• Gujarati News
  • National
  • Tension Over Murder Of BJP And SDPI Leader In Alappuzha. Section 144 Applies In The District

કેરળમાં 12 કલાકની અંદર 2 નેતાઓની હત્યા:અલાપુઝામાં BJP અને SDPI નેતાના મર્ડરથી તણાવ, જિલ્લામાં કલમ 144 લાગુ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

કેરળના અલપુઝા જિલ્લામાં 12 કલાકમાં જ બે નેતાઓની હત્યાનો મામલો સામે આવ્યો છે. અલપુઝામાં આજે વહેલી સવારે ભાજપના એક નેતાની હત્યા કરવામાં આવી હતી. આ પહેલા શનિવારે રાત્રે સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા (SDPI)ના નેતાની હત્યા કરવામાં આવી હતી.

પોલીસે જણાવ્યું હતું કે ભાજપ OBC મોરચાના રાજ્ય સચિવ એડવોકેટ રણજીત શ્રીનિવાસના ઘરે આ હુમલો ત્યારે થયો હતો, જ્યારે તેઓ મોર્નિંગ વોક માટે તૈયાર થઈ રહ્યા હતા. રણજીત તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે લડ્યા હતા.

SDPI નેતાની બાઈકને કારે ટક્કર મારી
SDPI રાજ્ય સચિવ કેએસ શાન પર શનિવારે રાત્રે કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. શાન તેમની બાઇક પર ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે એક કારે તેમને ટક્કર મારી હતી. આ પછી તેમના પર છરી વડે અનેક હુમલા કરવામાં આવ્યા હતા. તેમને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં તેમનું મોત નીપજ્યું.

2 દિવસ માટે કલમ 144 લાગુ
પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. દરમિયાન ટ્રાફિક ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. ઉપરાંત, બિનજરૂરી મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

CM વિજયને કહ્યું- આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે
રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને આ હત્યાઓની નિંદા કરી છે. તેમણે દોષિતો સામે કડક કાર્યવાહીની વાત પણ કરી છે. વિજયને કહ્યું, આવી ભયાનક હિંસા અને અમાનવીય કૃત્ય રાજ્ય માટે ખતરનાક છે. મને ખાતરી છે કે તમામ હત્યારાઓ જલ્દી પકડાઈ જશે.

BJP અને SDPIએ એકબીજા પર આરોપ લગાવ્યો
ભાજપ અને SDPIએ આ હત્યાઓ માટે એકબીજાને જવાબદાર ઠેરવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ CPMની આગેવાની હેઠળની કેરળ સરકાર પર ભગવાનના દેશને જેહાદીઓના સ્વર્ગમાં ફેરવવાનો આરોપ મૂક્યો હતો. સાથે જ કેન્દ્રીય મંત્રી વી મુરલીધરને પણ હુમલાની નિંદા કરી છે. તેમણે કેરળ પર ગુંડારાજનો આરોપ લગાવ્યો અને કહ્યું કે રાજ્ય હત્યાના મેદાનમાં ફેરવાઈ રહ્યું છે.

RSS કાર્યકર્તાઓ પર હુમલાનું ષડયંત્ર રચવાનો આરોપ
SDPIએ RSS કાર્યકર્તાઓ પર હુમલાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના વડા એમકે ફૈઝીએ ટ્વિટ કર્યું, "આ ઘટનાઓ રાજ્યમાં સાંપ્રદાયિક હિંસા અને સંવાદિતાને ખલેલ પહોંચાડવાના સંઘ પરિવારના એજન્ડાનો એક ભાગ છે. અમે RSSના આતંકવાદની નિંદા કરીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...