તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Municipal Commissioner Pays Compensation To Vendors For Overturning Vegetable Lorries, But Punishment Transferred

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમિલનાડુ:મ્યુનિ. કમિશનરે શાકની લારીઓ ઊંધી વાળી, ઉહાપોહ થતાં વિક્રેતાઓને વળતર આપ્યું, છતાં પનિશમેન્ટ ટ્રાન્સફર થઈ

વાણિયંબાડી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મંગળવારે તમિલનાડુના વાણિયંબાડી શહેરથી એક વીડિયો વાઈરલ થયો. વીડિયોમાં ત્યાંના મ્યુનિસિપલ કમિશનર પી. સેસિલ થોમસ માર્કેટમાં ઊભી રહેલી લારીઓ ઊંધી વાળી રહ્યા હતા, તેમાંનું શાક અને ફળો નીચે ફેંકી રહ્યા હતા અને પોતાની સાથે આવેલા માણસો પાસે શાકભાજીના ક્રેટ રસ્તા પર ઠલવાવી રહ્યા હતા. વીડિયો તાત્કાલિક વાઈરલ થઈ ગયો. કાયદાનું પાલન કરાવવાના નામે મ્યુનિસિપલ કમિશનરના આ વલણથી ચારેકોરથી ઉહાપોહ મચ્યો. રાજકારણીઓ, કર્મશીલો અને નાગરિકો દ્વારા રાવ થઈ કે કાયદાનું પાલન બરાબર છે, પણ આ હરકતમાં તો માનવતા જેવું કશું દેખાતું જ નથી. સોશિયલ મીડિયા પર પણ સેસિલ થોમસ પર જબરદસ્ત માછલાં ધોવાયાં. ઈવન સ્ટેટ હ્યુમન રાઈટ્સ કમિશને પણ સુઓ મોટો સંજ્ઞાન લઈને કમિશનરની આ હરકત પર ડિટેલમાં રિપોર્ટ પણ માગ્યો.

મીડિયાએ કમિશનર સેસિલ થોમસને પૂછ્યું તો પહેલાં તો એમણે કામનો સ્ટ્રેસ હતો એવું કહીને ઉડાઉ જવાબ આપ્યા. પરંતુ પછીથી ભીંસ વધતાં એમણે કહ્યું કે, ‘ગયા અઠવાડિયે જ તે વિસ્તારના શાકભાજી વિક્રેતાઓને સૂચના અપાઈ ગયેલી કે લૉકડાઉનમાં લારીઓ-દુકાનો ન લગાવે. અમે અમુક લારીઓ કબ્જે પણ કરી હતી. છતાં એ લોકો ન માન્યા. આથી એમને ડરાવવા માટે મેં આવું કર્યું. કેમ કે, મેં જો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરી હોત તો તેમને બહુ લાંબા સમય સુધી હેરાન થવું પડ્યું હોત.’

સ્વાભાવિક રીતે જ આ ચોખવટ કોઈનેય ગળે ઊતરી નહીં. ગુરુવારે સવારે સમાચાર આવ્યા કે સેસિલ થોમસની પનિશમેન્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવી છે. આ લખાઈ રહ્યું છે ત્યાં સુધી તેમને નવું કોઈ પોસ્ટિંગ અપાયું નથી. તેમને સ્થાને મિસ્ટર બાબુ નામના નવા કમિશનરને ચાર્જ સોંપી દેવાયો છે. તંત્રનું કહેવું છે કે એમને કામનો ગમે તેટલો સ્ટ્રેસ હોય, પણ આવું વર્તન જરાય યોગ્ય નથી. કાયદાનું ઉલ્લંઘન કરતા લોકો પર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ, પણ આ રીતે હેરાન કરવા તે તદ્દન ખોટું છે. 

આ દરમિયાન સેસિલ થોમસના હૃદયમાં પસ્તાવાનું ઝરણું ફૂટી નીકળ્યું. એટલે એમણે જે જે શાકભાજી વિક્રેતાઓનું શાક ઢોળીને તેમને નુકસાન કરેલું, તેમને ત્યાં પર્સનલી જઈને માફી માગી અને તેમને વળતર રૂપે રોકડ સહાય અથવા તો અન્ય વસ્તુઓ પણ આપી. જોકે હવે બૂંદ સે ગઈ વો હોજ સે ક્યાંથી આવે? 

આવા કટોકટી કાળમાં સત્તાધીશો દ્વારા ગરીબોની પ્રતાડનાના અનેક વીડિયો-કિસ્સા સામે આવ્યા છે, પરંતુ આ રીતે તેમની સામે ઝડપી અને કડક એક્શન લેવાયાના ન્યૂઝ ભાગ્યે જ ક્યાંયથી આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

    વધુ વાંચો