તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Murdered Husband Together With Lover In Mumbai, Cut 4 Pieces Of Corpse And Buried In Kitchen; 6 Year Old Daughter Opened The Secret

પત્નીએ ખેલ્યો ખૂની ખેલ:મુંબઈમાં પ્રેમી સાથે મળીને પતિનું મર્ડર કર્યું, મૃતદેહના 4 ટુકડા કરી કિચનમાં દફનાવ્યા; 6 વર્ષની દીકરીએ ખોલ્યો ભેદ

મુંબઈ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
રઈસના લગ્ન 2012માં શાહિદા સાથે થયા હતા. લગ્ન બાદ બંને દહીંસર રહેવા આવી ગયાં હતાં. - Divya Bhaskar
રઈસના લગ્ન 2012માં શાહિદા સાથે થયા હતા. લગ્ન બાદ બંને દહીંસર રહેવા આવી ગયાં હતાં.

મુંબઈના દહીંસર વિસ્તારમાં એક મહિલાએ પોતાના પ્રેમીની સાથે મળીને પહેલા પતિની હત્યા કરી છે અને એ પછી તેના મૃતદેહને કિચનમાં દફનાવી દીધો. જોકે મહિલાનું પાપ વધુ દિવસ સુધી છુપાઈ ન શક્યું. મહિલાની 6 વર્ષની બાળકીએ મહિલાના ગુનાને સામે લાવી. હત્યાના 11 દિવસ બાદ પોલીસને મૃતદેહ મળી ગયો છે.

બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે મા અને તેના પ્રેમીએ તેની સામે જ તેના પિતાની હત્યા કરી હતી. હત્યાનો ઘટસ્ફોટ થયા બાદ ફરાર થયેલી મહિલા અને તેના પ્રેમીને પોલીસે પકડી લીધા છે.

પોલીસની પકડમાં આરોપી મહિલા શાહિદા અને તેનો પ્રેમી અનિકેત.
પોલીસની પકડમાં આરોપી મહિલા શાહિદા અને તેનો પ્રેમી અનિકેત.

કપડાંની દુકાનમાં કરતો હતો કામ
મુંબઈ પોલીસના DCP (ઝોન 11) વિશાલ ઠાકુરે જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના ગોંડામાં રહેતા રઈસના લગ્ન 2012માં શાહિદા સાથે થયા હતા. લગ્ન પછી બંને મુંબઈના દહીંસર પૂર્વના ખાન કમ્પાઉન્ડમાં ભાડેથી રહેવા આવી ગયાં હતાં. રઈસ દહીંસરમાં જ રેલવે સ્ટેશનની પાસે એક કપડાંની દુકાનમાં કામ કરતો હતો, જ્યારે પત્ની અઢી વર્ષના પુત્ર અને 6 વર્ષની પુત્રીની સાથે ઘરમાં રહેતી હતી.

ગેરકાયેદ સંબંધની જાણકારી મળ્યા બાદ શરૂ થયો વિવાદ
પોલીસના જણાવ્યા મુજબ, પતિની ગેરહાજરીમાં અનિકેત ઉર્ફે અમિત મિશ્રા મહિલાના ઘરે આવવા-જવા લાગ્યો. આ દરમિયાન બંને વચ્ચે ગેરકાયદે સંબંધ બની ગયા. થોડા દિવસ બાદ તેની જાણ રઈસને થઈ ગઈ. આ વાતને લઈને રઈસ અને શાહિદા વચ્ચે ઝઘડા શરૂ થઈ ગયા. સતત વધતા ઝઘડાથી કંટાળીને શાહિદાએ પ્રેમી સાથે મળીને તેને હટાવવાની યોજના બનાવી.

બાળકીના નિવેદન બાદ કિચનમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી.
બાળકીના નિવેદન બાદ કિચનમાંથી લાશ બહાર કાઢવામાં આવી હતી.

પ્રેમીની સાથે મળીને ચાકુથી કરી હત્યા
વિશાલ ઠાકુરે જણાવ્યું કે 20 મેના રોજ રઈસના ઘરેથી બહાર જવાની જાણકારી મળતાં જ અમિત ફરીથી શાહિદાને મળવા આવ્યો. આ દરમિયાન બંને આપત્તિજનક સ્થિતિમાં હતાં અને અચાનક રઈસ પહોંચી ગયો. એ બાદ પહેલા પતિ-પત્ની વચ્ચે જોરદાર મારામારી થઈ. એ બાદ શાહિદાએ ચાકુ મારીને રઈસની હત્યા કરી દીધી. એ બાદ બંનેએ મળીને તેનું ગળું કાપી નાખ્યું.

આ વચ્ચે તેની 6 વર્ષની દીકરી પોતાના અઢી વર્ષના ભાઈની સાથે રમ્યા બાદ બહારથી ઘરે આવી ગઈ. શાહિદાએ પોતાની 6 વર્ષની દીકરીને પણ ધમકાવી કે જો તેને કોઈને કંઈ જણાવ્યું તો તેને પણ બાપની જેમ કાપીને જમીનમાં દફન કરી દેશે.

શબના ચાર ટુકડા કરીને જમીનમાં દફનાવ્યા
શાહિદાએ પ્રેમીની મદદથી રઈસની લાશના 4 ટુકડા કરીને એને કિચનમાં જ દફનાવી દીધો. જોકે તેનો ફોન શાહિદાએ પોતાની જ પાસે જ રાખી લીધો હતો. રઈસના ઘરવાળાનો ફોન આવે ત્યારે શાહિદા કહેતી હતી કે રઈસ જાણ કર્યા વગર જ ક્યાંય જતા રહ્યા છે.

કિચનમાં ખોદકામ કરીને રઈસની લાશ કાઢતી પોલીસની ટીમ.
કિચનમાં ખોદકામ કરીને રઈસની લાશ કાઢતી પોલીસની ટીમ.

રઈસ ગાયબ થયો છે એ વાત પર વધી શંકા
રઈસ અચાનકથી ગાયબ થયા બાદ તેના મિત્રોને શંકા થઈ. તેમાંથી એક દોસ્તે દહીંસર પોલીસ સ્ટેશનમાં જઈને કેસ દાખલ કરાવ્યો અને પોલીસે મામલાની તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન પોલીસે એકલામાં જ બાળકીનું નિવેદન નોંધ્યું અને સમગ્ર મામલાનો ઘટસ્ફોટ થયો. બાળકીના નિવેદન બાદ પોલીસને બુધવારે રઈસની લાશ પણ મળી આવી. શાહિદાએ પણ પોતાનો ગુનો સ્વીકારી લીધો છે.

અન્ય સમાચારો પણ છે...