છત્તીસગઢના બસ્તરમાં 700 કરોડના ખર્ચે બનેલી મેડિકલ કોલેજમાં ઉંદરના ત્રાસથી લોકો પરેશાન થઈ ગયા છે. હાલમાં જ ઉંદરોએ સીટી સ્કેન મશીનના વાયર કાપી નાખ્યા. જેના કારણે બે દિવસ સુધી તપાસ બંધ રહી હતી. જો કે હવે ઉંદર દર્દીઓ માટે ખતરારૂપ બની ગયા છે. આ ઉંદરો દર્દીઓને ચઢાવવામાં આવતા ગ્લૂકોઝ પણ પી જાય છે.
1500 ઉંદરનો ખાતમો, હજુ 5-6 હજાર છે
ઉંદરમાંથી છૂટકારો મેળવવા માટે મેડિકલ કોલેજ સંચાલકોએ તેમને મારવા માટે ટેન્ડર બહાર પાડ્યું છે. તેના માટે 10થી 12 લાખ રૂપિયાનું બજેટ પણ રાખવામાં આવ્યું છે. હાલ રાયપુરની એક ખાનગી કંપનીએ ટેન્ડર લીધું છે, જે હવે ઉંદરોને મારવા અને તેને દફનાવવાના કામે લાગી ગઈ છે.
છેલ્લા એક મહિનામાં 1500થી વધુ ઉંદર મારીને દફનાવવામાં આવ્યા છે. હોસ્પિટલ પ્રબંધનનું અનુમાન છે કે હજુ લગભગ 4થી 5 હજાર ઉંદર હોસ્પિટલમાં જ છે.
દરરોજ 50-60 ઉંદરને મારવામાં આવી રહ્યાં છે
આટલી મોટી મેડિકલ કોલેજમાં ઉંદરને મારવાનું પણ શક્ય નથી. આ કામ માટે 6 લોકોની ટીમ કામે લાગી છે. સાવધાની રાખતા ટીમ દ્વારા અનેક જગ્યાએ ઉંદર મારવાની દવા મૂકવામાં આવી છે. Bayer cake, rodent trap and box, rodent glueનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મેડિકલ કોલેજ સુપ્રિન્ટેન્ડન્ટ ટીકૂ સાહૂએ જણાવ્યું કે દરરોજ 50-60 ઉંદર મારવામાં આવી રહ્યાં છે.
હજુ પણ 4થી 5 હજાર ઉંદર છે
1500 ઉંદર માર્યા પછી પણ મુશ્કેલી ઓછી નથી થઈ. ઉંદર હજુ પણ દર્દીઓને પરેશાન કરી રહ્યાં છે. વોર્ડમાં દાખલ દર્દીના બેડ સુધી પહોંચે છે. ગ્લૂકોઝની બોટલ સહિત દવા અને દર્દીના સામાનને પણ નુકસાન કરે છે. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.