બપ્પી લાહિરીનું નિધન:ડિસ્કો કિંગ બપ્પી લાહિરીનું 69 વર્ષની વયે નિધન, પુત્ર બપ્પા અમેરિકાથી આવ્યા પછી આવતીકાલે અંતિમ સંસ્કાર થશે

6 મહિનો પહેલા

બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લાહિરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લાહિરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે. તેમનું સાચું નામ આલોકેશ લાહિરી હતું. બપ્પી લાહિરી તેમના સંગીતની સાથે-સાથે સોનું પહેરવાની તેમની શૈલી માટે પણ જાણીતા હતા.

અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે
બપ્પી લાહિરીના પરિવારના લોકોએ જણાવ્યું કે, તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે કરવામાં આવશે. તેમનો દીકરો બપ્પા અત્યારે અમેરિકામાં છે અને તે આવતીકાલ બપોર સુધીમાં મુંબઈ પહોંચશે. તેના પછી તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

બપ્પી લાહિરી ઇન્ડસ્ટ્રીમાં તેમના અલગ અવાજ અને સંગીત માટે જાણીતા હતા. 1975માં આવેલી ફિલ્મ 'જખ્મી'થી તેમને ઓળખ મળી હતી. ભારતમાં પોપ સંગીત લાવવાનું શ્રેય બપ્પી લાહિરીને જ અપાય છે.

ગઈકાલે રાત્રે 11.30 વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમને છાતીમાં ઈન્ફેક્શન હતું, તેમનો પુત્ર અમેરિકામાં છે, તે આજે આવી રહ્યો છે, મૃત્યુ સમયે તેમની પત્ની, તેમની પુત્રી અને પરિવારના અન્ય સભ્યો તેમની સાથે હાજર હતા. સમાચાર એજન્સી પીટીઆઈના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર બપ્પી લાહિરીના મૃત્યુની માહિતી આપવામાં આવી છે. આ સમાચાર સાંભળીને તેમના ચાહકો અને લોકોમાં શોક છવાયો છે.

બપ્પીદાની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી
થોડી દિવસ પહેલા જ લતા મંગેશકરે આ દુનિયાને અલવિદા કહ્યું હતું, હવે બપ્પી લાહિરી વિશે આવી રહેલા આ સમાચાર મ્યુઝિક ઈન્ડસ્ટ્રી માટે ઝટકાથી કમ નથી. હોસ્પિટલના ડાયરેક્ટરના જણાવ્યા અનુસાર, તેમની સારવાર છેલ્લા એક મહિનાથી ચાલી રહી હતી અને સોમવારે જ રજા આપવામાં આવી હતી. ડૉક્ટરનું કહેવું છે કે બપ્પી લાહિરીનું મૃત્યુ OSA (ઓબ્સ્ટ્રક્ટિવ સ્લિપ એપનિયા) નામની બીમારીને કારણે થયું છે.

ગયા વર્ષે એપ્રિલ મહિનામાં બપ્પી લાહિરી કોરોનાની ઝપેટમાં આવ્યા હતા
પીટીઆઈ સાથે વાત કરતાં હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ. દીપક નામજોશીએ કહ્યું, 'લહેરીજીને એક મહિનાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સોમવારે તેમને રજા પણ આપવામાં આવી હતી.

મંગળવારે તેમની તબિયત અચાનક બગડતાં પરિવારજનોએ ડૉક્ટરને ઘરે આવવા કહ્યું હતું. ત્યાંથી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેને ઘણી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ હતી. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે એપ્રિલ મહિનામાં તેઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. આ પછી તેમની મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.

બ્રીચ કેન્ડીમાં લતા દીદીના પાસેના બેડ પર જ દાખલ કરાયા હતા
પારિવારિક સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ત્રણ દિવસથી બપ્પીદાની તબિયત સારી ન હતી. તેમનામાં કોરોનાનાં કેટલાંક લક્ષણો પણ દેખાઈ રહ્યાં હતાં. પરંતુ ઘરે જ પ્રાથમિક સારવાર બાદ તેમને સારું લાગી રહ્યું હતું. પરંતુ મંગળવારે મોડી સાંજે અચાનક તેમની તબિયત લથડી હતી. જે બાદ તેને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બપ્પીદાને એ જ કોવિડ વોર્ડમાં રાખવામાં આવ્યા હતા જ્યાં લતા દીદીની સારવાર ચાલી રહી હતી.

ક્રિકેટર યુવરાજ સિંહે પણ બપ્પીદાને શ્રદ્ધાંજલિ આપી

ડોક્ટરોએ તેમને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા
બ્રીચ કેન્ડી હોસ્પિટલના ડોકટરો અનુસાર, કોવિડ પછી બપ્પીદાને પણ ઘણી મુશ્કેલીઓ થઈ રહી હતી. ગયા વર્ષે પણ તેમને કોરોના થયો હતો અને તેમની તબિયત બગડી ગઈ હતી. ગઈકાલે ફરીથી બપ્પી લાહિરીની તબિયત અચાનક બગડતાં તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ રહ્યા હતા.

ગયા વર્ષે તેમના મૃત્યુની અફવા ફેલાઈ હતી. જે બાદ બોલિવૂડ સિંગર-કમ્પોઝર બપ્પી લાહિરીએ પોતે સોશિયલ મીડિયા પર પોતાના સ્વાસ્થ્ય વિશે અપડેટ શેર કર્યું હતું. આ બધું ત્યારે થયું હતું જ્યારે તેમની નાદુરસ્ત તબિયતની અફવાઓ ઈન્ટરનેટ પર વાયરલ થવા લાગી હતી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે 68 વર્ષીય ગાયકે પોતાનો અવાજ ગુમાવી દીધો છે. આ તમામ અહેવાલોને નકારતા બપ્પી લાહિરીએ એક પોસ્ટ શેર કરી અને લખ્યું કે તે અફવાઓ સાંભળીને ઘણાં "નિરાશ" છે. બપ્પી લાહિરીએ રવિવારે સાંજે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું હતું, "કેટલાક મીડિયા આઉટલેટ્સ દ્વારા મારા અને મારા સ્વાસ્થ્ય વિશે ખોટા અહેવાલો આપ્યા છે તે વિશે જાણીને નિરાશ થયો છું.’’

અન્ય સમાચારો પણ છે...