બિહારના મુંગેરના તારાપુરમાં એક યુવક પર લોકોએ ચોરીનો આરોપ લગાવીને તેની સાથે મારઝૂડ કરી છે. લોકોએ પહેલા તેને ઘસેડીને માર્યો. પછીથી વીજળીના થાંભલા સાથે બાંધીને માર્યો. કોઈએ તેને લાત મારી તો કોઈએ લાકડીઓ વડે તેને માર માર્યો હતો. જોકે યુવક પોતે એમ કહી રહ્યો છે કે તે નિર્દોષ છે. જોકે તેની વાત કોઈએ પણ સાંભળી નહોતી. ખૂબ મારને લીધે તે બેભાન થઈ ગયો હોવા છતાં લોકોએ તેની પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું હતું. જોકે થોડીવારમાં જ કોઈએ પોલીસને સમગ્ર ઘટનાની માહિતી આપી હતી.
થોડીવારમાં માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને અનુમંડલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જોકે બાદમાં આ યુવકને હાયર સેન્ટરમાં રીફર કરવામાં આવ્યો હતો. પીડિત યુવકની ઓળખ ગાજીપુર ગામના ઈબ્રાહિમપુર મોહલ્લાના ઈનામ ઉર્ફે મિંટૂ તરીકે થઈ છે.
મિન્ટૂએ ભાનમાં આવ્યા પછી ગામના બે લોકો પર જીવલેણ હુમલો કરવા બદલ પોલીસ ફરિયાદ નોંધી છે. તેનો આરોપ છે કે શનિવારે મો.બાસિદ અને મો.સજ્જાદ ગંદી ગાળો બોલતા-બોલતા પિસ્તોલ લઈને ઘરમાં ઘુસી ગયા અને મારપીટ કરવા લાગ્યા. તેણે વિરોધ કર્યો તો તેને ઘરમાંથી ઢસડીને બહાર ઈમામબાડાની પાસે લાવવામાં આવ્યો અને ત્યાં તેને ખરાબ રીતે મારવામાં આવ્યો હતો.
વીજળીના થાંભલા સાથે બાંધીને મારપીટ કરાઈ
હસન, સજ્જાદ, સદામ, સલમાન તમામ તેને મારત-મારતા લાકડાના ગોડાઉનની પાસે લઈ ગયા હતા અને વીજળીના થાંભલે બાંધીને ખરાબ રીતે તેને ઈજા પહોંચાડી હતી. લોખંડના સળીયાથી મારવાના કારણે તેના હાથ અને પગ બંને લોહીલુહાણ થઈ ગયા છે. મિન્ટૂએ જણાવ્યું કે જાણી જોઈને તેને જાનથી મારી નાંખવાની દાનતથી આ ષડયંત્ર બનાવવામાં આવ્યું છે.
પોલીસે ઓરોપીઓ પર FIR નોંધી છે
આ સમગ્ર મામલે SDPO પંકજ કુમારે જણાવ્યું કે મો.ઈનામુલ નામના યુવક પર ચોરીનો આરોપ લગાવીને તેની મારપીટ કરવામાં આવી છે. કાયદાને હાથમાં લેવો તે ખોટું છે. પીડિત યુવકના નિવેદનના આધારે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. વીડિયો ફુટેજની તપાસ કરીને આરોપીઓની ઓળખ કરવામાં આવી રહી છે. કેટલાક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. મામલામાં આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.