિલ્હીએક મહિનો પહેલા

દેશભરમાં શુક્રવારે ઈદનો તહેવાર મનાવવામાં આવશે. ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડ (AIMPBL), દારુલ ઉલુમ દેવબંધ અને દેશની અનેક મસ્જિદ કમિટીઓએ આ વખતે ઈદ પર કોરોનાની ગાઇડલાઈન્સ પાલન કરવાની સલાહ આપી છે. દેવબંધે ફતવો જાહેર કર્યો છે અને કહ્યું છે કે હાલની સ્થિતિને જોતાં મસ્જિદમાં નમાઝ અદા કરવાથી વધુ યોગ્ય છે ચાશ્તની નમાઝ એટલે કે ઘરમાંથી જ નમાઝ અદા કરવી.

કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ઘરે નમાઝ પઢી.
કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ ઘરે નમાઝ પઢી.

પોલીસ પણ કડક કાર્યવાહી કરી રહી છે. દિલ્હીની જામા મસ્જિદનો આખો વિસ્તારને છાવણી બનાવવામાં આવ્યો છે. ચારે બાજુ પોલીસની તૈનાતી છે. બહુ ઓછા લોકોએ મસ્જિદની અંદર નમાઝ અદા કરી છે. બીજા બધા લોકોને ઘરમાં રહીને જ નમાઝ પઢવાની અપીલ કરવામાં આવી છે.

AIMPBLએ પણ કહ્યું હતું કે ઈદ નિમિત્તે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરવાની જરૂર નથી. બે નમાઝીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવામાં આવે અને માસ્ક પણ જરૂરથી પહેરો. જાણો મુસ્લિમ સંગઠનો અને સરકારે કઈ રીતે ઈદ મનાવવાની સૂચના આપી છે...

દારુલ ઉલુમ દેવબંધ
આજની સ્થિતિમાં જો કોઈ નમાઝ અદા ન કરી શકે તો એ માફ છે. એક જગ્યાએ એકઠા થવાની જગ્યાએ અલગ-અલગ જગ્યાઓ પર નમાઝ અદા કરો. દારુલ ઉલુમે કહ્યું હતું કે મસ્જિદમાં ઈમામ અને તેમની સાથે 3 કે 4 લોકો નમાઝ અદા કરી શકે છે. મસ્જિદમાં જમાત ન થઈ શકે તો કોરોનાની હાલની સ્થિતિમાં એ માફ છે.

AIMPBL
મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે કહ્યું હતું કે ઈસ્લામ મુજબ, હાલની સ્થિતિમાં લોકોની સ્વસ્થતા અને જીવ બચાવવો વધુ જરૂરી છે. ઈદ નિમિત્તે કોરોનાની ગાઇડલાઈન્સનું પાલન થવું જોઈએ. દુકાનો પર ભીડ ભેગી ન થાય, નમાઝ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જરૂરી છે.

જામા મસ્જિદ અને ફતેહપુરી મસ્જિદ
દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ સૈયદ અહમદ બુખારીએ મુસ્લિમ સમુદાયને અપીલ કરી છે કે ઈદની નમાઝ ઘરેથી અદા કરો. ચાંદની ચોકની ફતેહપુરી મસ્જિદના ઈમામ મુફ્તિ મુકર્રમ અહમદે કહ્યું હતું કે રોજ 4 લાખથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે અને 3 હજારથી વધુ લોકો જીવ ગુમાવી રહ્યા છે. હોસ્પિટલમાં બેડ નથી, પર્યાપ્ત વેક્સિન પણ નથી. એવામાં અપીલ છે કે ઘરેથી નમાઝ અદા કરો.

1. મહારાષ્ટ્રઃ મસ્જિદો અને માર્કેટમાં ભીડ એકઠી નહીં થાય
સરકારે પોતે ગાઇડલાઈન્સ જાહેર કરી છે કહ્યું છે કે ઈદના તહેવારને ઘણી જ સાવધાનીથી મનાવવામાં આવે. નમાઝ અદા કરવા માટે મસ્જિદ કે સાર્વજનિક સ્થળો પર ભેગા ન થાઓ. જુલૂસ અને ધાર્મિક કાર્યક્રમોની મંજૂરી નથી. સામાન ખરીદવા માટે દુકાન નક્કી કરેલા સમય સુધી જ ખુલ્લી રહેશે અને બજારોમાં ભીડને ભેગી નહીં થવા દઈએ. ઠેલા-ખુમચાઓને રસ્તાઓ પર ઊભા રહેવામાં નહીં દેવામાં આવે. ઈદ દરમિયાન કોવિડ ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવે. મુસ્લિમ ધર્મગુરુ અને સામાજિક કાર્યકર્તા ઈદ દરમિયાન લોકોને જાગ્રત કરવામાં આવે. લોકો ઘરેથી જ ઈદ મનાવે. જમિયત-એ-ઉલેમા-એ-હિંદ (અરશદ મદની)એ કહ્યું છે કે આ વખતે ઈદ ઘરમાં જ મનાવવી પડશે.

2. રાજસ્થાનઃ કલેક્ટર, એસપીની સાથે ઉલેમા પણ બોલ્યા- ઘરમાં જ રહો
રાજ્યના તમામ જિલ્લામાં કલેક્ટર અને એસપીએ મુસ્લિમ સમુદાયને ઈદ પર સાવધાની રાખવાની અપીલ કરી છે. અધિકારીઓએ મુસ્લિમ સમુદાયને કહ્યું હતું કે સંક્રમણની ચેન તોડવી સૌથી જરૂરી છે અને તેથી ઘરમાં જ રહીને તહેવાર મનાવવામાં આવે. જયપુરના ચીફ કાઝી અને શહેર મુફ્તિએ પણ કહ્યું હતું કે કોરોના ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવે અને ઘરમાં રહીને જ ઈદ મનાવવામાં આવે.

3. મધ્યપ્રદેશઃ સવારે 6ઃ15 વાગ્યે ગાઇડલાઈન્સ મુજબ થશે નમાઝ
સરકાર અને પ્રશાસનની સાથે ધાર્મિક નેતાઓએ પણ અપીલ કરી છે કે ઘરેથી જ નમાઝ અદા કરવામાં આવે. રાજધાની ભોપાલની વાત કરવામાં આવે તો અહીં શુક્રવારે સવારે 6ઃ15 વાગ્યે ઈદની નમાઝ અદા કરવામાં આવશે અને એ પણ કોરોનાની ગાઇડલાઈન્સના પાલનની સાથે. શહેર કાઝીએ અપીલ કરી છે ઈદ મુબારક કરતાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન કરવામાં આવે. વ્યક્તિ રીતે મુલાકાતની જગ્યાએ સોશિયલ મીડિયા કે મોબઈલ પરથી શુભેચ્છા આપવામાં આવે. માસ્ક લગાવીને નમાઝ અદા કરવામાં આવે.

4. ઉત્તરપ્રદેશઃ ઈદ દરમિયાન ગળે મળવાની મંજૂરી નહીં
ઉત્તરપ્રદેશ સરકારે ગાઇડલાઈન્સમાં કહ્યું છે કે મસ્જિદમાં નમાઝ અદા કરવામાં નહીં આવે. પસંદગીના ઈદગાહ અને મસ્જિદોમાં ઈમામ સહિત 5 લોકો જ હાજર રહી શકશે. સાર્વજનિક સ્થળો પર પણ કાર્યક્રમ નહીં થાય. ઈદ દરમિયાન હાથ મિલાવવાની અને ગળે મળવાની મંજૂરી નથી. કોરોનાની ગાઇડલાઈન્સનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવે. યુપી સરકારે આ ગાઇડલાઈન્સ ત્યારે જાહેર કરી જ્યારે ઈદની ખરીદીને લઈને અનેક જગ્યાઓ પર ભીડ એકઠી થઈ હતી.

5. બિહારઃ ધર્મગુરુ બોલ્યા- લોકડાઉનના પ્રતિંબંધોનું ધ્યાન રાખે
સરકાર અને પ્રશાસને મુસ્લિમોને ઘરમાં જ રહીને નમાઝ પઢવાની અને ઈદ મનાવવાની અપીલ કરી છે. રાજ્યના મુસ્લિમ ધર્મગુરુઓએ પણ કહ્યું હતું કે લોકડાઉનની ગાઇડલાઈન્સનું પાલન કરવામાં આવે. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં પણ ઇદની નમાઝ અદા કરવામાં આવશે.