તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • Mumbai's Lifeline To Become A Super Spreader, Even In The Corona Between The Tidy Boxes; People Said It Is Also Necessary To Go Out For Life

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુંબઈ લોકલમાં ભાસ્કરનું રિયાલીટી ચેક:સુપર સ્પ્રેડર બની મુંબઈની લાઈફ લાઇન, કોરોનાની વચ્ચે પણ ખીંચોખીંચ ભરેલા ડબ્બા; લોકોએ કહ્યું- જિંદગી માટે બહાર નીકળવું પણ જરૂરી

મુંબઈ8 દિવસ પહેલાલેખક: રાજેશ ગાબા
  • કૉપી લિંક
  • કોરોનાની મહામારી વચ્ચે મુંબઈમાં લોકલ ટ્રેનોમાં લોકોની ભારે ભીડ
  • મુંબઈમાં લોકલ ટ્રેનો સુપર સ્પ્રેડર બની રહી, સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં

મહારાષ્ટ્ર આ સમયે દુનિયાભરમાં કોરોના હોટસ્પોટ બની ગયું છે. સંક્રમણ મુદ્દે દરરોજ રેકોર્ડ તૂટી રહ્યા છે, પરંતુ મુંબઈમાં જિંદગી ઝડપી ગતિએ દોડી રહી છે. મુંબઈની લોકલ ટ્રેન આ સમયમાં પણ ખીંચોખીંચ ભરેલી રહે છે. સ્ટેશનમાં આ દરમિયાન ટેમ્પરેચર માપવાની પણ કોઈ વ્યવસ્થા નથી. આ ટ્રેનો કોરોનાની સુપર સ્પ્રેડર બની ગઈ છે. ભાસ્કર રિપોર્ટરે લોકલ ટ્રેન દ્વારા દાદરથી બોરીવલી સુધી મુસાફરી કરી. વાંચો આ મુસાફરીની કહાની...

દાદર સ્ટેશન પહોંચતા જ રાબેતા મુજબ ભારે ભીડ જોવા મળી હતી. રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પર થર્મલ સ્કેનિંગની વ્યવસ્થા ણ હતી. ન કોઈ તે વાતનું ધ્યાન રાખી રહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતાં ઊભા રહીએ. લોકોના ચહેરા પર કોરોનાનો ડર પ્રતિબિંબિત થતો હતો, પરંતુ કામ પર જવાની મજબૂરી પણ તેમના પર હાવી હતી. ટિકિટ કાઉન્ટર પર લાંબી લાઇન હતી. કોઈ સોશિયલ ડિસ્ટન્સ જાળવતું ન હતું. ત્યાં કોઈ રેલ્વે સ્ટાફ કે સુરક્ષા કર્મચારી ન હતા જે લોકોને નિયમોનું પાલન કરાવે.

એક વ્યક્તિ માસ્ક પહેર્યા વિના ફોન પર વાત કરી રહ્યો હતો. તેને જ્યારે કહેવામા આવ્યું કે પ્લીઝ માસ્ક પહેરો. ખૂબ જ જોખમ છે દરેક માટે. ત્યારે જવાબ આપ્યો તમે તમારું કામ કરો. જો કે, કેટલાક બીજા લોકોએ પણ માસ્ક પહેરવાની વાત કહી, ત્યારે તે વ્યક્તિએ મજબૂરીમાં માસ્ક પહેર્યું.

રેલ્વે કર્મચારીને પૂછ્યું કે અહીં સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કોઈ સિક્યોરિટી કે રેલ્વે પોલીસ નથી. કેટલાક લોકો માસ્ક પણ પહેરેલા ન હતા, થર્મલ સ્કેનીંગ પણ થઈ રહ્યું નથી. કર્મચારીએ કહ્યું કે ગાર્ડ તો છે, હાલમાં ક્યાંક ગયો હશે.

ટિકિટ લઈને આગળ વધ્યા પછી, ભીડમાં ધક્કા-મુક્કી વચ્ચે ટ્રેનમાં અંદર ગયો. ટ્રેનની અંદરના ડબ્બાઓનું દૃશ્ય ભયાનક હતું. ત્યાં કોઈ સોશિયલ ડિસ્ટન્સ ન હતુ, કોચ સંપૂર્ણ રીતે ભરેલો હતો. લોકો દરવાજા પર પણ લટકી રહ્યા હતા.

ડબ્બાની અંદર પગ મૂકવાની પણ કોઈ જગ્યા નહોતી. કોઈ સહેજ પણ હલી પણ શકે તેવી સ્થિતિમાં નહોતું. ટ્રેનમાં ભીડ જોઇને લાગતું હતું કે કોરોનાના હોટસ્પોટ બનેલા મહારાષ્ટ્રના લોકોમાં કેવો ભયનો માહોલ છે. દાદરથી મટૂંગા અને માહિમની વચ્ચે લોકો ચઢતા-ઉતરતા રહ્યા. જેટલા ઉતરતા હતા તેના કરતાં વધુ લોકો ચઢતા હતા. મોટાભાગનાએ માસ્ક પહેર્યું હતુ. બીજા એવા પણ હતા જેમના માસ્ક તેમના નાક નીચે જ હતા.

છેવટે, આ ભીડનું કારણ શું છે?

  • માહિમ, બાંદ્રા, ખાર, સાન્ટા ક્રુઝ, વિલે પાર્લે, અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલીથી બોરીવલી સુધીની એક કલાકની યાત્રામાં લોકો સાથે વાતચીત કરી. સવાલ પૂછ્યા કે સંક્રમણના ભયથી ભરેલી આવી મુસાફરીનું શું કારણ છે?
  • ઓટો ડ્રાઇવર જયેશ પાટિલે કહ્યું કે કોરોનાનો ડર છે, પણ ઘર પણ ચલાવવાનું છે. શું ખબર કે આ બધું ક્યારે સમાપ્ત થશે?
  • 60 વર્ષીય ઘરની સંભાળ રાખનાર અમોલ જણાવ્યું- પ્રભાદેવી મુંબઇમાં નોકરી કરું છે અને દહિસરમાં રહું છે. હું લોકલ ટ્રેનમાં ઘરે જઇ રહ્યો છું. કોરોનાનો ડર તો છે, પરંતુ ઘર ચલાવવા માટે કામ તો કરવું જ પડશે. મેં વેક્સિન લગાવી નથી, તેનાથી શું થશે?
  • સાઇકોલોજીની સ્ટુડન્ટ સાક્ષી દેશમુખે કહ્યું કે- હાલમાં કોલેજ ઓનલાઇન છે, પરંતુ એસાઈમેન્ટ માટે જવું પડે છે. ઘરે બેઠા બેઠા પણ કંટાળી જવાય છે. કોરોનાનો ડર તો લાગી રહ્યો છે, પરંતુ કામ પણ નથી અટકાવી શકાતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો