રાજસ્થાનના જયપુરમાં એક સાથે પાંચ મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે તમામ મૃતદેહની ઓળખ થઈ ગઈ છે અને ઘરના લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે. શનિવારે સવારે જયપુરના દૂદૂમાં ત્રણ મહિલા અને બે બાળકના મૃતદેહ મળ્યા હોવાની જાણકારી પોલીસને મળી હતી. ગ્રામવાસીઓએ જણાવ્યું કે કૂવામાંથી મળેલા તમામ મૃતદેહનો સંબંધ દૂદૂથી જ છે, જેમાં ત્રણ સગી બહેન અને તેમનાં બે બાળકો છે.
ગ્રામવાસીઓની મદદથી મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા. ત્રણેય બહેન દૂદૂના મીણા વિસ્તારની રહેવાસી હતી. સવારે દૂદૂથી 2 કિલોમીટર દૂર નરૈના રોડ પર કુંવામાંથી મૃતદેહ મળ્યા. લોકોનું કહેવું છે કે ત્રણય બહેનોએ બાળકોને મારીને સુસાઈડ કર્યું. તેમને એવું કેમ કર્યું તે અંગે તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પોલીસ સુસાઈડ કેસ ગણાવી રહી છે.
2 દિવસથી શોધી રહ્યો હતો પરિવાર
દૂદૂ પોલીસે જણાવ્યું કે બે દિવસ પહેલાં બપોરના સમયે કાલીદેવી (27), મમતા મીણા (23), કમલેશ મીણા (20) ઘરમાંથી ગાયબ થઈ ગઈ હતી. તેમની સાથે ચાર વર્ષનો પુત્ર હર્ષિત અને 20 દિવસનો બીજો બાળક પણ ગુમ હતા. આ તમામ 25 મેનાં રોજ બજાર જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા. સાંજ સુધી પરત ન ફર્યા તો પરિવારે શોધખોળ શરૂ કરી દીધી, પરંતુ કોઈ જ જાણકારી ન મળી.
પાંચેય મૃતદેહ કૂવામાં તરતા હતા, જે અંગે પોલીસને જાણ કરવામાં આવી. આ ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં હોહા થઈ ગઈ અને મોટી સંખ્યામાં લોકો એકઠાં થઈ ગયા.
આખા શહેરમાં લાગ્યાં હતાં પોસ્ટર્સ
આ તમામ ગુમ થયા બાદ પોલીસ અને પરિવારના લોકો તેમને શોધી રહ્યાં હતા. આખા શહેરમાં ફોટો પણ વ્હેંચવામાં આવ્યા. તપાસ ચાલી રહી હતી કે શનિવારે સવારે પાંચેયના મૃતદેહ મળ્યા. શબ મળી આવ્યા બાદ ઘટનાસ્થળને સીલ કરી દેવાયો હતો. ગ્રામવાસીઓ અને પરિવારની પૂછપરછ કરવામાં આવી. મળતી માહિતી મુજબ આ બહેનોમાંથી એક કમલેશને 9 માસનો ગર્ભ પણ હતો.
પોલીસે જણાવ્યું કે મૃત્યું પામનારી ત્રણેય બહેનોની એક સાથે દૂદૂના ત્રણ ભાઈઓ સાથે લગ્ન થયા હતા. મોટી બહેન કાલી દેવીનો ચાર વર્ષનો પુત્ર હર્ષિત છે. મહિલાઓના પતિ ખેતી અને JCBનું કામ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.